Atmadharma magazine - Ank 152
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
: ૧૪૦ : આત્મધર્મ જેઠ : ૨૪૮૨
જ્ઞાનીઓને ધર્મ થતો હશે–એમ માનીને પોતે પણ તેને જ ધર્મ માનીને પૂજા–ભક્તિ વગેરેમાં પ્રવર્તે છે.
જ્ઞાનીની એકલી બહારની શુભક્રિયા જોઈને અજ્ઞાની તેને ધર્મ માની લ્યે છે. પણ ચૈતન્ય ચીનગારીને જાણતો
નથી તેથી તેને ધર્મ થતો નથી. આ રીતે સ્વભાવને ન જોતાં સંયોગને જ અજ્ઞાની જુએ છે. જ્ઞાનીને
ઉપદેશનો ભાવ આવે ને હજારો–લાખો જીવોને હિતનો ઉપદેશ કરે, –ત્યાં અજ્ઞાનીને એમ લાગે કે આ બીજાનું
ભલું કરતા લાગે છે માટે તે જ ધર્મનો ઉપાય છે! પણ ભાઈ, તેં જે જોઈ તે ક્રિયા ખરેખર જ્ઞાનીએ કરી જ
નથી અને જ્ઞાનીએ જે ક્રિયા કરી છે તેને તો તું દેખતો નથી. ખરેખર વાણીની કે રાગની ક્રિયાના જ્ઞાની કર્તા
નથી, તેણે તો પોતાના જ્ઞાનાનંદસ્વભાવના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા જ કર્યા છે. ને તેના વડે જ ધર્મ થાય
છે. આ સમજ્યા વગર એકલી બહારની ક્રિયાની નકલ કરે તે તો વાંદરાની માફક ‘અક્કલ વગરની નકલ’
છે, તેમાં ધર્મ કે કલ્યાણ નથી.
મહાવીર ભગવાને સાડાબાર વર્ષ સુધી તપશ્ચર્યા કરી–એમ કહે, પરંતુ ભગવાનના આત્માએ અંતરમાં શું
કર્યું તે તો જાણે નહિ–ભગવાનની તપશ્ચર્યાનું સ્વરૂપ તો જાણે નહિ, –ને આહાર છોડીને પોતે પણ તપશ્ચર્યા કરી
એમ માની લ્યે, –પણ તેમાં કિંચિત્ ધર્મ નથી. અહો, ભગવાને તો અંતરના ચૈતન્યસ્વભાવમાં લીન થઈને
આનંદનો અનુભવ કર્યો હતો, ને તે આનંદની લીનતામાં આહારની વૃત્તિ જ ઊઠતી ન હતી, –એવી ભગવાનની
તપશ્ચર્યા હતી. ત્યાં અંતરમાં આનંદની લીનતા થઈ તેને તો મૂઢ જીવો દેખતા નથી ને એકલા બહારના આહાર–
ત્યાગને જ ધર્મ માની લે છે, તે પણ ઉપરના દ્રષ્ટાંતની માફક અક્કલ વગરની નકલ છે, તેમાં ધર્મ નથી.
ધર્મની સત્તા આત્મામાં છે, આત્માની સન્મુખ જેનું વલણ છે તેને સર્વત્ર ધર્મ થાય છે; અને આત્મ–
સન્મુખ નહિ પણ પર–સન્મુખ જેનું વલણ છે તે ગમે ત્યાં હો... વનમાં હો, મંદિરમાં હો, કે સાક્ષાત્ ભગવાન
પાસે હો... પણ તેને ધર્મ થતો નથી, કેમ કે ગુણ જ્યાં ભર્યા છે તેની સામે તો તે જોતો નથી. પોતામાં ગુણ ભર્યા
છે તેમાં જે દ્રષ્ટિ કરતો નથી તેને ધર્મ થતો નથી. અજ્ઞાનીને મિથ્યાશ્રદ્ધાથી આખો આત્મા ઢંકાઈ ગયો છે, તેને
યથાર્થ આત્મા ઓળખાવીને આચાર્યદેવ આત્માની પ્રસિદ્ધિ કરાવે છે, તેથી આ સમયસારની ટીકાનું નામ પણ
आत्मख्याति’ (આત્માની પ્રસિદ્ધિ) રાખ્યું છે.
ભાઈ, જ્ઞાનલક્ષણથી તારો આત્મા પ્રસિદ્ધ છે; આત્માને જ્ઞાનલક્ષણવાળો કહેતાં તે જ્ઞાનની સાથે આનંદ
વગેરે અનંતશક્તિઓ ભેગી જ છે. તેમાં એક પરિણામશક્તિ પણ છે; એક સાથે ઉત્પાદ–વ્યય–ધુ્રવતાથી
આલંબિત, સદ્રશ તેમજ વિસદ્રશરૂપ અસ્તિત્વને આત્મા પોતાની પરિણામશક્તિ વડે ધારી રાખે છે. આ
પરિણામશક્તિમાં ‘ધુ્રવઉપાદાન’ અને ‘ક્ષણિકઉપાદાન’ બંને સમાઈ જાય છે. સદ્રશતા અથવા ધુ્રવતા તે તો
ધુ્રવઉપાદાન છે અને વિસદ્રશતા અથવા ઉત્પાદ–વ્યય તે ક્ષણિકઉપાદાન છે. –આવી પરિણામશક્તિને ઓળખતાં
‘નિમિત્તથી કાર્ય થાય’ એવી પરાશ્રયબુદ્ધિ છૂટી જાય છે ને સ્વભાવ–આશ્રિત અનંત–ગુણોનું નિર્મળ પરિણમન
થાય છે. –આ જ સિદ્ધિનું સાધન છે.
આવા પોતાના આત્માને ઓળખવાનો પ્રયત્ન કરવો તે જ દરેકની પહેલી ફરજ છે. અત્યારે તો લોકો
બહારમાં ફરજ–ફરજ કરે છે, દેશની ફરજ, કુટુંબની ફરજ, પુત્રની ફરજ, યુવાનોની ફરજ–એમ અનેક પ્રકારે
બહારની ફરજ મનાવે છે ને મોટા મોટા ભાષણ કરે છે, –પણ અહીં તો કહે છે કે ભાઈ, એ બધી બહારની ફરજ
તે તો વૃથા વ્યથા છે, –મફતની હેરાનગતી છે. આ આત્માની સમજણ કરવી તે જ બધાયની ખરી ફરજ છે, –એ
ફરજ એકવાર બજાવે તો મોક્ષ મળે.
જુઓ, આ આત્માની ફરજ! બહારમાં ક્યાંય આત્માની ફરજ છે? –કે ના; બહારનું તો આત્મા કાંઈ કરી
શકતો નથી, છતાં ફરજ માને તે તો મિથ્યા–અભિમાન છે. તારો સ્વ–દેશ તો તારો આત્મા છે, અનંત ગુણથી
ભરેલો તારો અસંખ્યપ્રદેશી આત્મા જ તારો ‘સ્વદેશ’ છે, તેને ઓળખીને તેની સેવા કર, તે તારી ફરજ છે; એ
સિવાય બહારનો દેશ તે તો ‘પર–દેશ’ છે,