Atmadharma magazine - Ank 160
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 25

background image
: માહ : ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
સ્વાગત સમિતિ રચવામાં આવી હતી અને સંઘને રહેવાની તથા જમવા વગેરેની ઘણી સરસ વ્યવસ્થા ઇંદોરના
દિ. જૈન સમાજ તરફથી કરવામાં આવી હતી. સર શેઠ સાહેબના આખા કુટુંબે ઘણા ઉમંગ અને પ્રેમથી ચારે
દિવસ સંઘની વ્યવસ્થામાં ભાગ લીધો હતો. સર હુકમીચંદજી શેઠ પણ પ્રવચનમાં આવતા હતા. છેલ્લા દિવસે
ભૈયાસાહેબ રાજકુમારસિંહજીએ ઘણું પ્રભાવક ભાષણ કર્યું હતું, અને પૂ. ગુરુદેવને સંઘ સહિત ફરીને પધારવાની
તથા ઇંદોરમાં ચાતુર્માસ કરવાની વિનંતિ કરી હતી. પૂ. ગુરુદેવ ઇંદોરમાં ચાર દિવસ રહ્યા હતા, તે દરમિયાન
ગુરુદેવના પ્રવચન અને તત્ત્વચર્ચા સાંભળીને ત્યાંની જનતા ઘણી પ્રભાવિત થઈ હતી, અને પૂ. ગુરુદેવનો આવો
મહાન પ્રભાવ દેખીને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા.
(ઇંદોરમાં શેઠ સાહેબનું કાચનું મંદિર ઘણું ભવ્ય અને ખાસ દર્શનીય છે, બીજા પણ અનેક જિનમંદિરો
દર્શનીય છે.)
તા. ૩૧ જાન્યુઆરીએ––
ઇંદોરથી પૂ. ગુરુદેવ સંઘસહિત ઉજજૈનનગરી પધાર્યા. ત્યાં પણ દિ. જૈનસમાજ તરફથી લગભગ ૧૦
હજારની જનતાએ ઘણું શાનદાર સ્વાગત કર્યું. પ્રવચનમાં ૪–પ હજાર શ્રોતાઓની હાજરી રહેતી. સંઘને રહેવાની
તેમજ જમવા વગેરેની સુંદર વ્યવસ્થા અહીંના દિ. જૈન સમાજ તરફથી થઈ હતી. પૂ. ગુરુદેવ આ બાજુ જ્યાં જ્યાં
પધારે છે ત્યાં ત્યાં દિ. જૈન સમાજ તરફથી ઘણાં જ ઉલ્લાસપૂર્વક નહિ ધારેલું એવું ભવ્ય સ્વાગત થાય છે. હાર્દિક
વાત્સલ્યપૂર્વક દિ. જૈન સમાજે પૂજ્ય ગુરુદેવને આવકાર્યા છે અને ગુરુદેવ દ્વારા દિ. જૈન ધર્મની મહાન્ પ્રભાવના
થઈ રહી છે. આગળના શહેરની જનતા પણ પૂ. ગુરુદેવનું સ્વાગત કરવા માટે ઘણી ઉત્કંઠિત થઈ રહી છે. એટલું જ
નહિ પણ આસપાસ રહી જતા અનેક ગામો અને શહેરોના સમાજ તરફથી પૂ. ગુરુદેવને પધારવા માટે ઉપરાઉપરી
આમંત્રણો આવ્યા જ કરે છે. પરંતુ કાર્યક્રમ નિશ્ચિત થઈ ગયો હોવાથી ઘણાને નિરાશ થવું પડે છે.
