
હશે. આ વિલાસી ઉચ્છૃંખલતાના કાળમાં, માનવો પણ મુશ્કેલ પડે એવો આ પ્રસંગ છે. પરમ પૂજ્ય ગુરુદેવના
પ્રતાપે અનેક પ્રકારની પ્રભાવના થઈ રહી છે તેમાંનો આ એક પ્રકાર છે. પૂજ્ય ગુરુદેવ પોતે આત્માનુભવ કરી
મુમુક્ષુઓને જ્ઞાનમૂર્તિ આત્માનાં દર્શન કરવાનો એકધારો પાવનકારી ઉપદેશ આપી રહ્યા છે. “તે જ્ઞાનમૂર્તિનાં
દર્શન કરી ભવસાગર કેમ તરીએ?” એવી ભાવનાવાળા જીવોને તે દર્શન ન થાય ત્યાં સુધી તેની જ ગડમથલ
કરતાં કરતાં અનેક પ્રકારના શુભ રાગ આવે છે. ગુરુદેવના પુનિત પ્રતાપે ગામોગામ અનેકાનેક જીવો જ્ઞાનમૂર્તિ
આત્માની પ્રાપ્તિ અર્થે આધ્યાત્મિક વાંચન કરે છે, વિચાર કરે છે, મંથન કરે છે, આત્મસ્વરૂપની ઝંખના કરે છે.
આ એક ઊંચા પ્રકારનો શુભ ભાવ છે. વળી ગુરુદેવે ઉપદેશેલા સર્વજ્ઞસ્વભાવી આત્માનો અનુભવ ન થાય ત્યાં
સુધી અનેક જીવોને સર્વજ્ઞ જિનેશ્વરદેવો પ્રત્યે ભારે ભક્તિ–ઉલ્લાસનો પ્રમોદભાવ આવે છે, આ રીતે ગુરુદેવના
પ્રતાપે ઉલ્લાસપૂર્ણ ભક્તિનો પણ ભારે પ્રવાહ વહ્યો છે. ‘સ્ત્રી–પુત્ર–ધનાદિથી ભિન્ન એવો તું પરમ પદાર્થ છે,’
એવા ગુરુદેવના સ્વાનુભવયુક્ત ઉપદેશથી અનેક જીવોને ધનની તૃષ્ણા ઘટી અનેક ગામોમાં ભવ્ય જિનમંદિરોનાં
નિર્માણ થયાં છે. વળી ગુરુદેવના નિમિત્તે જુદા જુદા જીવોને યોગ્યતાનુસાર જુદા જુદા પ્રકારના સદ્ગુણો
કેળવાયા છે. ગુરુદેવના શુદ્ધ ઉપદેશના પ્રતાપે આનંદધામ આત્માની ઓળખાણનો યથાશક્તિ પ્રયત્ન કરનાર
જીવોમાં કેટલાક પાત્ર જીવોને વૈરાગ્ય પ્રગટી બ્રહ્મચર્ય–અંગીકારના શુભભાવ પણ આવે છે. એ રીતે અનેક
જીવોએ સજોડે બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે અને કેટલાક તો આજન્મ બ્રહ્મચારી રહ્યા છે.
છે–એમ જાણતાં છતાં તેમણે આ જીવન બ્રહ્મચર્ય અંગીકાર કર્યું છે. ઘણા લોકો તો બ્રહ્મચર્યનું ફળ મોક્ષ જ માને
છે અને કહે છે કે ‘એક ભવપર્યંત એ અસિધારા જેવું દુઃખમય બ્રહ્મચર્ય ગમે તેમ કરીને પાળી લઈએ તો કાયમનું
મુક્તિસુખ મળી જાય.’ શુભભાવનું આવું મોટું ફળ માનનારાઓમાં પણ બ્રહ્મચર્ય અંગીકાર કરનાર અત્યંત જૂજ
નીકળે છે. પૂજ્ય ગુરુદેવની સ્વાનુભવઝરતી વાણી તો