: ૧૪૪ : આત્મધર્મ જેઠ : ૨૪૮૨
ભગવાન! તારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે. પરને લીધે તારા જ્ઞાનનું અસ્તિત્વ નથી. પરને લીધે જ્ઞાન કે
શાંતિ થવાનું જે માને તે પરની સાથે જ્ઞાનની મિત્રતા (–એકતા) કરે છે, આત્મા સાથેની એકતા કરતો નથી
તેથી તેને આત્માના વિવેકનો અભાવ છે. મારું જ્ઞાન ને મારો આનંદ તો મારાંમાં છે, પરથી મારે તદ્ન ભિન્નતા
છે–એવો વિવેક કરીને અંતર્મુખ થઈને એકાગ્ર થતાં આત્માની પ્રાપ્તિ થાય છે. આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના
આત્માને પ્રાપ્ત કરો–એમ આચાર્યદેવ આદેશ કરે છે.
પોતાના ચૈતન્યઘરને છોડીને અનાદિથી પરજ્ઞેયોને પોતાનું માનીને તેમાં વાસ્તુ કર્યું છે, –પરમાં વસવાટ
કરીને સંસારમાં રખડી રહ્યો છે, તેને અહીં આચાર્યદેવ આત્માનું સ્વરૂપ ઓળખાવીને પોતાના ચૈતન્યઘરમાં
વાસ્તુ કરાવે છે. અંતર્મુખ થઈને ચૈતન્યની ભાવનામાં વસવું તે વાસ્તું છે; અનાદિથી પોતાના ઘરમાં જીવે વાસ્તુ
કર્યું નથી. ચૈતન્સ્વભાવને જાણીને પોતાના સ્વઘરમાં એકવાર પણ વાસ્તુ કરે (–તેમાં એકાગ્ર થઈને રહે) તો
પરમ આનંદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. આ રીતે આત્મામાં વાસ્તુ કર્યું, તે કર્યું, હવે સાદિ અનંત પોતાના
આનંદસ્વરૂપમાં જ તે વસી રહેશે.
બહિર્મુખ થઈને પરજ્ઞેયોમાં મૈત્રિથી રાગ–દ્વેષરૂપે જે પરિણમે છે તેને આત્મપ્રાપ્તિ દૂર છે. અને અંતર્મુખ
થઈને જ્ઞાનસ્વરૂપમાં એકતા કરતાં રાગ–દ્વેષ રહિત થઈને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ રીતે
અંતર્મુખ થઈને આત્મભાવનાથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તમે પ્રાપ્ત કરો એમ આચાર્ય ભગવાનનો ઉપદેશ છે.
જે જીવ આત્મપ્રાપ્તિનો જિજ્ઞાસુ થઈને શ્રીગુરુ પાસે આવ્યો છે, અને સત્સમાગમે સત્યનું શ્રવણ કરે છે,
તે શ્રવણના વિકલ્પને ક્રિયાકાંડ કહે છે; ને તે ક્રિયાકાંડ વડે જ્ઞાનકાંડની પ્રાપ્તિ થાય છે એમ વ્યવહારે કહેવાય છે.
“તારો આત્મા અખંડ જ્ઞાનમૂર્તિ છે તેમાં અંતર્મુખ થા” એમ સત્સમાગમે શ્રવણ કરતાં તે તરફનો ઉલ્લાસ આવે
છે, તે ભાવને અહીં ક્રિયાકાંડ કહ્યો છે, એ રીતે સત્સમાગમ કરતાં કરતાં અંતર્મુખ ઢળે ત્યારે જ્ઞાનકાંડ પ્રચંડ
થયો–એમ કહે છે. એ રીતે અંતર્મુખ થઈને જે જ્ઞાનકાંડને પ્રાપ્ત કરે તેને પહેલાંનાં સત્સમાગમનો વિકલ્પ તે
નિમત્ત હોવાથી તે વિકલ્પરૂપ ક્રિયાકાંડ વડે જ્ઞાનકાંડની પ્રાપ્તિ થઈ એમ વ્યવહારે કહેવાય છે.
જેને આત્માની પ્રાપ્તિની જિજ્ઞાસા જાગી તેને સાચા જ્ઞાની ગુરુ તરફનો ભાવ આવ્યા વિના રહે જ નહિ,
કેમ કે જ્ઞાનની પ્રાપ્તિમાં જ્ઞાનીનું જ નિમિત્ત હોય એવો નિયમ છે.
“બુઝી ચહત જો પ્યાસ કો હૈ બુઝનકી રીત;
પાવૈ નહિ ગુરુગમ વિના યેહી અનાદિ સ્થિત.”
(શ્રીમદ્ રાજચંદ્ર)
આત્માની જેને ઝંખના જાગી છે–તરસ લાગી છે–તો તે બુઝાવવાની રીત છે; પણ તે રીત જ્ઞાની ગુરુની
દેશના વગર પ્રાપ્ત થતી નથી; એકવાર જ્ઞાનીની સીધી દેશના મળવી જ જોઈએ, એવો જ અનાદિ નિયમ છે.
જ્ઞાનની પ્રાપ્તિ કરનારને મહાન સત્સમાગમ–વારંવાર જ્ઞાનીનો સમાગમ–નિમિત્તરૂપે હોય છે, તેનું નામ પ્રચંડ
કર્મકાંડ છે. આ રીતે વારંવાર સત્સમાગમે શ્રવણ–મનન કરી કરીને આત્માના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે છે,
ને તે સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરે છે. આ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની
પ્રાપ્તિનો ઉપાય છે. આ ઉપાયથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તમે પ્રાપ્ત કરો જ... એમ આચાર્ય ભગવાનનો
ઉપદેશ છે.
જેને આત્માનું હિત કરવું હોય તેણે શું કરવું તે વાત ચાલે છે; સત્સમાગમે આત્માના જ્ઞાનસ્વભાવનું
વારંવાર શ્રવણ કરીને પ્રચંડપણે–વારંવાર તેના નિર્ણયનો ઉદ્યમ કરવો.
વિકલ્પ સહિત વારંવાર નિર્ણયનો અભ્યાસ કરે છે તેને પ્રચંડ ક્રિયાકાંડ કહેવાય છે. તે નિર્ણયનો પ્રચંડ
ઉદ્યમ કરી કરીને જ્ઞાનસ્વભાવ તરફ વળે છે. એ રીતે જ્ઞાનકાંડની ઉગ્રતા વડે મોહાદિથી ભેદજ્ઞાન કરીને
આત્માને તેનાથી વિભક્ત કરે છે, ને તે વિભક્ત આત્માની ભાવનાના પ્રભાવ વડે પરિણતિને અંતરસ્વરૂપમાં
એકાગ્ર કરે છે;