Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 21

background image
: ૮ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
પૂ. ગુરુદેવે પહેલી જ વાર અર્ધ્ય ચડાવ્યો
માગસર સુદ ૧૩ સવારમાં પાર્શ્વપ્રભુના દર્શન કરીને પૂ. ગુરુદેવ ભરૂચથી અંકલેશ્વર તરફ પધાર્યા... આ
ભગસાગરને સમ્યક્ત્વરૂપી સેતુ દ્વારા ઓળંગી જઈએ. એવી ભાવના ભાવતાં ભાવતાં ગુરુદેવની સાથે સાથે
નર્મદા નદીનો ૧ માઈલ લાંબો પૂલ ઓળગી ગયા... હવે અમે પુષ્પદંત–ભૂતબલિ જેવા મહાન્ શ્રુતધર સંતોની
પાવનભૂમિમાં જતા હતા. જે ભૂમિમાં એ મહાન્ સંતો પૂર્વે વિચર્યા તે ભૂમિમાં વર્તમાન સંતોની સાથે વિચરતાં
બહુ આનંદ થતો હતો.
અંકલેશ્વર ૭ાા વાગે પહોંચ્યા, ત્યાંથી સીધા પાંચ માઈલ સજોદ ગામે પૂ. ગુરુદેવ સાથે ગયા. અહીં
બિરાજમાન શ્રી શીતલનાથ ભગવાન અદ્ભુત છે, જાણે ચોથા કાળના હોય એવા પ્રતિમાજી છે ને સન્મુખ
બેસતાં જ આત્મધ્યાનની પ્રેરણા જાગે છે. ગુરુદેવે અને ભક્તજનોએ ઘણા જ ભાવથી પ્રભુજીને સર્વાંગે
નિહાળ્‌યા... સ્તુતિ કરી... અને અર્ધ્ય ચડાવ્યો... અહીં પૂ. ગુરુદેવે શ્રી જિનેન્દ્રદેવને અર્ધ્ય ચડાવવાની પહેલી જ
વાર શરૂઆત કરી, ગુરુદેવ ભાવપૂર્વક જ્યારે ભગવાનને અર્ધ્ય ચડાવતા હતા ત્યારનું દ્રશ્ય ઘણું ભક્તિભર્યું હતું
ને એ દ્રશ્ય દેખીને ભક્તોને ઘણો હર્ષ થતો હતો.
શ્રુતધામ અંકલેશ્વર
સજોદમાં શ્રી શીતલનાથ ભગવાનના દર્શન કરીને પૂ. ગુરુદેવ શ્રુતધામ અંકલેશ્વરમાં પધાર્યા... ભક્તોએ
પ્રેમથી સ્વાગત કર્યું. બે હજાર વર્ષ પહેલાંં અહીં શ્રુતનો મોટો ઉત્સવ ઊજવાયો હતો... ગામમાં લગભગ
૨૦,૦૦૦ની વસ્તી છે, દિ. જૈનોના ૨૦ ઘર છે; ચાર પુરાણા જિનમંદિરો છે, તેમાં અનેક પુરાણા જિનપ્રતિમા
બિરાજમાન છે. અનેક સ્થળે મુનિઓના પ્રતિમા પણ છે. સાંજે શ્રુતધર સંતોની અને જિનવાણીમાતાની અદ્ભુત
ભક્તિ પૂ. બેનશ્રીબેને કરાવી હતી. આ અંકલેશ્વરની યાત્રાનું વિશેષ વર્ણન હવે પછી આપશું.
સુરતનું શાનદાર સ્વાગત
માગસર સુદ ૧૪–અંકલેશ્વરથી પૂ. ગુરુદેવ કીમ ગામે પધાર્યા; ને પૂર્ણિમાના રોજ સુરત પધાર્યા. પૂ.
ગુરુદેવને સત્કારવા સુરત થનગની રહ્યું હતું... ને સુરતની સુરત જ જાણે બદલાઈ ગઈ હતી. ગુરુદેવ પધારતાં
સુરતની જનતાએ ઉમંગભેર સ્વાગત કર્યું. ચંદાવાડીમાં ઊતારો હતો... અનેક જિન–મંદિરો છે તેના દર્શન કર્યા.
બપોરે બીસન્ટ હાલમાં પ્રવચન હતું ને હજારોની સંખ્યામાં જનતા શ્રવણ કરવા આવી હતી. રાત્રિચર્ચામાં પણ
મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ લાભ લેતા હતા.
માગસર વદ એકમે, સુરતથી ૩ માઈલ દૂર કતાર ગામે પૂ. ગુરુદેવ અને સૌ ભક્તજનો આવ્યા, ત્યાં શ્રી
કુંદકુંદસ્વામી, ધરસેન–પુષ્પદંત–ભૂતબલિસ્વામી, જંબુસ્વામી, વિદ્યાનંદીસ્વામી, રવિસેનસ્વામી, જયસેનસ્વામી,
યોગીન્દુસ્વામી, જિનસેનસ્વામી, અકલંકસ્વામી વગેરે અનેક સંતોના પુનિત ચરણકમળ છે. ત્યાં ભક્તિથી દર્શન
કર્યા. અહીંનું વાતાવરણ ઉપશાંત હતું... ત્યાં દર્શન–ભક્તિ કરીને સૌ પાછા સુરત આવ્યા. પ્રવચન બાદ
જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. અહીં ચંદાવાડીના જિનમંદિરમાં એક નાનકડા સુવર્ણ–પ્રતિમા હતા. રાત્રે ચર્ચામાં
પૂ. ગુરુદેવે આત્માના શાંતરસનું (–સમકિતીના આનંદનું) અદ્ભુત વર્ણન કર્યું હતું. પૂ. ગુરુદેવ સુરત પધારતાં
બે દિવસમાં ઘણી પ્રભાવના થઈ, ને મૂલચંદ કિસનદાસ કાપડિયા, વગેરે દિ. સમાજના સૌ જિજ્ઞાસુઓ ઘણા
પ્રસન્ન થયા. ‘જૈનમિત્ર’માં આ પ્રસંગની ભાવભરી નોંધ પ્રગટ થઈ હતી.
માગસર વદ બીજે, સવારમાં જિનેન્દ્રદેવના દર્શન કરીને પૂ. ગુરુદેવ સુરતથી પલસાણા પધાર્યા; ત્રીજને
દિવસે નવસારી પધાર્યા; ને ચોથના રોજ ચીખલી ગામે પધાર્યા. ચીખલીમાં લોકોએ પ્રેમથી સ્વાગત કર્યું... બપોરે
થીએટરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન હતું. આખું થીએટર વિદ્યાર્થી ભાઈ–બહેનોથી ચીક્કાર ભરાઈ ગયું હતું. પ્રવચન
બાદ અહીંના હેડ માસ્તરે પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો પ્રમોદ બતાવ્યો હતો.
પાંચમના રોજ ચીખલીથી વલસાડ આવ્યા... ગીતાસદનમાં સુંદર પ્રવચન થયું... સાંજે એક ગૃહચૈત્યમાં
પાર્શ્વનાથ પ્રભુના દર્શન કરવા ગુરુદેવ પધાર્યા હતા. રાત્રે ચર્ચામાં પુણ્ય અને પુરુષાર્થ બાબત સરસ ચર્ચા ચાલી હતી.
આદિવાસીનો પ્રદેશ
છઠ્ઠના રોજ વલસાડથી વાપી ગામે આવ્યા... ને બીજે દિવસે (સાતમ–આઠમ ભેગા) તલાસરી ગામે
આવ્યા... હવેના આ ગામો તે આદિવાસી લોકોનો