ઉજજૈનથી પૂ. ગુરુદેવ ભોપાલ પધાર્યા. ત્યાં પણ લોકોએ ઘણા ઉલ્લાસથી સ્વાગત કર્યું ને ૪–પ હજાર
માણસોએ પ્રવચનનો લાભ લીધો. સંઘ ઊજજૈનથી મક્ષીજી પાર્શ્વનાથ થઈને ગુના–શહેર આવ્યો. ત્યાં વચ્ચે બે
ગામમાં સાધર્મી લોકોએ પ્રેમપૂર્વક સંઘને ચા પાણી માટે રોક્્યો હતો. તા. ૨–૨–પ૭ ના રોજ પૂ. ગુરુદેવ ગુના
પધારતાં ૮–૧૦ હજારની જૈન જનતાએ પ્રેમપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું. પ્રવચન માટે સુંદર મંડપ હતો.
આસપાસના ગામોથી પણ હજારો લોકો પૂ. ગુરુદેવનું પ્રવચન સાંભળવા આવ્યા હતા. પ્રવચનમાં ૧૦–૧૨
હજારની સંખ્યા થતી હતી. અહીંથી ૪–પ માઈલ દૂર બજરંગઢમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ભગવંતોના ૧પ–
૨૦ ફૂટના ભવ્ય પ્રતિમાજી બિરાજમાન છે ત્યાં દર્શન કરવા પૂ. ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. ઠેર ઠેર આવા
ભવ્ય ભગવંતોને દેખીને પૂ. ગુરુદેવને તેમજ સૌ ભક્તજનોને ઘણી પ્રસન્નતા થતી હતી. ગુના–શહેરમાં પણ
સંઘને રહેવાની તેમજ ભોજનાદિની સુંદર વ્યવસ્થા ત્યાંના દિ. જૈનસમાજ તરફથી થઈ હતી.
ગુનાથી પૂ. ગુરુદેવ લલિતપુર પધાર્યા. ત્યાં પણ જૈન સંઘે ઘણા પ્રેમપૂર્વક ગુરુદેવનું સ્વાગત કર્યું ને
પ્રવચનનો લાભ લીધો. ત્યાંથી પાછા ફરતાં ગુરુદેવે ચંદેરીમાં બિરાજમાન ૨૪ ભગવંતોના દર્શન કર્યા. ચંદેરીની
જૈન જનતાએ ઘણા ઉમળકાથી ગુરુદેવનું સ્વાગત કર્યું. ચંદેરી ઉપરાંત થૂબૌનજી ધામમાં બિરાજમાન મોટા મોટા
૨પ ખડ્ગાસન ભગવંતોના પણ દર્શન કરવા માટે સંઘના ઘણા માણસો ગયા હતા.
તા. પ–૨–પ૭ માહસુદ પાંચમે પૂ. ગુરુદેવ ઝાંસી શહેર પધાર્યા. ત્યાંના જૈન સમાજે ઉત્સાહથી ગુરુદેવનું
સ્વાગત કર્યું. ભોજનાદિની વ્યવસ્થા પણ ત્યાંના દિ. જૈન સમાજ તરફથી હતી.
તા. ૬–૨–પ૭ ના રોજ ઝાંસીથી સોનાગીરી ધામ આવ્યા. અહીં શ્રી નંગ–અનંગ કુમારોનું તથા બીજા
કરોડો મુનિવરોનું સિદ્ધિધામ છે નાનો સુંદર પર્વત છે, તેના ઉપર ૭૭ મંદિરો છે. મુખ્ય મંદિરમાં ૧પ ફૂટ ઊંચા
ઘણા પુરાણા શ્રી ચંદ્રપ્રભ ભગવાન બિરાજે છે. ચોકમાં શ્રી બાહુબલીસ્વામીના ભવ્ય પ્રતિમાજી છે; માનસ્તંભ
વગેરે પણ સુંદર છે. તા. ૭ ના રોજ પૂ. ગુરુદેવે સંઘ સહિત આ સિદ્ધિક્ષેત્રની યાત્રા ઘણા ભક્તિભાવથી કરી.
ઉપર સરસ ભક્તિ થઈ હતી. પર્વત ઉપર