Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
અંતરમાં આત્માનો ઘણો પ્રેમ જોઈએ,–સમજવા માટેની દરકાર જોઈએ. પહેલેથી બાળપણથી જ આવા સંસ્કાર
પાડવા જેવું છે. આ માટે સોનગઢથી ખાસ “જૈન બાળપોથી” છપાણી છે.
શ્રીમદ્ રાજચંદ્રને નાની ઉમરથી જ જ્ઞાનનો ઘણો ઉઘાડ હતો; નાની ઉમરથી આવો ઉઘાડ જોઈને તેમને
ખ્યાલમાં આવી ગયું હતું કે જરૂર આમાં કાંઈક પૂર્વભવના સંસ્કાર છે. તેથી તેઓ કહે છે કે–
“લઘુવયથી અદ્ભુત થયો તત્ત્વજ્ઞાનનો બોધ,
એ જ સૂચવે એમ કે ગતિ–આગતિ કાં શોધ? ”
અંદર વિચાર કરવો જોઈએ કે મારો આત્મા આ ભવ પહેલાંં પણ ક્યાંક હતો...ને આ ભવ પછી પણ
ક્યાંક રહેશે. મારા આત્માનું હિત કેમ થાય? એવા બાળપણથી જ સંસ્કાર પાડવા જેવું છે. બાળકોનો આત્મા
પણ આ સમજી શકે છે, કેમકે બધા આત્મામાં સરખી શક્તિ રહેલી છે. બાળકોને આ આત્મવિદ્યા પહેલી
શીખવવા જેવી છે, કેમકે સાચું સુખ આ આત્મવિદ્યાથી જ મળે છે. સભામાં પૂછો કે જેને સુખ જોઈતું હોય તે હાથ
ઊંચા કરો, તો આખી સભા હાથ ઊંચા કરશે. અને બીજી વાર પૂછશો કે તે સુખ કેવું જોઈએ?–નાશવાન કે
અવિનાશી? તો બધા બે હાથ ઊચા કરીને કહેશે કે અવિનાશી સુખ જોઈએ. તો તે અવિનાશી સુખ મેળવવા માટે
આ આત્મવિદ્યા ભણવી જોઈએ. વિદ્યા વિનયથી આવે છે, એટલે તીવ્ર હિંસા–જૂઠું–ચોરી–પરસ્ત્રી, ખાવાપીવાની
લોલુપતા એવા તીવ્ર પાપ છોડીને વિનય અને પાત્રતા મેળવવી જોઈએ. અને સત્સમાગમે દેહથી ભિન્ન આત્માનું
સ્વરૂપ વિચારવું જોઈએ. ભાઈ! અજ્ઞાનને લીધે તેં એટલા ભવ કર્યા કે તારા અવતારનો કોઈ અંક નથી. ક્રોધાદિ
ભાવોથી તારો આત્મા દુઃખી થઈ રહ્યો છે, તેને ક્યાંય શાંતિ નથી; માટે આત્મા શું ચીજ છે તેનું વાસ્તવિક જ્ઞાન
કર તો તારું ભવદુઃખ ટળે ને તને શાંતિ થાય. આવા તત્ત્વનો અભ્યાસ અને વિચાર બાળકોને પણ નાનપણથી
કરાવવા જેવો છે. બાળકો તે પણ આત્મા છે ને તેમનામાં આ સમજવાની તાકાત છે.
હું કોણ છું? ક્યાંથી થયો?
[મીઆંગામમાં પૂ. ગુરુદેવનું પ્રવચન : માગશર શુદ ૪]
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તેનું ભાન કરીને જેમણે પૂર્ણ જ્ઞાનદશા પ્રગટ કરી તે સર્વજ્ઞ
પરમાત્મા છે. તેઓ શાંતિનો ઉપાય બતાવતાં જગતને કહે છે કે:–જેમ માટી વિના ઘડો ન થાય તેમ આત્મા
વિના શાંતિ ન થાય. આત્માના સ્વભાવમાં જ શાંતિ અને આનંદ ભર્યો છે; તે સ્વભાવને ઓળખતાં આત્માને
પોતાની શાંતિનો અનુભવ થાય છે.
જીવ બાહ્ય વિષયોને માટે વખત ગાળે છે પણ અંતરના ચૈતન્યતત્ત્વની સમજણ માટે તે રુચિ કરીને
અવકાશ લેતો નથી. સત્ સાંભળવા મળ્‌યું ત્યારે જીવે તેની દરકાર કરી નથી, તેથી જ આ સંસારમાં તે પરિ
ભ્રમણ કરી રહ્યો છે. આત્મામાં જ (લીંડીપીપરની જેમ) પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ ભરેલી છે, પણ તે
પોતાના આનંદને બહારમાં શોધે છે. જો એક વાર પણ અંતરના ચિદાનંદ સ્વભાવની ઓળખાણ કરીને જન્મ–
મરણનો નાશ કરે તો તેને ફરીને સંસારમાં અવતાર રહે નહિ. જેમ માખણનાં ઘી થાય પણ ઘીનાં ફરીને માખણ
ન થાય; તેમ સંસારમાં રખડતો આત્મા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે મુક્તિ પામે છે, પણ મુક્ત થયેલા
આત્માનો સંસારમાં ફરીને અવતાર થતો નથી.
જેમ દિવાસળીના ટોપકામાં ભડકો થવાથી તાકાત છે, તેમ આત્મામાં કેવળજ્ઞાનજ્યોત પ્રગટાવવાની
તાકાત છે. ચૈતન્યમૂર્તિ આત્મા દેહાદિથી પર છે; દેહ તો જડ છે, તેનામાં કાંઈ જ્ઞાનજ્યોત પ્રગટવાની તાકાત નથી.