Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
જેઠ : ૨૪૮૨ આત્મધર્મ : ૧૫૧ :
કથન છે એટલે કે વ્યવહારનયનું કથન છે; નિશ્ચયનય અનુસાર વસ્તુસ્વરૂપ એમ નથી.
પરના સંગથી જીવને લાભ–નુકસાન થાય, રત્નત્રયના આરાધક ધર્માત્માના સંગથી ગુણની
પુષ્ટિ થાય, ને પુણ્યને જ ધર્મ માનનારા મિથ્યાદ્રષ્ટિ લૌકિકજનોના સંગથી જીવ ભ્રષ્ટ થઈ જાય, –એ
પ્રમાણે ચરણાનુયોગમાં વ્યવહારનયનું કથન છે; તેમાં ભેગી નિશ્ચયનયની વાત મૂકીને આચાર્યદેવ
સ્પષ્ટ ખુલાસો કરે છે કે અમે વ્યવહારથી કથન કર્યું હોય ત્યાં નિશ્ચયનયથી કથન કર્યું હોય ત્યાં
નિશ્ચયનય લક્ષમાં રાખીને અર્થ સમજવો. પોતાના દ્રવ્ય ગુણપર્યાય ત્રણે પોતાથી છે ને પરથી નથી
એમ નિશ્ચયનયદ્વારા પદાર્થનો નિશ્ચય કરવો. અને પરને કારણે ગુણદોષ થવાનું કહેવું તે
વ્યવહારકથન છે એટલે ખરેખર એમ વસ્તુસ્વરૂપ નથી એવો તેનો અર્થ સમજવો. આ શૈલિથી
નિશ્ચય વ્યવહારના અર્થો સમજે તો જ સૂત્રના સાચા અર્થ સમજ્યો કહેવાય, અને તો જ યથાર્થ
વસ્તુસ્વરૂપ સમજાય; માટે આ
MASTER KEY છે એટલે કે આ દ્રષ્ટિ જ બધા શાસ્ત્રમાં અર્થોનો
ઉકેલ અને પદાર્થના સ્વરૂપનો નિર્ણય થાય છે.
જેટલા શબ્દસમય છે અને જેટલા અર્થ–સમય છે તે બધાયનો નિર્ણય નિશ્ચયનયદ્વારા થાય છે.
વ્યવહારનયના કથનદ્વારા સૂત્રનો કે પદાર્થના સ્વરૂપનો નિશ્ચય થતો નથી. માટે કહ્યું કે જે જ્ઞાતાએ
નિશ્ચયનયવડે સૂત્રોનો અને પદાર્થોનો નિશ્ચય કર્યો હોય તેને જ મુનિપણું હોય. જેઓ નિશ્ચયને તો
જાણતા નથી અને વ્યવહારને જ સત્યાર્થ જાણીને આદરે છે તેઓ તો પદાર્થના નિશ્ચયસ્વરૂપને નહિ
જાણનારા તથા સૂત્રને પણ નહિ જાણનારા સ્વેચ્છાચારી છે, ભ્રષ્ટ છે.
ગોમ્મટસાર હો કે સમયસાર હો, નિયમસાર હો કે અષ્ટસહસ્ત્રી હો, આદિપુરાણ હો કે
પ્રવચનસાર હો, ષટ્ખંડાગમ હો કે રત્નકરંડશ્રાવકાચાર હો, –ગમે તે આચાર્યદેવનું કે ગમે તે શાસ્ત્રનું
કથન હો, પણ તેનો અર્થ નિશ્ચયનયદ્વારા સમજે તો જ સમજાય. શાસ્ત્રોના અર્થ ઉકેલવાની આ
ચાવી ચારે અનુયોગના શાસ્ત્રોને લાગુ પડે છે. અર્થ એટલે દ્રવ્ય ગુણ ને પર્યાય બધુંય; તેના
સ્વરૂપનો નિર્ણય નિશ્ચયનયદ્વારા થાય છે. પર્યાય પરથી થવાનું કહ્યું હોય તો ત્યાં તેને ઉપચાર
જાણીને, સ્વાશ્રિત સ્વરૂપે શું છે તે નિશ્ચયનયથી સમજી લેવું. સ્વાશ્રિતતત્ત્વના જ્ઞાનપર્વક જ પરાશ્રિત
વ્યવહારનું (નિમિત્ત વગેરેનું) જ્ઞાન બરાબર થાય છે. સ્વાશ્રિત તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના પરને
(નિમિત્ત વગેરેને) જાણવા જાય ત્યાં તો પરમાં એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ થઈ જાય છે. માટે વસ્તુના
સ્વાશ્રિત સ્વરૂપને બતાવનાર નિશ્ચયનયરૂપી
MASTER KEY લાગુ કરીને બધા શાસ્ત્રોના અર્થો
ઉકેલી નાંખવા, આ એક નિયમ બધે ઠેકાણે લાગુ પાડવો. જો આ એક નિયમ બરાબર જાણે તો
શાસ્ત્રોમાં હજારો વિવક્ષાના ગમે તેવા કથન આવે તો પણ તેના અર્થ સમજવામાં મુંઝવણ થાય નહિ,
એવો આ અમોઘમંત્ર છે.
લોકો પોકાર કરે છે કે આ તો નિશ્ચયની વાત છે, પણ પહેલાંં કાંઈક વ્યવહાર તો બતાવો!
તેનો ખુલાસો આમાં આવી જાય છે કે નિશ્ચયનયવડે શાસ્ત્રના અર્થોનો ઉકેલ કરીને વસ્તુસ્વરૂપનો
નિર્ણય જે કરે તેને જ વ્યવહારની ખબર પડે. નિશ્ચયથી વસ્તુસ્વરૂપ જાણ્યા વગર વ્યવહારનું ભાન
યથાર્થ ન હોય, કેમ કે નિશ્ચયને જાણ્યા વિના વ્યવહારને જાણવા જાશે તે તો વ્યવહારને જ નિશ્ચય
માનીને મૂઢતાનું પોષણ કરશે. નિશ્ચયથી સ્વાશ્રિત વસ્તુસ્વરૂપ જાણે તેને પરનિમિત્ત