: ૧૮૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
પ્રશ્ન: પ ब:– એવા કયા જીવો છે કે જેને (૧) સમ્યગ્દર્શન હોય પણ સકલચારિત્ર ન હોય? (૨)
સમ્યગ્દર્શન હોય પણ સમ્યગ્જ્ઞાન ન હોય? અને (૩) યથાખ્યાત ચારિત્ર હોય પણ કેવળજ્ઞાન ન હોય?
ઉત્તર: પ ब:– (૧) ચોથા અને પાંચમા ગુણસ્થાનવર્તી જીવોને સમ્યગ્દર્શન હોય અને સકલચારિત્ર ન
હોય. (૨) સમ્યગ્દર્શન હોય અને સમ્યગ્જ્ઞાન ન હોય એમ બને જ નહિ; કેમ કે તે બંને એક સાથે જ હોય છે.
(૩) અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવોને યથાખ્યાત ચારિત્ર હોય અને કેવળજ્ઞાન ન હોય.
પ્રશ્ન: પ क:– એવા ક્યાં જીવો છે કે જેને (૧) ચક્ષુદર્શન હોય અને સમ્યગ્દર્શન ન હોય? (૨) એકેય
શરીર ન હોય? અને (૩) માત્ર તૈજસ અને કાર્મણ શરીર હોય?
ઉત્તર: પ क:– (૧) ચતુરિન્દ્રય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ચક્ષુદ્રર્શન હોય
અને સમ્યગ્દર્શન ન હોય.
(૨) સિદ્ધભગવંતોને એકેય શરીર ન હોય.
(૩) વિગ્રહગતિવાળા જીવોને માત્ર તૈજસ અને કાર્મણ શરીર હોય.
પ્રશ્ન: ૬ अ:– (૧) શ્રી સીમંધર પરમાત્માને સર્વાંગેથી દિવ્ય ધ્વનિ છૂટયો. (૨) તેનું શ્રવણ કરતાં એક
ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, (૩) એક જીવને મતિજ્ઞાન ઉપયોગનો અભાવ થઈને વર્તમાનમાં
શ્રુતજ્ઞાન ઉપયોગ વર્તે છે અને (૪) તેનો અભાવ થતાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. –આ દરેક વાક્યોમાં ક્યો ક્યો
અભાવ લાગુ પડે છે, તે લખો.
ઉત્તર: ૬ अ:– (૧) સીમંધર પરમાત્માને સર્વાંગેથી દિવ્યધ્વનિ છૂટ્યો, તેમાં સીમંધર પરમાત્મા અને
સર્વાંગ વચ્ચે અત્યંતાભાવ છે, સર્વાંગ અને દિવ્યધ્વનિ વચ્ચે અન્યોન્યાભાવ છે.
(૨) તેનું શ્રવણ કરતાં એક ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. –તેમાં દિવ્યધ્વનિ અને ક્ષાયિક
સમ્યક્ત્વ વચ્ચે અત્યંતાભાવ છે.
(૩) એક જીવને મતિજ્ઞાન–ઉપયોગનો અભાવ થઈને વર્તમાનમાં શ્રુતજ્ઞાન–ઉપયોગ વર્તે છે. ત્યાં
શ્રુતજ્ઞાનોપયોગરૂપ વર્તમાન પર્યાયનો મતિજ્ઞાનોપયોગરૂપ પૂર્વપર્યાયમાં અભાવ તે પ્રાગભાવ છે.
(૪) તે શ્રુતજ્ઞાનોપયોગનો અભાવ થતાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. –તેમાં શ્રુતજ્ઞાનોપયોગરૂપ વર્તમાન
પર્યાયનો કેવળજ્ઞાનરૂપ આગામી પર્યાયમાં અભાવ તે પ્રધ્વંસાભાવ છે.
પ્રશ્ન: ૬ ब:– ભવ્યજીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. –તેમાં તેના છ કારકો સમજાવો.
ઉત્તર : ૬ ब:– ભવ્ય જીવે જ્ઞાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું.–તેમાં છ કારકો આ પ્રમાણે છે–
ભવ્ય જીવ સ્વતંત્રપણે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ ક્રિયાનો કર્તા હોવાથી (ભવ્ય જીવ) કર્તા છે.
ક્ષાયિક સમ્યક્ત્વ કર્તાનું ઈષ્ટ હોવાથી તે કર્મ છે.
ભવ્ય જીવે, સાધકતમ કરણ એવા પોતાના સમ્યક્ત્વગુણ વડે અથવા સમ્યક્ત્વગુણથી અભેદ એવા પોતાના
આત્મા વડે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે. માટે સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા સાધકતમ કરણ છે.
ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વરૂપ કાર્ય પોતાને માટે પ્રાપ્ત કરીને પોતાને દીધું. માટે ભવ્ય જીવ પોતે જ
સંપ્રદાન છે.
તે ભવ્ય જીવે ક્ષયોપશમ સમ્યક્ત્વરૂપ પૂર્વ ભાવનો વિનાશ કરી ધુ્રવ એવા પોતાના સમ્યક્ત્વગુણમાંથી
અથવા અભેદ અપેક્ષાએ પોતાના આત્મામાંથી, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. માટે ધુ્રવ એવો પોતાનો
સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા તે અપાદાન છે.
ભવ્ય જીવે પોતાના સમ્યક્ત્વગુણના આધારે અથવા અભેદ અપેક્ષાએ પોતાના આત્માના આધારે
ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. માટે પોતાનો સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા તે અધિકરણ છે.
–આ રીતે નિશ્ચયથી પોતાના છ કારકો પોતામાં જ છે.
પ્રશ્ન: ૬ क:– એક જીવે ક્રોધ ટાળીને ક્ષમા કરી–તેમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સમજાવો.
ઉત્તર: ૬ क:– એક જીવે ક્રોધ ટાળીને ક્ષમા કરી.–તેમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય આ પ્રમાણે છે–
જીવ જે સમયે ક્ષમા પરિણામે ઊપજ્યો તે ઉત્પાદ, તે જ સમયે ક્રોધ પરિણામનો વિનાશ થયો તે વ્યય અને
તે જ વખતે ચારિત્રગુણ અપેક્ષાએ સદ્રશ ટકી રહ્યો તે ધ્રૌવ્ય. –આમ એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય થાય છે.