Atmadharma magazine - Ank 158
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
: માગશર: ૨૪૮૩ : ૧૫ :
પરિપૂર્ણ આનંદમાં કોઈ વિઘ્ન નથી, જ્ઞાનમાં કોઈ આવરણ નથી; રાગાદિ વિકાર કે કર્મનો સંબંધ તેમને
રહ્યો નથી;–આવા અનંત સિદ્ધભગવંતો લોકોના અગ્રભાગે બિરાજમાન છે, –પોતાના અતીન્દ્રિય આનંદના
ભોગવટામાં જ લીન છે. –આવી સિદ્ધદશા તે આત્માનું ધ્યેય છે, તે જ આત્માનું ઈષ્ટ છે. શાસ્ત્રકર્તા પૂજ્યપાદ
સ્વામીને તેમજ વ્યાખ્યાતા અને શ્રોતાજનોને આવું શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા છે તેથી તેવા
શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર કરીને શરૂઆત કરી છે. જેને જે વહાલું હોય તેને જ તે નમસ્કાર કરે
છે. શાસ્ત્રકર્તાને, વ્યાખ્યાતાને તેમજ શ્રોતાજનોને સિદ્ધપદની પ્રાપ્તિની જ ભાવના છે, ને તેને માટે જ અનુષ્ઠાન
(ઉપાય) કરે છે, તેથી સિદ્ધભગવાનનું બહુમાન કરીને તેમને નમસ્કાર કર્યા છે: અહો! અમને આ એક સિદ્ધપદ
જ પરમપ્રિય છે, તે સિવાય રાગાદિ કે સંયોગ અમને પ્રિય નથી; માટે શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર
કરીને શુદ્ધ આત્માનો જ અમે આદર કરીએ છીએ.
જેમ બાણવિદ્યા શીખવાનો અભિલાષી પુરુષ બાણવિદ્યા જાણનારનું બહુમાન કરે છે, તેમ મોક્ષનો
અભિલાષી જીવ મોક્ષ પામેલા એવા સિદ્ધભગવાનનું તેમજ અરહંતભગવાન વગેરેનું બહુમાન કરીને તેમને જ
નમસ્કાર કરે છે.
આ રીતે પહેલા શ્લોકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કરીને મંગળાચરણ કર્યું. ।। ।।
અરિહંતપ્રભુ પ્રભુતા બતાવે છે
શ્રી અરિહંત ભગવાન કહે છે કે: અહો! પૂર્ણ ચૈતન્યઘન
સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરીને તેમાં અંર્તમુખ એકાગ્રતાથી અમે
કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; અને દરેક જીવના અંતરમાં ચૈતન્ય
દરિયો છલોછલ છલકાઈ રહ્યો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરવી તે
સમ્યગ્દર્શન છે. આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન
કર્યા સિવાય બીજી કોઈ રીતે સાચું સમ્યક્ત્વ થતું નથી. દરેક
આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; વર્તમાન અવસ્થામાં
અપૂર્ણતા ભલે હો, પણ તે અપૂર્ણતા સદા રહ્યા કરે–એવું તેનું
સ્વરૂપ નથી. પર્યાયથી પણ પરિપૂર્ણ થવાનું દરેક આત્માનું
સામર્થ્ય છે. આવા આત્મસ્વભાવને ઓળખીને તેના અનુભવથી
જ ધર્મની શરૂઆત થાય છે.
–પ્રવચનમાંથી