એકલું જ્ઞાન જ નથી પણ આનંદ વગેરે અનંતશક્તિઓ પણ નિર્મળ પર્યાયસહિત અનુભવાય છે. એકેક શક્તિનો
જુદો જુદો અનુભવ નથી પણ અભેદ આત્માના અનુભવમાં અનંતશક્તિનો રસ ભેગો જ છે. તે ઓળખાવવા
અહીં આત્માની શક્તિઓનું અદ્ભુત વર્ણન આચાર્યદેવે કર્યું છે. તેમાં ૨૪મી ‘નિયનપ્રદેશત્વ શકિત’ છે. તે કેવી
છે?–“આત્માનું નિજક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, તે અનાદિસંસારથી માંડીને સંકોચ–વિસ્તારથી લક્ષિત છે અને
મોક્ષદશામાં તે ચરમશરીરના પરિમાણથી કંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે; આવું લોકાકાશના માપ
જેટલા અસંખ્ય આત્મ–અવયવપણું તે નિયત–પ્રદેશત્વ શક્તિનું લક્ષણ છે.”–આવી પણ એક શક્તિ આત્મામાં છે.
સંખ્યા છે તેટલી જ આત્માના અવયવોની સંખ્યા છે; અને તે દરેક અવયવ જ્ઞાન–આનંદ વગેરે શક્તિથી
ભરેલા છે.
સંસારદશામાં તે તે શરીરપ્રમાણે આત્માના પ્રદેશોનો સંકોચ–વિસ્તાર થાય છે. હાથીના મોટા શરીરમાં જે આત્મા
રહેલો છે તેના અસંખ્ય પ્રદેશો તેટલા વિસ્તાર પામ્યા છે, ને કીડીના શરીરમાં જે આત્મા રહેલો છે તેના અસંખ્ય
પ્રદેશો તેટલા સંકોચ પામ્યા છે, છતાં અસંખ્ય પ્રદેશો તો બંનેમાં સરખા જ છે.