Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 25

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
તા. ૧૯ ના રોજ કાનપુરથી પૂ. ગુરુદેવ લખનૌ પધાર્યા. જૈન સમાજે પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. જૈનબાગની
ધર્મશાળામાં ઉત્તરવા વગેરેની સગવડતા હતી. અહીંના મ્યુઝીયમમાં ઘણા પુરાણા જિનપ્રતિમાજી છે. જેઓ બે
હજાર વર્ષ પહેલાંંની દિ. જૈનધર્મની જાહોજલાલી પ્રસિદ્ધ કરી રહ્યાં છે.
લખનૌથી તા. ૨૦ ની બપોરે નીકળીને વચ્ચે ધર્મનાથ ભગવાનની જન્મભૂમિ રત્નપુરીના દર્શન કરીને
પૂ. ગુરુદેવ સંઘસહિત અયોધ્યા પધાર્યા. અયોધ્યા એ તીર્થંકર ભગવંતોના જન્મની શાશ્વતભૂમિ છે. વર્તમાન
ચોવીસીના શ્રી આદિનાથ આદિ પાંચ તીર્થંકરોના જન્મકલ્યાણક અહીં થયા છે. અહીં એક મંદિરમાં શ્રી આદિનાથ
ભગવાનના મોટા પ્રતિમાજી છે, તથા તેમની આજુબાજુ ભરત–બાહુબલી ભગવંતોના મોટા પ્રતિમાજી બિરાજે
છે; ત્યાં જન્મકલ્યાણક સંબંધી ઘણી ભાવભીની અદ્ભુત ભક્તિ રાત્રે પૂ. બેનશ્રીબેને કરાવી હતી. પૂ. ગુરુદેવ આ
શાશ્વત જન્મધામમાં ભગવાનના દર્શનથી ઘણા પ્રસન્ન થયા.
તા. ૨૧ના રોજ પૂ. ગુરુદેવે સંઘસહિત પાંચે ભગવંતોના જન્મધામની જાત્રા કરી...દરેક ઠેકાણે
ભગવંતોના ચરણકમળ બિરાજે છે; ત્યાં પૂ. ગુરુદેવે ભાવ પૂર્વક અર્ઘ ચડાવ્યો. શ્રી આદિનાથ ભગવાનની ટૂંકે
વિશેષ ભક્તિ થઈ, તથા અનંતનાથ ભગવાનની ટૂંક સરયુ નદીના કિનારે આવેલી છે, ત્યાં પણ વિશેષ પૂજા–
ભક્તિ થઈ હતી. યાત્રા બાદ પૂ. ગુરુદેવે ભાવભર્યું પ્રવચન કર્યું હતું.
તા. ૨૨ના રોજ પૂ. ગુરુદેવ બનારસ (કાશી)નગરે પધાર્યા. પં. કૈલાસચંદ્રજી, પં. ફૂલચંદજી વિગેરે અનેક
ભાઈઓએ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. અહીં જૈનોના ઘર ૩૦–૪૦ જ છે. પાર્શ્વનાથ વગેરે ભગવંતોની અહીં
જન્મભૂમિ છે. ત્યાં સંઘ સહિત યાત્રા તથા ભક્તિ થઈ હતી. અહીં ‘સ્યાદ્વાદ મહાવિદ્યાલય (જે ગંગા નદીના
કિનારે આવેલું છે) તેનું વાર્ષિક અધિવેશન પૂ. ગુરુદેવની છત્ર છાયામાં થયું હતું, તે વખતે વિદ્યાલયના વિદ્વાન
ભાઈઓએ પ્રેમપૂર્વક પૂ. ગુરુદેવનું સન્માન કર્યું હતું.
પૂ. ગુરુદેવ રોજ નવા નવા તીર્થધામોની યાત્રા કરતાં ખૂબ પ્રસન્નતાથી વિચરી રહ્યા છે ને પૂ ગુરુદેવની
સાથે સાથે સંઘ પણ ઘણા આનંદપૂર્વક તીર્થયાત્રા કરી રહ્યો છે. સંઘ સહિત પધારવાથી આ તરફના જૈન–
સમાજમાં પણ આનંદનું વાતાવરણ ફેલાઈ જાય છે. ને પૂ. ગુરુદેવના પ્રવચનો સાંભળીને જનતા મુગ્ધ બની જાય
છે. આ રીતે સૌરાષ્ટ્રના આ સંત જૈનધર્મનો પ્રભાવ ફેલાવતા ફેલાવતા, અને નવા નવા તીર્થધામોની અદ્ભુત
યાત્રા કરતા કરતા, સંઘસહિત ભારતમાં વિચરી રહ્યા છે.
જય હો જૈનશાસનનો અને શાસનપ્રભાવી સંતોનો!