: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૭૯ :
(૩) અરહંત ભગવાનને ચાર અઘાતિકર્મો બાકી છે તેથી સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતા નથી.
ઉત્તર: ૪ अः– (૧) જીવના પરિણામથી કર્મોનું ઉત્કર્ષણ, અપકર્ષણાદિ થાય છે–એ કથન વ્યવહારનયનું
છે. કર્મોનું ઉત્કર્ષણ, અપકર્ષણાદિ થવું તે કર્મપુદ્ગલોની શક્તિ છે. કર્મપુદ્ગલો પોતાની શક્તિથી ઉત્કર્ષણ,
અપકર્ષણાદિરૂપે થાય છે એવું નિરૂપણ તે નિશ્ચય છે, અને જીવના પરિણામ તેમાં નિમિત્ત હોવાથી, જીવના
પરિણામથી થાય છે એવું નિરૂપણ તે વ્યવહાર છે, કેમકે તે પરાશ્રિત કથન છે.
(૨) પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લાગવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, –આ કથન
નિશ્ચયનયનું છે; કેમ કે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો તે કારણ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે
કાર્ય,–એ કારણ–કાર્યનું કથન સ્વાશ્રિત હોવાથી અને પરનાં કારણકાર્ય સાથે ભેળસેળ વિનાનું હોવાથી તે
નિશ્ચય છે.
(૩) અરહંત ભગવાનને ચાર અઘાતિ કર્મો બાકી છે તેથી તેઓ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતા નથી, –આ
કથન વ્યવહારનયનું છે. અરહંત ભગવાન પોતાની અસિદ્ધત્વરૂપ વિભાવની યોગ્યતાને કારણે સિદ્ધત્વને
પામતા નથી તે કથન સ્વાશ્રિત હોવાથી, અને કર્મ વગેરે પરદ્રવ્ય સાથે ભેળસેળ વિનાનું હોવાથી, નિશ્ચય છે.
અઘાતિ કર્મોના કારણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકતા નથી તે કથન પરદ્રવ્ય સાથે–મેળવીને–ભેળસેળ કરીને હોવાથી
વ્યવહાર છે.
પ્રશ્ન: ૪ ब:– નીચેના વાક્યોનો કારણ સહિત ઉત્તર આપો.
(૧) કોઈ વખતે ઉત્પાદાનથી કાર્ય થાય અને કોઈ વખતે નિમિત્તથી કાર્ય થાય–એ વાત બરાબર છે કે
નહિ?
(૨) કેવળીભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણે પણ તેના અપેક્ષિત ધર્મોને ન જાણે–એ વાત બરાબર છે
કે નહિ?
(૩) સમકિતીના શુભભાવમાં અંશે સંવર–નિર્જરા છે–એ કથન બરાબર છે કે નહિ?
ઉત્તર: ૪ ब:– (૧) કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય અને કોઈ વખતે નિમિત્તથી કાર્ય થાય આમ માનવું
તે સાચો અનેકાન્ત નથી પણ મિથ્યા અનેકાન્ત અર્થાત્ એકાન્ત છે. કાર્ય હંમેશાં ઉપાદાનથી થાય અને નિમિત્તથી
ન થાય–એમ સમજવું તે અનેકાન્ત છે; તેમાં જ અસ્તિ–નાસ્તિરૂપ અનેક ધર્મોથી વસ્તુની સિદ્ધિ થાય છે.
(૨) કેવળી ભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણે પણ તેના અપેક્ષિત ધર્મોને ન જાણે–આ કથન સાચું
નથી, કેમ કે કેવળી ભગવાન પોતાના કેવળજ્ઞાન વડે ત્રિકાળવર્તી સમસ્ત પદાર્થોને–તેના સર્વ ધર્મો સહિત
યથાસ્થિત, પરિપૂર્ણરૂપે, અત્યંત સ્પષ્ટ, એકસાથે જાણે છે. વળી કેવળજ્ઞાનનો કોઈ એવો જ અદ્ભુત અચિંત્ય
સ્વભાવ છે કે તે પોતપોતાના અનંત ધર્મો સહિત સર્વ દ્રવ્ય–ગુણ–પર્યાયોને યુગપત્ પ્રત્યક્ષ જાણી લે છે. આ
જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેય અજ્ઞાત રહે તો ખરેખર તેને કેવળજ્ઞાન જ ન કહેવાય. છદ્મસ્થ પણ અપેક્ષિત ધર્મને જાણે
છે તે સર્વજ્ઞ કેમ ન જાણે?
(૩) સમકિતીના શુભભાવમાં અંશે સંવર–નિર્જરા છે–આ કથન બરાબર નથી, કેમ કે શુભભાવ
આસ્રવતત્ત્વ છે. આસ્રવતત્ત્વ બંધનું કારણ છે. જે બંધનું કારણ હોય તે સંવર–નિર્જરાનું કારણ જ ન હોઈ શકે.
સંવર–નિર્જરા મોક્ષમાર્ગ છે. શુભભાવ બંધમાર્ગ છે. બંધમાર્ગ મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
સમકિતીને શુભ–ભાવના કાળે જે સંવર–નિર્જરા થાય છે તે શુભભાવથી નહિ, પણ અંતરમાં જેટલા અંશે
સ્વભાવની દ્રષ્ટિ–જ્ઞાન–સ્થિરતા પરિણમી છે તેના કારણે થાય છે. તે કાળે જેટલો શુભભાવ છે તેનાથી તો બંધ
જ છે.
પ્રશ્ન:– પ अ:– એવા ક્યા જીવો છે કે (૧) જેને જ્ઞાન અને દર્શનઉપયોગ બંને એકી સાથે હોય? અને
(૨) જેને બંને એક પછી એક હોય?
ઉત્તર: પ अ:– (૧) કેવળી ભગવાનને જ્ઞાન–ઉપયોગ અને દર્શનઉપયોગ બંને એકી સાથે હોય.
(૨) છદ્મસ્થ જીવને પહેલાંં દર્શનોપયોગ અને પછી જ્ઞાનોપયોગ–એમ એક પછી એક ઉપયોગ હોય.