લૌકિ જન
જૈનધર્મના નામે પણ ઘણા લોકો પુણ્યને ધર્મ માને છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે એમ માને છે એટલે
રાગવડે જિનશાસનનો મહિમા માને છે, તેનો અહીં આચાર્યદેવ ખુલાસો કરે છે કે અરે ભાઈ! જિનેશ્વરદેવે તો
જિનશાસનમાં તે રાગને ધર્મ નથી કહ્યો લોકોત્તર એવો જે જૈનમાર્ગ તેમાં તો વ્રત–પૂજાદિના શુભરાગને પુણ્ય કહ્યું છે,
તેને ધર્મ નથી કહ્યો, પરંતુ લૌકિકજનો તેને ધર્મ માને છે. ભાવાર્થમાં તો પંડિત જયચંદ્રજીએ (દોઢસો વર્ષ પહેલાં),
વ્રત–પૂજાદિને જે ધર્મ માને છે તેને સ્પષ્ટપણે લૌકિકજન તથા અન્યમતિ કહ્યા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગભાવ તે જ ધર્મ છે, તે જ ભવના નાશનું કારણ છે, ને તેનાથી જ જિનશાસનની શ્રેષ્ઠતા છે.
શુદ્ધાત્માના અનુભવમાં જિનશાસન
અજ્ઞાની પોકાર કરે છે કે શું પુણ્ય તે જૈનધર્મ નથી?–તો અહીં બેધડક કહે છે કે ના, નથી. રાગદ્વેષ–
મોહરહિત શુદ્ધપરિણામ તે જ જૈનધર્મ છે. આચાર્યદેવે સમયસારની ૧પ મી ગાથામાં પણ સ્પષ્ટ કહ્યું છે કે જે
શુદ્ધઆત્માની અનુભૂતિ છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. અબદ્ધસ્પૃષ્ટ–અનન્ય–નિયત–અવિશેષ અને
અસંયુક્ત એવા સ્વભાવરૂપ શુદ્ધઆત્માને જે દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે.–બસ! શુદ્ધઆત્માના
અનુભવમાં આખું જિનશાસન આવી ગયું?–હા. એમાં જ જિનશાસન આવી ગયું ને એમાં જ જૈનધર્મ સમાઈ ગયો.
અહો, એક સમયસારની પંદરમી ગાથા અને બીજી આ ભાવપ્રાભૃતની ૮૩ ગાથા,–એમાં તો આચાર્યદેવે
આખા જૈનશાસ્ત્રનો નીચોડ ભરી દીધો છે. આ બે ગાથાનું રહસ્ય સમજે તો બધા પ્રશ્નોનો નીકાલ થઈ જાય. આમાં
તો અલૌકિકભાવો ભર્યા છે.
અરે, અત્યારે તો “જૈન” કુળમાં જન્મેલાને પણ જૈનધર્મના સ્વરૂપની ખબર નથી, બહારની ક્રિયામાં કે
પૂજા–વ્રતનાં શુભરાગમાં જ ધર્મ માની બેઠા છે, પણ તે કાંઈ જૈનધર્મનું સ્વરૂપ નથી. તેથી આચાર્યદેવે આ ગાથા
મૂકીને ખાસ ખુલાસો કર્યો છે કે વ્રત–પૂજાનો શુભરાગ તે જૈનધર્મ નથી, જૈનધર્મ તો મોહ–ક્ષોભ વગરનો એવો
વીતરાગભાવ છે. આ સમજ્યા વિના ‘અમારો જૈનધર્મ ઊંચો’ એમ ભલે બોલે, પણ ભાઈ, તું પોતે તો પહેલાં
જૈનધર્મનું સ્વરૂપ સમજ, જૈનધર્મની શ્રેષ્ઠતા કઈ રીતે છે તે ઓળખીને તેનું ગ્રહણ કર, તો તારું હિત થાય.
જિનશાસનમાં જિનવરોએ આમ કહ્યું છે –
આચાર્યદેવ તીર્થંકર ભગવંતોની સાખ આપીને કહે છે કે ‘जिनैः शासने भणितम्’ અનંતા તીર્થંકરો
જિનશાસનમાં થયા, અત્યારે પણ મહાવિદેહક્ષેત્રમાં સીમંધરભગવાન વગેરે ૨૦ તીર્થંકરો બિરાજે છે, તે તીર્થંકર
ભગવંતોએ જિનશાસનમાં આમ કહ્યું છે; –
શું કહ્યું છે? કે “पूजादिषु व्रतसहितं पुण्यं हि” પૂજાદિકમાં અને વ્રત સહિત હોય તો તે પુણ્ય છે. તો
ભગવાને ધર્મ કોને કહ્યો છે? કે “मोहक्षोभविहीनः परिणामः आत्मनः धर्मः”–મોહ–ક્ષોભ રહિત આત્માના
પરિણામ તે ધર્મ છે–એમ જિનેન્દ્ર ભગવંતોએ જિનશાસનમાં કહ્યું છે. આથી બીજી રીતે માને, એટલે કે રાગને–
પુણ્યને ધર્મ માને, તો તે ભગવાનના જિનશાસનનું સ્વરૂપ સમજ્યો નથી.
ધર્મીનાં વ્રત તે પુણ્ય કે ધર્મ?
અહીં વ્રતસહિતને પણ પુણ્ય કહ્યું; તેમાં વ્રત કહેતાં શ્રાવકના અણુવ્રત કે મુનિઓનાં મહાવ્રત એ બંને આવી
જાય છે. ખરા વ્રત સમ્યગ્દર્શન પછી પાંચમાં–છઠ્ઠા ગુણસ્થાને જ હોય છે. અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિને ખરા વ્રત હોતા નથી.
અજ્ઞાનીને તો ધર્મનું ભાન નથી; પરંતુ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને પણ વ્રતાદિની જે શુભવૃત્તિ ઊઠે તે પુણ્યબંધનું કારણ છે,
તે ધર્મ નથી. જેટલો અરાગભાવ (સમ્યગ્દર્શ–
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧૬૭ઃ