ગુણની રક્ષા કે વૃદ્ધિ થાય છે, ’ –એમ જો ન જાણે, અને પરને કારણે જ ગુણની રક્ષા કે વૃદ્ધિ થવાનું
ખરેખર માની લ્યે તો તે જીવ પરસંગ છોડીને સ્વ તરફ વળે જ શેનો? માટે વ્યવહારના કથનને તો
યથાર્થ સ્વરૂપ ન માનવું પણ ઉપચાર સમજવો, ને નિશ્ચયનય દ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપ શું છે તેનો
નિર્ણય કરવો. આવો નિર્ણય કર્યા પછી જ મુનિદશા હોય છે.
ભાંગીને ભૂક્કો થઈ જાય છે. –ઈત્યાદિ પ્રકારે ષટ્ખંડાગમ વગેરેમાં આચાર્ય ભગવાને કહ્યું છે, ત્યાં
એમ સમજવું કે એ કથન વ્યવહારનયનું છે, ખરેખર પરના દર્શનથી સમ્યગ્દર્શન થતું નથી, કે પરના
કારણે કર્મનો નાશ થતો નથી. કોઈ પાત્ર જીવને વીતરાગી જિનબિંબના દર્શન કરતાં એમ અંતર્લક્ષ
થઈ જાય કે ‘અહો! મારો આત્મા આવો વીતરાગી અક્રિય ચૈતન્યબિંબ છે,’ –એમ પોતાના
આત્મસ્વભાવના દર્શનથી સમ્યક્ત્વ પ્રગટ કરે ત્યાં ‘જિનબિંબ દર્શનથી સમ્યક્ત્વ થયું’ –એમ
વ્યવહારનય નિમિત્તમાં આરોપ કરીને કથન કરે છે. ત્યાં નિશ્ચયનયને લક્ષમાં રાખીને એમ સમજવું
કે સમ્યક્ત્વનું ખરું કારણ એ નથી, પણ ઉપચારથી જ તેને કારણ કહેવામાં આવ્યું છે.
ચીજ છે, ક્રોધ તો જીવનો ભાવ છે અને કર્મ તો જડ છે, એ રીતે બંને જુદાં છે, એટલે કર્મને કારણે
ખરેખર ક્રોધ થતો નથી પણ જીવની પર્યાયની જ તેવી લાયકાતથી ક્રોધ થયો છે–એમ નિશ્ચયનયથી
જાણવું તે યથાર્થ છે; તે ક્રોધ વખતે કર્મ નિમિત્ત છે–એમ જાણવું તે પણ બરાબર છે, પરંતુ કર્મને
કારણે ક્રોધ થયો–એમ કહેવું તે તો નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારનયનું કથન છે, તે પ્રમાણે
વસ્તુસ્વરૂપ નથી. આ રીતે નિશ્ચયનય વડે જ યથાર્થ વસ્તુ સ્વરૂપનો બોધ થાય છે. નિશ્ચયનય વડે
પદાર્થના સ્વરૂપનો નિર્ણય કર્યા વિના શાસ્ત્રના એક પણ કથનનો સાચો અર્થ થાય નહીં.
એમ સમજવું. સ્વાશ્રય અનુસાર અર્થ કરીને સમજવાથી જ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાય છે.