Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
સૌરાષ્ટ્રની શ્રુતવત્સલ સંત – ત્રિપુટી!
















સૌરાષ્ટ્રના ગીરનારધામ ઉપરનું આ દ્રશ્ય જોતાં જ એ સંત–ત્રિપુટી અને શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિથી હૃદય
ભીંજાઈ જાય છે. અહો! એ સમર્થ શ્રુતવત્સલ શ્રી ધરસેનાચાર્યદેવ! અને તેમની પાસેથી શ્રુતવિદ્યા ઝીલનારા
પુષ્પદંત–ભૂતબલિ મુનિવરો એમનો અપાર વિનય, એમની પરમ શ્રુતભક્તિ, એમની અગાધ જ્ઞાનશક્તિ, અને
જ્ઞાનના દરિયાને હૃદયમાં પચાવી દેવાની એમની ગંભીરતા! –એ બધાયને યાદ કરતાં આ સંતોના ચરણોમાં શીર
ઝૂકી પડે છે.
અહો, સૌરાષ્ટ્રની ભૂમિ જ્યારે આ સંત ત્રિપુટીથી શોભતી હશે ને શ્રુત–અભ્યાસનો પ્રસંગ બનતો હશે
ત્યારે એ કેવો ધન્ય પ્રસંગ હશે!! ભગવાનની પરંપરાથી ચાલ્યો આવેલો પાવનશ્રુતપ્રવાહ ધરસેનાચાર્યદેવ
જ્યારે પુષ્પદંત અને ભૂતબલિ મુનિવરોને ભણાવી રહ્યા ત્યારે નિર્વિઘ્નપણે શ્રુતનો અભ્યાસ પૂર્ણ થતાં ગીરનાર
ઉપર આવીને દેવોએ એ શ્રુતધારક સંતોની પૂજા કરી હતી.
મહાવીર ભગવાનની પરંપરાથી આવેલા જ્ઞાનનિધાનનો જે વારસો ધરસેનાચાર્યદેવ પાસેથી મળ્‌યો તે
અપૂર્વ વારસો કાયમ જળવાઈ રહે તે માટે પુષ્પદંત–ભૂતબલિ ભગવંતોએ “षट्खंडागम” ગૂંથીને એ જ્ઞાનને
ચિરંજીવી કર્યું. અને ચતુર્વિઘસંઘે જેઠ સુદ પાંચમે એ શ્રુતપૂજનનો મહાન ઉત્સવ અંકલેશ્વરમાં ઊજવ્યો, આજે
પણ એ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે ઉલ્લાસથી ઊજવાય છે.
શ્રી વીરસેન આચાર્યદેવે શ્રી धवला ટીકા રચીને એ षट्खंडागमનાં રહસ્યો ખોલ્યા... ને ઘણા લાંબા
કાળથી અપ્રસિદ્ધ રહેલું એ પાવનશ્રુત આજે સંતોના પ્રતાપે ફરીને પ્રસિદ્ધિમાં આવ્યું છે, એ પણ મહાન હર્ષનો
પ્રસંગ છે. જયવંત વર્તો એ દિવ્યશ્રુત અને એ શ્રુતધારક સંતો!