Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
પરમપૂનિત તીર્થધામ શ્રી સમ્મેદશિખરજી
અભિનંદન પત્ર અર્પણ કરતી વખતે શેઠ સુબોધકુમારજીએ કહ્યું હતું કે–“પૂ. મહારાજશ્રી અહીં પધાર્યા તે અમારાં
સૌભાગ્ય છે; તેમનું પ્રવચન સાંભળતાં આત્માનો વિષય જે જટીલ લાગતો હતો તે અમને સુગમ થઈ ગયો.
સ્વામીજી પધારતાં અમારો ટાઈમ કયાં ચાલ્યો ગયો તે અમને ખબર ન પડી, સ્વામીજી અહીં વધારે ટાઈમ રહે એવી
અમારી હાર્દિક અભિલાષા છે.”
પટના – સુદર્શનમોક્ષધામ
(તા. ૨૭) સવારમાં બાહુબલી ભગવાનના દર્શન કરીને ગુરુદેવ પટના તરફ પધાર્યા. અમદાવાદ મુંબઈથી
સ્પેશીઅલ ટ્રેઈન દ્વારા રવાન થયેલ સંઘ પણ અહીં પટણા આવી ગયો. ગુલઝારીબાગ જિનમંદિરમાં દર્શન કરીને
ગુરુદેવે હીરા–માણેકનો અર્ઘ ચડાવ્યો. ત્યારબાદ થોડે દૂર શ્રી સુદર્શન (શેઠ) મુનિરાજની મોક્ષભૂમિ છે તેનાં દર્શન
કરવા પધાર્યા. સૌ ભક્તજનો પણ ભક્તિ ગાતાં ગાતાં ગુરુદેવની સાથે ચાલ્યા, નિર્વાણભૂમિમાં શ્રી સુદર્શન–
ભગવાનના ચરણકમળ છે ત્યાં જઈને એ દ્રઢ બ્રહ્મચારી વૈરાગ્યવંત સંતના ચરણની પૂજા કરી.....પૂજન બાદ ઘણી
ભક્તિ થઈ.
આવો આવોજી..... હાં....હાં.....
આવો આવોજી..... જૈન જગ સાર,
સુદર્શન મુનિ મોક્ષ ગયે.....
ધન્ય ધન્ય ‘વણિકકુલભૂષણ’
દ્રઢ બ્રહ્મચારી નેતા..............
– ઇત્યાદિ સ્તવનો ગવાયા હતા.
રાજગીરી ધામાં
બપોરે પટનાથી રવાના થઈને સંઘ રાજગીરી પહોંચી ગયો....સાંજે પાંચ વાગે ગુરુદેવ પધારતાં સૌએ
ઉમંગપૂર્વક સ્વાગત કર્યું. રાત્રે જિનમંદિરમાં ઘણી ઉમંગભરી ભક્તિ થઈ હતી; તેમાં ગુરુદેવે સમવસરણનું સ્તવન
ગવડાવ્યું હતું.
પંચશૈલપુરની યાત્રાએ
તા. ૨૮ (માહ વદ ૧૪) ના રોજ સવારમાં સંઘ સહિત ગુરુદેવ પંચશૈલપુર તીર્થ યાત્રાએ પધાર્યા. આ
પંચશૈલપુર (પંચ પહાડી) તીર્થનું વર્ણન અને મહિમા શ્રી ષટ્ખંડાગમ–ધવલા જેવા શાસ્ત્રોમાં પણ આવે છે. અહીં
પાંચ સુંદર રળિયામણાં પર્વતો છે; તેમાં
ફાગણઃ ૨૪૮૩
ઃ ૯ઃ