Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
: પોષ: ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
પ્રદેશ છે, ગીચ જંગલ અને ઝાડીવાળો પ્રદેશ છે. ગુજરાત દેશનો વિહાર પૂરો કરીને હવે અમે મહારાષ્ટ્ર દેશમાં
પ્રવેશ કર્યો. સમ્મેદશિખરજી તીર્થધામની યાત્રા માટે પૂ. ગુરુદેવ સાથે સાથે વનજંગલના પ્રદેશોમાંથી વિચરતાં
વિચરતાં ક્યારેક ક્યારેક અમને આહારદાનનો પણ લાભ મળતો, ને તેથી આનંદ થતો.
અહીં તલાસરીના વનમાં ફરવા જતાં પૂ. ગુરુદેવને વૈરાગ્યની ને ધ્યાનની ભાવનાઓ જાગી હતી. સાંજે
પૂ. ગુરુદેવ અમને ભક્તજનોને અહીંનું વન બતાવવા તેડી ગયા હતા ને ગુરુદેવની સાથે વનમાં બેસીને
વનવાસી મુનિવરોની સ્તુતિ કરી હતી. આજે કુંદકુંદ પ્રભુની આચાર્યપદવીનો દિવસ અને વનમાં મુનિઓની
સ્તુતિનો પ્રસંગ બનતાં સૌને આનંદ થયો હતો. (આ પ્રસંગનું વિશેષ વર્ણન હવે પછી આવશે.)
ભીમંડી અને શીવનગર
માગસર વદ ૯–પૂ. ગુરુદેવ કાસા ગામે પધાર્યા ને અહીં શિક્ષણશિબિરમાં ૨૦૦ મરાઠી શિક્ષકો વચ્ચે પૂ.
ગરુદેવે એક વૃક્ષ નીચે, સાત વ્યસનના ત્યાગ બાબત સરસ પ્રવચન કર્યું. બીજે દિવસે કાસાથી મનોર આવ્યા.
મનોરથી ખુપરી ગામે થઈને સાંજે અંબાડી ગામે આવ્યા. અહીંના એકાંત–શાંત વાતાવરણમાં પૂ. ગુરુદેવ
“એકાકી વિચરતો......” ઈત્યાદિ ભાવના બોલ્યા હતા. માગસર વદ ૧૨ના રોજ પૂ. ગુરુદેવ ભીમંડી પધાર્યા.
ભક્તોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું. મુંબઈથી પણ ૫૦૦ જેટલા ભક્તો પ્રવચન સાંભળવા આવ્યા હતા... સાંજે
ભીમંડીથી વિહાર કરીને થાણા પધાર્યા. થાણાના શ્વેતાંબર મંદિરમાં શ્રી સીમંધર ભગવાનની મૂર્તિ પણ છે.
માગસર વદ તેરસે પૂ. ગુરુદેવ ભીમંડીથી શીવ પધાર્યા... વચ્ચે ઘાટકોપર, કુરલા, મુલન્દ વગેરે સ્થળે
સેંકડો ભક્તજનોએ ઉમંગથી ગુરુદેવનું સ્વાગત કર્યું. શીવમાં ભવ્ય સ્વાગત થયું ને મંગલ પ્રવચનમાં પૂ. ગુરુદેવે
“શિવનગરીમાં પ્રદેશ કઈ રીતે થાય” તે સમજાવ્યું.
