Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 25

background image
: ૪ : આત્મધર્મ ૨૪૮૩ : માહ :
શ્રી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા નિમિત્તે
પૂ. ગુરુદેવનો મંગલ – પ્રવાસ
(પરમપૂજ્ય શ્રી કહાન ગુરુદેવે સોનગઢથી કારતક સુદ પૂર્ણિમાએ
તીર્થયાત્રા નિમિત્તે મંગલ વિહાર કર્યો...પાલેજમાં અનંતનાથ ભગવાનની
વેદીપ્રતિષ્ઠા તથા મુંબઈમાં મહાન પ્રભાવના કરીને તેઓશ્રી હાલ વિધવિધ
તીર્થધામોની યાત્રા સંઘસહિત કરી રહ્યા છે. પૂ. ગુરુદેવના સોનગઢથી ધંધુકા અને
મુંબઈથી ઇંદોર સુધીના વિહારના સંસ્મરણો આત્મધર્મના ગતાંકમાં આપી ગયા
છીએ. ત્યારપછીના સમાચારો અહીં સંક્ષેપમાં આપવામાં આવે છે. પૂ. ગુરુદેવ સાથે
પ્રવાસમાં હોવાને કારણે આ સમાચારો વિસ્તારથી નથી આપી શકતા, તે બદલ
જિજ્ઞાસુ ગ્રાહકો ક્ષમા કરે. સોનગઢ આવ્યા બાદ વિસ્તારપૂર્વક યાત્રાવર્ણન, તે તે
પ્રસંગના ફોટાઓ સહિત આપવાની ભાવના છે.)
–બ્ર. હરિલાલ જૈન
: ૨ :

જૈન સમાજના સુપ્રસિદ્ધ સંત પૂજ્ય શ્રી કાનજીસ્વામી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની યાત્રા માટે
લગભગ પરપ ભક્તોના એક મોટા સંઘ સહિત વિચરી રહ્યા છે. આ સંઘમાં ૨૪ મોટર તથા ૮ મોટરબસ છે. પૂ.
ગુરુદેવ સંઘસહિત વિધવિધ તીર્થધામોની યાત્રા કરતા કરતા આનંદપૂર્વક વિચરી રહ્યા છે ને ગામેગામ હજારો
મુમુક્ષુઓ ગુરુદેવનો ઉપદેશ સાંભળીને મંત્રમુગ્ધ બની જાય છે. ગુરુદેવ જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં જૈન સમાજ
તેઓશ્રીના સ્વાગત માટે ઉમટી પડે છે.
પૂ. ગુરુદેવ મુંબઈથી ઇંદોર પધાર્યા ત્યાં સુધીના સંક્ષિપ્ત સમાચાર આત્મધર્મમાં આપી ગયા છીએ.
સિદ્ધવરક્ટ તીર્થની યાત્રા કરીને સંઘ સહિત પૂ. ગુરુદેવ જ્યારે ઇંદોર શહેર પધાર્યા ત્યારે ત્યાંના જૈન
સમાજે ઘણા ઉમળકાથી પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું. સર હુકમીચંદજી શેઠના પુત્ર ભૈયાસાહેબ રાજકુમારસિંહજી
સ્વાગત–અધ્યક્ષ હતા. આખા શહેરમાં ઠેકાણે ઠેકાણે દરવાજા અને ધજા–વાવટાથી સજાવટ કરવામાં આવી હતી.
લગભગ પંદર હજારની સંખ્યામાં લોકોએ ભવ્ય સ્વાગત કર્યું. સૌથી આગળ હાથી ઉપર ધર્મધ્વજ, પાછળ
ઘોડેસવાર તથા બેન્ડવાજાં વગેરેથી લગભગ એક માઈલ લાંબું સ્વાગત જુલુસ ઘણું શોભતું હતું. પૂ. ગુરુદેવના
પ્રવચનમાં આઠ–દસ હજારની સંખ્યામાં શ્રોતાજનો હરરોજ લાભ લેતા હતા. ઇંદોરના જૈનસમાજ તરફથી
ભૈયાસાહેબ શ્રી રાજકુમારસિંહજીના હસ્તે એક અભિનંદન પત્ર પૂ. ગુરુદેવને આપવામાં આવ્યું હતું. મધ્ય
ભારતના ગૃહપ્રધાન શ્રી મિશ્રીલાલજી ગંગવાલ પણ પ્રવચનમાં આવતા હતા ને પ્રવચન સાંભળીને ઘણા
પ્રભાવિત થયા હતા. તથા સંત–સમાગમના મહિમાનું એક ભજન તેઓ બોલ્યા હતા. રાત્રિચર્ચામાં પણ દૂરદૂરથી
હજારો લોકો આવતા હતા. પૂ. ગુરુદેવની અને સંઘની વ્યવસ્થા માટે એક મોટી