છે, તે જ પ્રમાણે “હું સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કરું કે હું મોક્ષ પામું” એવી ઈચ્છા વડે સમ્યગ્દર્શનાદિ થતા નથી,
પણ અંર્ત સ્વભાવનું અવલંબન લઈને તે રૂપે પરિણમન કરે તો જ સમ્યગ્દર્શનાદિ થાય છે. સમ્યગ્દર્શનાદિનું
પરિણમન આત્માની શક્તિમાંથી થાય છે, કાંઈ ઈચ્છામાંથી નથી થતું; માટે આત્માની શક્તિનું અવલંબન કર, ને
ઈચ્છાને નિરર્થક જાણ.
પામ્યા છે, ને અંગુલના અસંખ્યાતમા ભાગનું નાનું શરીર હોય તેમાં રહેલા આત્માના પ્રદેશો તેટલો સંકોચ
પામીને રહ્યા છે; બંને આત્માના પ્રદેશો સરખા હોવા છતાં, જેવું– જેવું શરીર આવે તેવા તેવા આકારે થાય છે,
માટે તે શરીરને કારણે થયું કે નહિ?
થતાં આત્માના પ્રદેશો પણ તેવા આકારે વિકાસ પામે.–પરંતુ, આ રીતે શરીર અને આત્મા બંને એક કાળે સંકોચ
કે વિકાસ પામે તેથી શું? તેથી કાંઈ શરીરને કારણે આત્મા સંકોચાણો કે આત્માએ શરીરને સંકોચ્યું–એમ નથી.
જગતમાં તો સદાય એક સાથે અનંતા દ્રવ્યો પોતપોતાનું કામ કરી જ રહ્યા છે, એક સાથે બધાના કાર્યો થાય
તેથી કાંઈ એક–બીજાના કર્તા ન કહેવાય. જ્યાં સિદ્ધભગવંતો બિરાજે છે ત્યાં જ નિગોદના જીવ પણ રહેલા છે,
સિદ્ધભગવંતો પોતાની પરમ આનંદરૂપ સિદ્ધદશારૂપે પરિણમી રહ્યા છે ને તે જ વખતે તથા તે જ ક્ષેત્રે રહેલ
નિગોદનો જીવ પરમદુઃખરૂપ નિગોદદશારૂપે પરિણમી રહ્યો છે, –તો શું એક જ વખતે ને એક જ ક્ષેત્રે બનેનું કાર્ય
થયું તેથી ને બનેને એક કહી શકાશે? અથવા એકબીજાના કર્તા કહી શકાશે? –ના; એ જ પ્રમાણે જીવ અને
શરીરના સંકોચ–વિકાસનું કાર્ય એક ક્ષેત્રે ને એક કાળે થાય તેથી કાંઈ તે બંનેને એક ન કહી શકાય, અથવા
એકબીજાના કર્તા પણ ન કહી શકાય. –આમ ન્યાયથી બે દ્રવ્યોની ભિન્નતા ઓળખે તો બધાય પરમાંથી મોહ (–
આત્મબુદ્ધિ) છૂટી જાય, ને ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મામાં જ બુદ્ધિ વળી જાય. એ રીતે બુદ્ધિને એટલે
મતિશ્રુતજ્ઞાનને આત્મસ્વભાવની સન્મુખ કરવા તે અપૂર્વ ધર્મની રીત છે.
ચેતનસ્વરૂપ છે, તારું અસંખ્યપ્રદેશી શરીર અનાદિ–અનંત નિયત છે. ચારે ગતિમાં ગમે તેટલા દેહ ધારણ કર્યા ને
છોડયા છતાં તારા આત્માનો એક પ્રદેશ પણ ઘટ્યો કે વધ્યો નથી. જીવનો નાનો મોટો આકાર શરીરના કે
આકાશના નિમિત્તે છે, પણ એકલા જીવનો સ્વ–આકાર તો નિશ્ચયથી સર્વજ્ઞભગવાને અસંખ્યપ્રદેશી જોયો છે.
આ સિવાય શરીરના અવયવો તો જડની રચના છે, તેને આત્માના માનવા તે ભ્રમ છે. ભાઈ, તારું ચૈતન્ય–
શરીર અસંખ્યપ્રદેશી છે, ને તે જ તારા અવયવ છે. અસંખ્ય પ્રદેશે અનંતશક્તિઓ ભરેલી છે. ખરેખર તું જડ
શરીરમાં નથી રહ્યો, પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ તું રહ્યો છે. અસંખ્ય–પ્રદેશી ક્ષેત્ર તે જ તારું ઘર છે, તે જ
તારું રહેઠાણ છે.
શક્તિ ભરી હતી તે શક્તિ પ્રગટ થઈ. કોઈ એક ધનુષ (૪ હાથ) ના શરીરાકારે મોક્ષ જાય ને કોઈ પાંચસો–
સવાપાંચસો ધનુષના શરીરાકારે મોક્ષે જાય, છતાં તે બંનેના આત્મપ્રદેશો તો સરખા જ છે, જ્ઞાન સરખું જ છે,
આનંદ સરખો જ છે, પ્રભુતા સરખી જ છે; આ રીતે બાહ્ય આકૃતિથી મહત્તા નથી પણ અસંખ્ય પ્રદેશમાં જે
સ્વભાવ ભર્યો છે તે સ્વભાવની મહત્તા છે. આવા અસંખ્યપ્રદેશમાં ભરેલા આત્મસ્વભાવને જાણે તો દેહાદિ
સમસ્ત પદાર્થોમાંથી અહંકાર કે મહિમા