Atmadharma magazine - Ank 159
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 21

background image
: ૧૮ : આત્મધર્મ : પોષ: ૨૪૮૩
આત્માના આનંદની વાર્તા
આ અધ્યાત્મ ગ્રંથ છે, તે આત્મતત્ત્વનો પ્રકાશક છે. આ દેહમાં જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે, તેનું ભાન
કરીને જેઓ સર્વજ્ઞ થયા અને ત્રણ કાળ ત્રણ લોકને પ્રત્યક્ષ જોયા, તે સર્વજ્ઞ પરમાત્માએ જે ઉપદેશ કર્યો તેના
ઉપરથી આ શાસ્ત્રો વીતરાગી સંતોએ રચ્યાં છે. તેમાં એમ કહે છે કે હે આત્મા! તું અનાદિઅનંત છો, તારા
ભાવનગર અત્યાર સુધીમાં તેં અનંત અનંત અવતાર કર્યાં. તારો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે; પરિભ્રમણ
કરવું તે તારો સ્વભાવ નથી. આત્મા શરીરના રજકણે રજકણથી જુદો છે. તે સ્વભાવમાં તો અતીન્દ્રિય
આનંદરસ ભર્યો છે. આવા આત્માનો રસ જેને નથી આવતો ને પુણ્ય–પાપનો રસ આવે છે તે સંસારમાં જન્મ–
મરણ કરે છે. પણ એક વાર પણ જો ચૈતન્યનો રસ પ્રગટાવીને તેનું સમ્યક્ભાન કરે તો અજ્ઞાનનો નાશ થઈ
જાય, ને પછી તેને જન્મ–મરણ ન રહે.
જેમ ચણો જ્યારે કાચો હોય છે ત્યારે તૂરો લાગે છે, ને વાવવાથી ઊગે છે; પણ તેને સેકતાં તેનો સ્વાદ
મીઠો લાગે છે ને પછી તે ઊગતો નથી; તેમ આત્મામાં જ્યાં સુધી કચાસ એટલે કે અજ્ઞાન છે ત્યાં સુધી તેને
આકુળતાનો સ્વાદ આવે છે ને તે જન્મ–મરણમાં રખડે છે. પણ રુચિમાં તેને પચાવીને તેનું સમ્યગ્જ્ઞાન કરતાં
આનંદનો મીઠો સ્વાદ આવે છે ને પછી તે સંસારમાં જન્મ–મરણ કરતો નથી.
આત્માના આનંદની વાર્તા સાંભળવા માટે સ્વર્ગના દેવો પણ તલસે છે, ને તે આનંદપ્રાપ્તિની વાર્તા
સાંભળવા માટે તેઓ સ્વર્ગમાંથી અહીં આવે છે, તો આવો દુર્લભ મનુષ્ય અવતાર પામીને સત્સમાગમે
આત્માના આનંદની પ્રાપ્તિનો ઉપાય સાંભળવો જોઈએ. આત્માના આનંદ સ્વભાવની વાર્તા સાંભળવી પણ
દુર્લભ છે, ને તે આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો તે તો મહા અપૂર્વ ચીજ છે. આનંદ કહો કે ધર્મ કહો. ધર્મ
કરનારને પોતાના આત્મામાંથી આનંદનું વેદન થાય છે... અંદરથી શાંતિના ઝરણાં ઝરે છે.
પ્રભો! તેં તારા આત્માના આનંદનો સ્વાદ કદી ન જાણ્યો, ને પુણ્ય–પાપના સ્વાદમાં જ અટકી ગયો. હવે
તારો આનંદ સ્વભાવ અમે તને બતાવીએ છીએ. આત્મા પોતે ચિદાનંદ અમૃતનો કુંડ છે; તેમાં ડુબકી મારીને
આનંદમાં ઝૂલનારા સંતો કહે છે કે અરે જીવ! તારા આત્માની સમજણ કર... સાચી સમજણ તે જ તારો વિસામો
છે. તારા આત્મામાં આનંદ સદાય ભર્યો જ છે, પણ અજ્ઞાનદશામાં તે તને અવ્યક્ત છે... તારા આનંદને તેં કદી
દેખ્યો નથી, ને બહારમાં આનંદ માનીને તું સંસારની ચારે ગતિમાં રઝળી રહ્યો છે... તેમાં તને ક્યાંય વિસામો
નથી ભાઈ! આત્મામાં આનંદ ભર્યો છે તે સંતોને અતીન્દ્રિય જ્ઞાનવડે વ્યક્ત જણાય છે. આ એકત્વઅધિકારના
ત્રીજા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે–
यदव्यक्तमबोधानां व्यक्तं सद्बोधचक्षुषाम्।
सारं यत्सर्ववस्तुनां नमस्तस्मै चिदात्मने।।
३।।
અબુદ્ધ–અજ્ઞાની જીવોને જે અગોચર છે અને સમ્યગૂજ્ઞાનરૂપ ચક્ષુવડે જે વ્યક્ત–ગોચર થાય છે, તથા સર્વ
વસ્તુઓમાં જે સારભૂત–ઉત્તમ વસ્તુ છે એવા ચૈતન્યસ્વરૂપ આત્માને નમસ્કાર હો.
સંતોને આત્માનો આનંદ વહાલો છે તેથી તેઓ સમ્યગ્જ્ઞાનવડે આત્માને ઓળખીને તેને જ નમસ્કાર
કરે, તે તરફ જ ઝૂકે છે.
આત્માના આનંદને જે જાણતો નથી ને બહારની અનુકૂળતામાં સુખ માને છે, તે જીવ પ્રતિકૂળતાને દૂર
કરીને સુખ લેવા માંગે છે. એટલે તેના અભિપ્રાયમાં એમ છે કે મને પ્રતિકૂળતા કરનારા જેટલા મનુષ્યો જગતમાં
હોય તે બધાનો સંહાર કરીને પણ હું અનુકૂળતા મેળવું ને સુખી થાઉં. –હવે આ લોકમાં તો એક ખૂન કરનારને
પણ ફાંસી અપાય છે ને હજારો લાખોના સંહારનો ભાવ કરનારને પણ ફાંસી એક જ વાર અપાય છે. હજાર
ખૂન કરનારને હજાર વાર ફાંસી આ લોકમાં અપાતી નથી, તો વિચાર કરો કે, એક ખૂન કરનારને એક વાર
ફાંસી, ને હજારો ખુન કરનારને પણ એક વાર ફાંસી –તેમાં શું કુદરતનો ન્યાય છે? ના; હજારો મનુષ્યોની
હિંસાના તીવ્ર પાપ પરિણામ છે તેનું ફળ ભોગવવાનું