આનંદ એમ ભિન્ન ભિન્ન ક્ષેત્ર નથી, પણ એકેક પ્રદેશે સર્વે ગુણો એક સાથે રહેલા છે. એટલે, એક પ્રદેશે સર્વે
ગુણો છે પણ એક પ્રદેશે સર્વે પ્રદેશો નથી.
થયા જ કરે એવો પણ આત્માનો સ્વભાવ નથી; અસંખ્યપ્રદેશ અનંતગુણથી ભરેલા કાયમ રહ્યા કરે–એવો
સ્વભાવ છે. સિદ્ધદશા થતાં આત્માના અસંખ્ય પ્રદેશો સંકોચ–વિસ્તાર થયા વિના એમ ને એમ સ્થિર રહી જાય
છે. સંકોચ–વિકાસરૂપ ભિન્ન ભિન્ન આકારો–વડે આત્મા એકરૂપ લક્ષિત થતો નથી, કેમકે કોઈ પણ આકાર
ત્રિકાળ નથી રહેતો, તેથી સંકોચ–વિસ્તારવડે તો માત્ર એક સમયનો વ્યવહાર લક્ષિત થાય છે, ને આત્માનું
અસંખ્યપ્રદેશીપણું તો ત્રિકાળ એકરૂપ રહે છે, એટલે તે દ્રવ્યનો સ્વભાવ છે. –આમ હોવા છતાં એકલું અસંખ્ય
પ્રદેશીપણું તે કાંઈ આત્માનું લક્ષણ નથી, કેમ કે અસંખ્યપ્રદેશીપણું તો ધર્માસ્તિકાય વગેરે જડ દ્રવ્યોમાં પણ છે;
આત્માનું લક્ષણ તો ‘જ્ઞાન’ છે, તેના વડે જ આત્મા લક્ષિત થાય છે. અહીં ‘જ્ઞાનલક્ષણ’ તેને જ કહ્યું કે જે જ્ઞાન
અંતર્મુખ થઈને આત્માને લક્ષિત કરે,–આત્માને પ્રસિદ્ધ કરે,–આત્માનો અનુભવ કરે. જો રાગ સાથે એકતા કરીને
રાગને જ પ્રસિદ્ધ કરે–તેનો જ અનુભવ કરે, ને રાગથી ભિન્નપણે આત્માને ન પ્રસિદ્ધ કરે,–ન અનુભવે તો તે
જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે, ને તેને આચાર્યદેવ આત્માનું લક્ષણ નથી કહેતા. અહીં તો જ્ઞાનવડે
પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ કરવાની વાત છે; જે જ્ઞાન પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ ન કરે ને પરને જ
પ્રસિદ્ધ કરે તો તો તે પરનું લક્ષણ થઈ ગયું, તે આત્માનું લક્ષણ ન થયું.–એટલે કે તે જ્ઞાન મિથ્યા થયું.
આત્મામાં જ એવી લાયકાત છે કે તેના પ્રદેશો સંસાર–અવસ્થામાં સંકોચ–વિકાસ પામે. તે ઉપરાંત અહીં તો એમ
બતાવે છે કે સંકોચ–વિકાસ જેટલું જ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, અસંખ્યપ્રદેશીપણુ નિયત છે–એકરૂપ છે,
તેથી તે જીવનું કાયમ સ્વરૂપ છે. આ ઉપરાંત પ્રદેશોમાં એવું પણ નિયતપણું છે કે તેનું સ્થાન પણ બદલે નહિ,
સંકોચ–વિકાસ થાય પણ નીચેનો પ્રદેશ ઉપર આવી જાય કે ઉપરનો પ્રદેશ નીચે આવી જાય–એમ પ્રદેશનું સ્થાન
પલટે નહિ. આત્માના આવા અસંખ્ય પ્રદેશોનો નિર્ણય આગમથી ને યુક્તિથી થાય, પણ છદ્મસ્થને તે પ્રત્યક્ષ ન
દેખાય; જેમ જ્ઞાન–આનંદનું તો સાક્ષાત્ વેદન થાય છે, તેમ અસંખ્ય પ્રદેશો સાક્ષાત્ ન દેખાય; પરંતુ, જેટલા
ભાગમાં મને મારા જ્ઞાન–આનંદનું વેદન થાય છે તેટલા અસંખ્ય પ્રદેશમાં જ મારું અસ્તિત્વ છે–એમ નિર્ણય થઈ
શકે.
અમુક જ આકારવાળો કહી શકાતો નથી, પણ ‘અસંખ્યપ્રદેશી જીવ’ એમ કહી શકાય છે. અસંખ્ય પ્રદેશ કહ્યા ને
છતાં તેને નિશ્ચય કહ્યો, કેમકે અસંખ્યપ્રદેશી કહીને કાંઈ અસંખ્ય ભેદ નથી બતાવવા, પણ જીવનું નિત્ય એકરૂપ
સ્વરૂપ બતાવવું છે. જીવમાં અસંખ્ય–પ્રદેશીપણું નિગોદદશા વખતે પણ છે ને સિદ્ધદશા વખતે પણ છે,–
અનાદિઅનંત છે, તેથી તેને નિશ્ચય કહ્યો. અને નિગોદદશાના સંકોચરૂપ આકાર વખતે સિદ્ધદશાનો આકાર નથી,
તથા સિદ્ધદશાના આકાર વખતે નિગોદ વગેરેનો આકાર નથી, એ રીતે સંકોચ–વિકાસરૂપ આકારમાં એકરૂપતા
નથી પણ તે ક્ષણિક અને જુદા જુદા અનેક રૂપ છે તેથી તેને વ્યવહાર કહેવાય છે.
વગેરેનો આકાર આત્મા કરે–એમ કદી બનતું નથી. બળદના શરીર ઉપર કાંકરો પડતાં આખું ય શરીર