શરીર સંકોચવાની ક્રિયા ખરેખર તે તે આત્માએ કરી નથી; એ જ પ્રમાણે સર્પ આનંદથી ડોલે કે ક્રોધમાં આવે
ત્યારે તેની ફેણ વિકસે છે, તથા દેડકું શરીરને ફૂલાવીને દડા જેવું વિકસાવે છે,–તેમાં પણ ખરેખર તે તે આત્માએ
તે ક્રિયાને કરી નથી. શરીરને અનુસાર આત્માના પ્રદેશોમાં તે પ્રકારનો સંકોચ–વિસ્તાર થયો તે આત્મામાં થયો
છે, પરંતુ તે સંકોચ–વિસ્તારની પર્યાય વડે આત્માનો નિયત આકાર કહેવાતો નથી, અસંખ્ય–પ્રદેશીપણું સદા
નિયત છે; વળી, એકલા નિયતપ્રદેશત્વ વડે પણ આત્મા ઓળખાતો નથી, પરંતુ એવી અનંત–શક્તિનો પિંડ
આત્મા છે, તેને પકડતાં જ આત્મા વાસ્તવિક સ્વરૂપે ઓળખાય છે. આ અધિકારના છેડે ઉપસંહાર કરતાં
આચાર્યદેવ કહેશે કે–આવી અનેકાન્ત–સ્વરૂપ વસ્તુ છે, તેને જાણવી તે જૈનનીતિ છે. આવી જૈનીનીતિને જે
સત્પુરુષો ઓળંગતા નથી તેઓ સ્વયં જ્ઞાનસ્વરૂપ થાય છે; એટલે કે આત્મા પોતે જ્ઞાન–સ્વરૂપ થઈ જાય–તે
અનેકાન્તનું ફળ છે. એ જ વાત બીજી રીતે કહીએ તો જ્ઞાનને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવી આત્માને પકડવો
તે જ ખરો અનેકાન્ત છે, ને તે જ જૈનમાર્ગની નીતિ છે.
લોકાકાશ જેટલો પહોળો નથી; પરંતુ તેના પ્રદેશરૂપ અવયવોની સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી જ છે. આત્મા
લોકાકાશ જેટલો પહોળો થાય તે નિશ્ચય ને શરીરપ્રમાણ રહે તે વ્યવહાર–એમ નથી; પણ સંખ્યાથી આત્માને
લોક જેટલા અસંખ્ય પ્રદેશ ત્રિકાળ છે તે નિશ્ચય, અને શરીરપ્રમાણ આકાર કહેવો તે વ્યવહાર છે. આત્માના
અસંખ્યપ્રદેશે અનંત ગુણો વ્યાપીને રહ્યા છે, અર્થાત્ અસંખ્યપ્રદેશી આત્મા પોતે જ અનંતગુણસ્વરૂપ છે. તે
ગુણોમાં એવી અંશકલ્પના નથી કે ગુણનો અમુક ભાગ એક પ્રદેશમાં ને અમુક ભાગ બીજા પ્રદેશમાં; આત્માના
અસંખ્ય પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી, એટલે પગ વગેરે નીચેના અવયવોના આત્મપ્રદેશોને
ખરાબ કહેવા ને ઉપરના મસ્તક વગેરે અવયવોના આત્મપ્રદેશોને સારા કહેવા–એવા ભેદ આત્મપ્રદેશોમાં નથી.
બધા પ્રદેશો અનંત શક્તિથી પરિપૂર્ણ છે, માટે તારા અસંખ્ય પ્રદેશમાં ભરેલી તારી સ્વભાવશક્તિને જો, તે
તાત્પર્ય છે.
અશાંતિ, તારી વીતરાગતા કે રાગદ્વેષ, તે બધુંય તારા અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશથી બહાર
બીજે ક્યાંય તારું સુખ કે દુઃખ નથી, તારી અશાંતિ પણ બહારમાં નથી. તારા શાંત–ઉપશમ સ્વભાવની
વિકૃતિરૂપ અશાંતિનું વેદન પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ છે. જ્યાં અશાંતિનું વેદન થાય છે ત્યાં જ તારો શાંતિ
સ્વભાવ ભર્યો છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ તારો જ્ઞાનસ્વભાવ રહેલો છે, જ્યાં દુઃખનું વેદન છે ત્યાં જ તારો
આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે, જ્યાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે તે જ ઠેકાણે તારો વીતરાગી સ્વભાવ વિદ્યમાન છે.
માટે, અશાંતિ ટાળીને શાંતિ કરવા, દુઃખ ટાળીને સુખ કરવા, અજ્ઞાન ટાળીને જ્ઞાન કરવા કે રાગ–દ્વેષ ટાળીને
વીતરાગતા કરવા ક્યાંય બહારમાં ન જો, પણ તારા સ્વભાવમાં જ જો. તું પોતે જ જ્ઞાન–સુખ–શાંતિ–
વીતરાગતાથી ભરેલો છે, માટે તેમાં નજર કર. તારા આત્માનો એકેય પ્રદેશ એવો નથી કે જેમાં જ્ઞાન–સુખ–
શાંતિ–વીતરાગતારૂપ સ્વભાવ ન ભર્યો હોય, માટે તે સ્વભાવને જોતાં શીખ તો તને તારા જ્ઞાન–સુખ–શાંતિ ને
વીતરાગતાનો વ્યક્ત અનુભવ થાય. બહારમાં જોયે જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતાનું વેદન નહિ થાય કેમકે
તારું જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતા ક્યાંય બહારમાં નથી.
ઈચ્છા અનુસાર શરીર પરિણમતુ નથી તેમજ આત્માના પ્રદેશોમાં પણ તેવો ફેરફાર થતો નથી. પ્રદેશશક્તિનું કાર્ય
સ્વતંત્ર છે,–તેમાં ઈચ્છાનું નિરર્થક–