: ૮ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
બાળકોને કેવા સંસ્કાર પાડવા?
ખૂલ્લા મેદાનમાં મોટા વૃક્ષની છાયા નીચે ઉપશાંત વાતાવરણમાં ઈટોલા ગામમાં
વિદ્યામંદિરમાં નાના બાળકો માટે પૂ. ગુરુદેવનું પ્રવચન
[માગશર શુદ ત્રીજ : બુધવાર]
•
આ દેહથી ભિન્ન આત્મતત્ત્વ છે, તેને ઓળખવું તે જ સાચી વિદ્યા છે. અનંતકાળથી આત્મા ચાર ગતિમાં
રખડી રહ્યો છે ને દુઃખ થાય છે, તે પરિભ્રમણ જેનાથી ટળે તે જ સાચી વિદ્યા છે. વિદ્યા વિનાનો નર પશુ કહેવાય
છે. કોઈ માણસને કહે કે ‘તું પશુ જેવો છો–ગધેડો છો’–તો તેને તે સારું લાગતું નથી; પણ જે ભાવથી પશુ જેવો
અવતાર મળે એવો ભાવ જો તે વર્તમાનમાં સેવી રહ્યો છે તો તે પશુ જ થશે. જે અત્યારે પશુ થયા છે તેમણે પૂર્વે
માયા–કપટના ભાવ કર્યા હતા, તેના ફળમાં તે પશુ થયા છે; અને મનુષ્ય થઈને પણ જેઓ આત્માનું જ્ઞાન કરતા
નથી તે તીવ્ર માયા–દંભ–ઠઠ્ઠા–મશ્કરી વગેરે ભાવો સેવે છે તે પણ પશુ થવાની જ તૈયારી કરી રહ્યો છે, તેથી
જ્ઞાની તેને પશુ કહે છે.
આ મનુષ્ય અવતાર પામીને પહેલેથી જ બાળપણથી આત્માના હિતના સંસ્કાર પાડવા જોઈએ. શ્રીમદ્
રાજચંદ્ર ૧૬ વર્ષની વયમાં કહે છે કે–
હું કોણ છું! ક્યાંથી થયો! શું સ્વરુપ છે મારું ખરું!
કોના સંબંધે વળગણા છે! રાખું કે એ પરિહરું!
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા!
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.
જુઓ, આ કથન!! નાનપણથી જ તેમને ઊંડા સંસ્કાર હતા. સાત વર્ષની ઉમરે તો પોતાને જાતિસ્મરણ
એટલે પૂર્વભવમાં મારો આત્મા ક્યાં હતો તેનું ભાન થયું. પછી આ કાવ્ય તેમણે બનાવ્યું છે. શરીરની બાલવય
હતી પણ આત્મા ક્યાં બાળક હતો?
આ દેહ તે કાંઈ આત્મા નથી; દેહ તો ક્ષણભંગુર છે; આત્મા કાંઈ ક્ષણભંગુર નથી, આત્મા તો અવિનાશી
છે. વૃદ્ધ, યુવાન કે બાળક સૌએ આત્માનું જ્ઞાન કરવું જોઈએ. દેહનો કાંઈ ભરોસો નથી કે આટલા વર્ષ સુધી તે
ટકી જ રહેશે. નાની ઉમરમાં પણ ઘણાનો દેહ છૂટી જાય છે. દેહ જુદો છે ને દેહને જાણનારો તેનાથી જુદો છે–એમ
ઓળખવું જોઈએ. દેહ એ તો સ્થૂળ વસ્તુ છે, ને આત્મા તો સૂક્ષ્મ વસ્તુ છે.
ચણાની જેમ આત્મામાં મીઠો સ્વાદ એટલે કે આનંદશક્તિરૂપે રહેલો છે; પણ અજ્ઞાનદશામાં તેનો સ્વાદ
આવતો નથી. જો સમ્યગ્જ્ઞાન કરે તો અંતરના આનંદનો સ્વાદ આવે ને પછી તેને જન્મ–મરણ થાય નહિ.
અરે જીવો! વિચાર તો કરો કે “હું કોણ છું? ને મારે આ પરિભ્રમણ કેમ છે?” આ દેહ તો નવો મળ્યો
છે. ૨પ–પ૦ કે ૧૦૦ વર્ષ પહેલાંં કાંઈ આ દેહ ન હતો, માટે આ દેહ તે તમારી ચીજ નથી, તમે દેહથી ભિન્ન
જાણનાર તત્ત્વ છો. આ બધું કોણ જાણે છે? જાણનાર તો આત્મા છે. આત્મા ન હોય તો આ બધું જાણે કોણ?
લાખોની કિંમતનો હીરો હોય પણ આંખ ન હોય તો? આંખ વગર કોણ દેખે? માટે આંખની કિંમત વધી કે
હીરાની?–હવે આંખ પણ આત્મા વગર ક્યાંથી જાણે? આત્મા વિના આ આંખના કોડા કાંઈ જાણી શકતા નથી,
માટે બધાને જાણનાર એવા આત્માનો જ ખરો મહિમા છે. આવા આત્માનું ભાન કરીને પૂર્ણ પરમાત્મદશા આઠ
વર્ષના બાળકને પણ થઈ શકે છે, એમ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. અરે! નાનું દેડકું–સર્પ–હાથી ને સિંહ વગેરેને પણ
આવા આત્માનું જ્ઞાન થઈ શકે છે, પણ તે માટે