Atmadharma magazine - Ank 156
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 41

background image
: ૨૨૮ : આત્મધર્મ (‘બ્રહ્મચર્ય અંક’–બીજો.) ૨૪૮૨ : આસો :
ધર્મ છે; તે સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે જીવ પહેલાંં પોતાના આત્મસ્વભાવનો નિર્ણય કરે છે.
શરૂઆતમાં, અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પોતાના આત્મ સ્વભાવનો નિર્ણય
કરે છે તેમાં હજી મનનું અવલંબન છે તેથી તેને ‘સમ્યગ્દર્શનનું આંગણું’ કહેવાય છે. મનનું
અવલંબન છોડીને સીધો સ્વભાવનો અનુભવ કરશે તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. ભલે પહેલાંં મનનું
અવલંબન છે પણ નિર્ણયમાં તો ‘અરિહંત જેવો મારો આત્મા છે’ એમ નક્કી કર્યું છે, એટલે તે
નિર્ણયમાં મનના અવલંબનની મુખ્યતા નથી પણ સ્વભાવ તરફના ઝૂકાવની મુખ્યતા છે, તેથી તેને
‘સમ્યગ્દર્શનનું અફર આંગણું’ કહ્યું છે.
[૩]
સમ્યગ્દર્શન પ્રગટાવવા માટે આ અલૌકિક અધિકાર છે. આ અધિકાર સમજીને યાદ રાખવા
જેવો છે ને આત્મામાં વાગોળવા જેવો છે. નિર્ણય–દ્વારા સ્વભાવના આંગણે આવ્યા પછી અંદર
ઊતરીને સ્વભાવનો અનુભવ કરવામાં અનંતી અપૂર્વ પુરુષાર્થ છે. આ ચૈતન્યભગવાનને આંગણે
આવ્યા પછી–એટલે કે મન વડે આત્મસ્વભાવને જાણ્યા પછી–ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને
અનુભવ કરવા માટે અપૂર્વ પુરુષાર્થ કરે તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, પણ જે
જીવો શુભવિકલ્પમાં અટકી જાય છે તેઓ પુણ્યમાં અટકી જાય છે, તેમને સમ્યગ્દર્શન થતું નથી.
પરંતુ અહીં તો જે જીવ સ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં વળીને અનુભવ કરે જ–એવી
અપ્રતિહતપણાની જ વાત છે, આંગણે આવેલો પાછો ફરે એવી વાત જ નથી.
[૪]
જુઓ, ભાઈ! આ જ આત્માના હિતની વાત છે. સંસારમાં પરિભ્રમણ કરતાં જીવે આ
સમજણ પૂર્વે અનંત કાળમાં એક સેકંડ પણ નથી કરી. એક સેકંડ પણ જે આવી સમજણ કરે તેને
ભવનો નાશ થયા વિના રહે નહિ. જેણે આવી સમજણ કરીને સમ્યગ્દર્શન કર્યું તે જીવ મોક્ષના
આંગણે આવી ગયો. ભલે તેને આહાર વિહારાદિ હોય પણ આત્માનું લક્ષ એક ક્ષણ પણ દ્રષ્ટિમાંથી
છૂટતું નથી, આત્મસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તે કોઈ પ્રસંગે ખસતો નથી; તેને ક્ષણે ક્ષણે ધર્મ
થયા કરે છે.
અંતર્મુખ થઈને આત્માના સ્વસંવેદનથી જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું તે સમકિતીને
ભગવાનનાં દર્શન થઈ ગયા, આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો, આનંદનું વેદન થઈ ગયું, સ્વાનુભવ
થઈ ગયો, નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ, અનંત ભવનો નાશ થઈ ગયો, સિદ્ધદશાના સંદેશ આવી
ગયા, આત્માની મુક્તિના ભણકાર આવી ગયા. સમકિતી ધર્માત્માની આવી દશા હોય છે,––ભલે તે
અવ્રતી હોય.... ભલે તિર્યંચ હોય.... કે ભલે નરકમાં હોય.
[૫]
આ સમ્યગ્દર્શનની અપૂર્વ મંગલકારી વાત છે..... બરાબર લક્ષ રાખીને સમજવા જેવી છે.....
જો આત્માનું લક્ષ રાખીને અંતરમાં આ વાત સમજે તો અનંતકાળે નહિ મળેલો એવો અપૂર્વ
સમ્યગ્દર્શનનો લાભ થાય. –આ વાત સાંભળવા મળવી પણ મોંઘી છે. આ સમજવામાં સ્વભાવનો
અપૂર્વ પુરુષાર્થ છે. સ્વભાવના અનંત પુરુષાર્થ વગર જો તરી જવાતું હોત તો તો બધા જીવો મોક્ષમાં
ચાલ્યા જાત! પુરુષાર્થ વગર આ સમ–