સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત મુનિના વીતરાગી ચારિત્રની વાત છે. મુનિઓને
શુદ્ધાત્મસ્વરૂપમાં લીનતાથી જે વીતરાગી ચારિત્ર પ્રગટયું છે તે આત્માના જ પરિણામ છે,
આત્માથી જુદા નથી. જેમ જ્ઞાન–દર્શન આત્માના જ પરિણામ છે તેમ ચારિત્ર તે પણ આત્માના
જ અભેદ પરિણામ છે, ચારિત્ર કયાંય બહારમાં–શરીરની ક્રિયામાં નથી, રાગમાં નથી, પણ
આત્મામાં એકાગ્રતારૂપ જે વીતરાગી પરિણામ થયા તે જ ચારિત્ર છે, તે જ ધર્મ છે. ચારિત્ર છે તે
સ્વધર્મ છે, તે આત્માનો જ વીતરાગી સમભાવ છે. રાગ તે ખરેખર સ્વધર્મ નથી. રાગ તો અધર્મ
છે ને ચારિત્ર તે સ્વધર્મ છે. જેમ દર્શન–જ્ઞાન તે જીવના અનન્ય પરિણામ છે–જીવથી જુદા નથી,
તેમ ચારિત્ર તે પણ જીવના અનન્ય પરિણામ છે–જીવથી જુદું બહારમાં કયાંય ચારિત્ર નથી.
આત્માના સ્વરૂપમાં ચરવારૂપ ચારિત્ર તે વીતરાગી પરિણામ છે ને તે ચારિત્ર મોક્ષનું કારણ છે.
શરીરની નગ્નદશામાં ચારિત્ર નથી રહેતું, પંચમહાવ્રતના શુભ વિકલ્પમાં ચારિત્ર નથી રહેતું,
આત્માની વીતરાગ પરિણતિમાં ચારિત્ર રહે છે. ચારિત્રને આત્માના “અનન્ય પરિણામ” કહ્યા
છે, રાગ તે ખરેખર આત્માના અનન્ય પરિણામ નથી, રાગને આત્માના સ્વભાવ સાથે
એકલપણું–અનન્યપણું નથી પણ ભિન્નપણું છે. ચારિત્ર પરિણામને આત્માના સ્વભાવ સાથે
અનન્યપણું–એકતા છે, એટલે કે તે આત્માનો સ્વધર્મ છે. આત્મામાં અભેદ થયા તે આત્માના
અનન્યપરિણામ છે ને તે જ આત્માનો ધર્મ છે. આવો ધર્મ તે મુક્તિનું કારણ છે.
પણ સ્ફટિકનો મૂળસ્વભાવ કાંઈ રાતો–કાળો નથી. તેમ આ ચૈતન્યસ્ફટિક આત્મા તો ઊજળો
સ્વચ્છ છે, તેના સ્વભાવમાં રાગ–દ્વેષની કાલિમા નથી; પણ પર્યાયમાં રાગ–દ્વેષની ઝાંઈથી તે
મલિન દેખાય છે. જુઓ, કર્મને લીધે મલિનતા થઈ–એમ નથી, પણ પોતાના રાગદ્વેષ પરિણામને
લીધે જ આત્મા મલિન દેખાય છે; પણ તેના મૂળસ્વભાવને જુઓ તો તે ઉપાધિ વગરનો સ્વચ્છ–
નિર્મળ વીતરાગી જ છે. જેમ પીળો–રાતો કે લીલો તે સ્ફટિકનો સ્વભાવ નથી તેમ આત્મામાં
રાગ–દ્વેષ–મોહ તે તો અનન્ય સ્વભાવ નથી પણ ઉપાધિરૂપ અન્યભાવ છે. ચારિત્ર તો આત્માનો
અનન્ય ભાવ છે, ને રાગ–દ્વેષ–મોહ તે આત્માના સ્વભાવથી અન્ય છે, તે વિકારી પરિણામને
લીધે આત્મા અનેક અનેક પ્રકારનો દેખાય છે, પણ નિર્વિકારી પરિણામ તો આત્મામાં અભેદ છે,
તેથી તેમાં એકપણું છે, તે આત્માના અનન્ય પરિણામ છે. અહીં સ્ફટિકનો દાખલો આપીને
આત્માનો એકરૂપ શુદ્ધ સ્વભાવ બતાવવો છે, ને વિકારનું આત્મસ્વભાવથી અન્યપણું બતાવવું
છે. ચારિત્ર પરિણામમાં આત્માની વીતરાગી શાંતિ છે–ઉપશમ રસનો અનુભવ છે ને રાગ
પરિણામમાં તો આકુળતારૂપી હોળી છે–કષાયરૂપી અગ્નિ છે, તેમાં આત્માની શાંતિ નથી.
સિવાય રત્ન–મણિનો પ્રકાશ તો જડ છે; જેમ સ્વચ્છ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ દેખાય ત્યાં
ખરેખર તેની સ્વચ્છતાને લીધે તે જણાય છે, તેમ આત્મા સ્વચ્છ ચૈતન્યઅરીસો છે, તેના
જ્ઞાનદર્પણમાં