Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 21

background image
નાદિ) વર્તે છે તેટલો ધર્મ છે, તે જિનશાસન છે, ને જે વ્રતાદિનો રાગ કહ્યો છે તે ધર્મ નથી પણ પુણ્ય છે; પુણ્યને
જિનશાસનમાં ધર્મ નથી કહ્યો, મોહ–ક્ષોભ રહિત જે શુદ્ધચૈતન્ય પરિણામ તેને જ ધર્મ કહ્યો છે.
હૈયું હેઠું રાખીને શાંતિથી સાંભળ, ભાઈ!
છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગીસંત મુનિને પંચમહાવ્રતની જે શુભવૃત્તિ ઊઠે તે પણ ધર્મ નહિ;–આ વાત સાંભળે
ત્યાં અજ્ઞાની તો ભડકી ઊઠે છે. તેને રાગની રુચિ છે એટલે તે ભડકી ઊઠે છે. પણ ભાઈ! તું ધીરો થા....હૈયું હેઠું
રાખીને શાંતિથી આ વાત સાંભળ. રાગથી પાર ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેની તને ખબર નથી ને તેં રાગને જ ધર્મ
માન્યો છે. પણ ભાઈ, રાગ તો તારા વીતરાગી ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધભાવ છે, તેમાં તારો ધર્મ કેમ હોય?
પંચમહાવ્રતની વૃત્તિ વખતે પણ મુનિઓને અંતરમાં તે વૃત્તિથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધાજ્ઞાન લીનતાથી
જેટલો મોહનો ને રાગનો અભાવ થયો છે તેટલો ધર્મ છે, તે મોક્ષનું કારણ છે, ને જે રાગ રહ્યો છે તે ધર્મ નથી.
જેને આત્માના અમૃતના સ્વાદની ખબર નથી એવા અજ્ઞાનીઓ ઝેરના
ઘડાને અમૃતનો ઘડો માને છે.
અજ્ઞાનીને તો ધર્મનો અંશ પણ નથી; તે શુભરાગથી વ્રતાદિ પાળે તો તે પુણ્યનું કારણ છે; સમયસારમાં તો
તેને વિષકુંભ એટલે કે ઝેરનો ઘડો કહ્યો છે; અને સમકિતીને અંશે વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શનાદિધર્મ પ્રગટયો હોવા
છતાં, તેને પણ વ્રત–પૂજાદિનો જે શુભભાવ છે તે તો પુણ્યનું જ કારણ છે, ને સમયસારમાં તો તેને પણ નિશ્ચયથી
વિષકુંભ કહ્યા છે. શુદ્ધઆત્માના અનુભવને જ અમૃતકુંભ કહ્યો છે.
સમયસાર–મોક્ષઅધિકારમાં, જે શુભરાગરૂપ પ્રતિક્રમણાદિને વ્યવહારશાસ્ત્રો અમૃત કહે છે તેને નિશ્ચયથી ઝેર
કહ્યું છે.–એટલે શું? કે જેને આત્માના ચિદાનંદી સ્વભાવનું ભાન થયું છે, અતીન્દ્રિય અમૃતનો અનુભવ થયો છે પણ
હજી તેમાં લીન થઈને ઠર્યો નથી ત્યાં વચ્ચે જે વ્યવહારપ્રતિક્રમણાદિનો શુભરાગ આવે છે તે નિશ્ચયથી ઝેરકુંભ છે,
કેમકે તેમાં આત્માનું નિર્વિકલ્પ અમૃત લૂંટાય છે. જુઓ, આ કુંદકુંદઆચાર્યદેવની વાણી છે; તેમની તો કોઈ અદ્ભુત
રચના છે! વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માનીને જે રાગની મીઠાસ વેદે છે તે જીવ ઝેરના સ્વાદમાં મીઠાસ
માને છે, આત્માના અતીન્દ્રિય આનંદરૂપ અમૃતના સ્વાદની તેને ખબર નથી.
મોક્ષઅધિકારમાં શિષ્ય પૂછે છે કે પ્રભો! આપ તો પહેલેથી જ શુદ્ધઆત્માનું અવલંબન જ કરવાનું બતાવો
છો, પણ ત્યાં સુધી તો અમે નથી પહોંચી શકતા, માટે પહેલાં તો અમને આ શુભરાગરૂપ વ્યવહાર જ કરવા દ્યો ને!
વ્યવહાર કરતાં કરતાં શુદ્ધઆત્માના આનંદના અનુભવરૂપ અમૃતપદ પમાશે! માટે અમારે તો વ્યવહાર તે જ
અમૃતનો ઘડો છે.
ત્યાં આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તારો માનેલો વ્યવહાર તો એકલો ઝેરનો જ ઘડો છે, તેને તો અમે
વ્યવહારે પણ અમૃત નથી કહેતાં. અંતર્મુખ થઈને, રાગરહિત શુદ્ધઆત્માના અતીન્દ્રિયઆનંદનો અનુભવ થાય તે
સાક્ષાત્ અમૃતકુંભ છે,–તે જ નિશ્ચયથી અમૃત છે, અને એના લક્ષપૂર્વક વ્યવહાર પ્રતિક્રમણાદિનો જે શુભભાવ ધર્મીને
આવે છે તેને વ્યવહારે અમૃત કહ્યું હોવા છતાં નિશ્ચયથી તો તે પણ વિષકુંભ જ છે. જેને આચાર્યદેવે વિષકુંભ કહ્યો
તેને જૈનશાસન કેમ કહેવાય? રાગ તે જૈનશાસન નથી, જૈનશાસન કહો, જિનેન્દ્રદેવનો ઉપદેશ કહો, કે ભગવાનની
આજ્ઞા કહો,–રાગ કરવાની વીતરાગ ભગવાનની આજ્ઞા કેમ હોય? વીતરાગ ભગવાન રાગને ધર્મ કેમ કહે?
જિનશાસનમાં કયાંય પણ રાગથી ધર્મ થાય એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. વીતરાગીશ્રદ્ધા, વીતરાગી જ્ઞાન, ને
વીતરાગી આચરણરૂપ શુદ્ધભાવને જ જિનશાસનમાં ભગવાને ધર્મ કહ્યો છે અને તે જ ભાવિભવભંજક છે, પુણ્યમાં
ભાવિ–ભવનું ભંજન કરવાની તાકાત નથી.
ઃ ૧૬૮ઃ
આત્મધર્મઃ ૧પ૩