જ્ઞાની ગુરુ પણ એમ કહે છે કે ‘તારો આનંદ તારામાં છે, તેમાં અંતર્મુખ થા;’ –એવી જ્યારે પ્રતીત કરી
આત્માનો અનુભવ કરે છે. સમયસારમાં પણ ૩૮ મી ગાથામાં કહે છે કે–“જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી
ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે
સમજી, સાવધાન થઈ... પોતાના પરમેશ્વર આત્માને... જાણીને... સમ્યક્ પ્રકારે એક આત્મરામ થયો...”
ઝંખના લાગી છે, ચોવીસે કલાક વારંવાર તેનું ચિંતવન કરે છે, આત્માને પ્રાપ્ત કરવાની ધૂન થઈ ગઈ છે, તેની
જ ચાહ છે; માટે કહે છે કે શ્રીગુરુદ્વારા તેને નિરંતર સમજાવવામાં આવે છે. વારંવાર તેને એ જ ઘોલન ચાલે છે;
અંદરમાં ચૈતન્યસ્વભાવને પકડવા માંગે છે. ત્યાં પહેલાંં બહુમાનનો વિકલ્પ છે, તેથી ઉપચારથી એમ કહ્યું કે તે
વિકલ્પરૂપ ક્રિયા વડે જ્ઞાન પામે છે; પણ ખરેખર તો વિકલ્પને છોડીને તેનાથી પાર જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થાય
છે ત્યારે જ સમ્યગ્દર્શનને સમ્યગ્જ્ઞાન પામે છે.
તરફના બહુમાનનો ભાવ તે નિમિત્તરૂપ છે; તેને અહીં ક્રિયાકાંડ કહ્યો છે. પણ તે વિકલ્પમાં જ રોકાઈ રહે તો કાંઈ તે
ક્રિયાકાંડ વડે જ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પહેલાંં આત્મા તરફનો વિકલ્પ હતો તે તોડીને, અંતરમાં ચૈતન્યસ્વભાવને
પકડીને કેવળ આત્મભાવનાથી સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં પૂર્વના વિકલ્પને ક્રિયાકાંડ ગણીને તેના દ્વારા જ્ઞાન થવાનું કહ્યું.
પરિણતિને અંતરમાં એકાગ્ર કરી ત્યારે સમ્યગ્જ્ઞાન થયું, ને આનંદમય આત્માની પ્રાપ્તિ થઈ.
પરિણમતો નથી. આ રીતે આત્મસ્વભાવનું અવલંબન કરી કરીને અનંતા જીવો મોક્ષ પામ્યા છે. જેમ બહારમાં
સમ્મેદશિખરજીથી અનંતા તીર્થંકરો–સંતો મુક્તિ પામ્યા છે, તેમ અંતરમાં તે બધાય જીવો ચૈતન્યના શિખરરૂપ
આ આત્મસ્વભાવના આધારે મુક્તિ પામ્યા છે. આ ચૈતન્યના સમ્મેદશિખર ઉપર આરૂઢ થવું તે જ મોક્ષની
યાત્રા છે.
આત્માના પરમ આનંદના જમણનું સાગમટે નોતરું દીધું છે. જગતના બધાય જીવો આત્માના આનંદને આજે જ
અવશ્ય પ્રાપ્ત કરો. આત્માની પ્રાપ્તિનો અમે જે ઉપાય કહ્યો તે ઉપાયથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની જરૂર પ્રાપ્તિ
થાય છે, માટે આ રીતે જગત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને આજે જ પ્રાપ્ત કરો–એમ આચાર્યદેવનું આમંત્રણ, આદેશ
અને ઉપદેશ છે.