મુંબઈનું મહાવીરનગર
માગસર વદ ચૌદસના રોજ શીવથી વિહાર કરીને પૂ. ગુરુદેવ મુંબઈ શહેરમાં પધાર્યા... મુંબઈના હજારો
ભક્તોએ ઘણા ઉમંગથી ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું. મુંબઈની અટારીઓ ગુરુદેવના દર્શન માટે ઊભરાઈ ગઈ
હતી... લાખો લોકોએ ઉત્સુકતાથી ગુરુદેવના દર્શન કર્યા. આજે મુંબઈ નગરી ઠેર ઠેર શણગારથી ઘણી શોભતી
હતી. પૂ. ગુરુદેવના પ્રવચનમાં સવારે–બપોરે સાત–આઠ હજાર શ્રોતાઓ આવતા..પૂ. ગુરુદેવ મુંબઈમાં ૧૭
દિવસ રહ્યા તે દરમિયાન મુંબઈની જનતાએ જે ઉત્સાહથી લાભ લીધો છે ને જે પ્રભાવના થઈ છે તે જોઈને
લોકો ચકિત થઈ જતા હતા. મુમ્માદેવી પ્લોટમાં મહાવીરનગરમાં પ્રવચનમંડપ હતો, તેનું પ્રવચનસભા વખતનું
દ્રશ્ય અદ્ભુત લાગતું. અહીં પાંચ દિગંબર જિનમંદિર (ભૂલેશ્વર, કાલબાદેવી, ગુલાલવાડી તથા ચોપાટી ઉપર
કાચના બે મંદિર) છે ત્યાં પૂ. ગુરુદેવ દર્શન કરવા પધાર્યા હતા ને હીરા–માણેકથી જિનેન્દ્ર ભગવાનને વધાવ્યા
હતા. અહીં ઝવેરી બજાર તરફ નવું દિ. જિનમંદિર પૂ. ગુરુદેવના પ્રભાવે બંધાઈ રહ્યું છે; મુંબઈના પ્રમુખશ્રીએ
આ જિનમંદિરના પાયામાં પૂ. ગુરુદેવના પાવન હસ્તે શિલારોપણ કરાવ્યું હતું... મુંબઈમાં પૂ. ગુરુદેવનું જે ભવ્ય
સ્વાગત થયું તેની પ્રશંસનીય નોંધ મુંબઈના અનેક પત્રકારોએ લીધી હતી. શ્રી જયપુરના સંઘ તરફથી
(પ્રતિષ્ઠિત ૩૦૦ વ્યક્તિઓની સહી કરેલ) આમંત્રણ પત્ર આવ્યું હતું તેમાં પૂ. ગુરુદેવને જયપુરમાં ચોમાસું
રહેવા માટે વિનતિ કરવામાં આવી હતી. આ સિવાય ઇંદોર, કલકત્તા, દિલ્હી વગેરે અનેક સ્થળેથી પણ આમંત્રણ
આવ્યા હતા. અહીંના મ્યુઝીયમમાં શ્રી બાહુબલી ભગવાનના (૧૨૦૦ વર્ષ પુરાણા) પ્રતિમાજી છે તથા બીજા
પણ અનેક પ્રતિમાઓ છે. મુંબઈમાં જિનમંદિરોમાં સોનગઢના ભક્તજનોએ ધામધૂમપૂર્વક મહાન પૂજન ભક્તિ
વગેરે કર્યા હતા, ને પૂજનાદિનો ઉત્સાહ જોઈને મુંબઈના ભક્તજનોને આશ્ચર્ય અને આનંદ થયા હતા. પૂ.
ગુરુદેવ ૮–૧૦ હજાર શ્રોતાઓની સભામાં જ્યારે હલકપૂર્વક ગદગદવાણીથી ભગવાનની ભક્તિ વગેરેનું વર્ણન
કરતા ત્યારે સભા એકદમ સ્તબ્ધ બની જતી હતી ને વૈરાગ્યની મસ્તી જામતી. ગુરુદેવના આગમનથી આ
મોહમયી–નગરી જાણે કે ધર્મનગરી બની ગઈ હતી. રવિવારે શ્રી જિનેન્દ્ર ભગવાનની મહાન્ ભવ્ય રથયાત્રા
ઘણા ઉલ્લાસ અને ભક્તિપૂર્વક નીકળી હતી.
મોટરદ્વારા યાત્રા–પ્રયાણ
મુંબઈમાં ૧૭ દિવસ રહીને, પોષ સુદ પૂર્ણિમાના