અહો, આત્માનું કલ્યાણ જેને કરવું હોય તેણે અત્યારે જ આ સમજવા જેવું છે. આત્માને ભવથી
હિતનો ઉદ્યમ કરે, –પહેલાંં બીજું કરી લઈએ પછી આત્માનું કરશું–એવી મુદત તે વચ્ચે ન નાંખે. વળી તેને એમ
પણ કાળની મર્યાદા ન હોય કે અમુક દિવસોમાં જ આત્મા સમજાય તો સમજવો છે, અમને બહુ ઝાઝો ટાઈમ
નથી. જ્યાં રુચિ હોય ત્યાં કાળની મર્યાદા હોય નહિ. જેને આત્માની રુચિ હોય–ખરેખરી ધગશ હોય તે
આત્માના પ્રયત્નને માટે કાળની મુદત બાંધતો નથી. અને આવી લગની હોય તેને આત્માનું હિત અલ્પકાળમાં
જરૂર સધાય છે. સંસારમાં જેને પૈસાની પ્રીતિ છે તે એમ મુદત નથી મારતો કે અમુક વખતમાં જ પૈસા મળે તો
લેવા–ત્યાં તો કાળની દરકાર કર્યા વગર પ્રયત્ન કર્યા જ કરે છે ને એમાં ને એમાં આખી જિંદગી વ્યર્થ ગૂમાવે છે.
તેમ જેને આત્માની રુચિ જાગી છે તે એમ મુદત નથી મારતો કે મારે અમુક વખત સુધી જ આત્માની સમજણનો
પ્રયત્ન કરવો. –તે તો કાળની દરકાર કર્યા વિના પ્રયત્ન કર્યાં જ કરે છે, ને તેને જરૂર આત્માનો અનુભવ થાય
છે. આત્માની રુચિના અભ્યાસમાં જે કાળ જાય તે પણ સફળ છે. હમણાં બહારના વેપાર–ધંધા વગેરે કામ કરી
લઈએ પછી નિરાંતે આત્માનું કરશું–આમ જે મુદત મારે છે તેને ખરેખર આત્માની દરકાર જાગી જ નથી. અરે,
મારા આત્માની દરકાર વગર અનંત–અનંત કાળ વીતી ગયો છતાં મારા ભવભ્રમણનો આરો ન આવ્યો, માટે
હવે તો આત્મા આ ભવભ્રમણથી છૂટે એવો ઉપાય કરું–આમ જેને અંતરથી આત્માર્થ જાગે તે આત્મ–હિતના
પ્રયત્ન સિવાય એક ક્ષણ પણ નકામી જવા દ્યે નહીં. અને એવો અપૂર્વ અંતરનો પ્રયત્ન ઊગે ત્યારે જ આત્મા
પ્રાપ્ત થાય તેવો છે. ભાઈ, તારું હિત બીજો કોઈ કરી દ્યે તેમ નથી, તું જ તારા સ્વભાવનો ઉદ્યમ કરીને તારું હિત
કર! સ્વભાવને ભૂલીને પરભાવથી તેં તારું અહિત અત્યાર સુધી કર્યું, હવે સત્સમાગમે યથાર્થ સ્વભાવને
સમજીને તું જ તારું અપૂર્વ હિત કર.
પરજીવ બચી