Atmadharma magazine - Ank 161
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
વિપુલાચલ પર્વત ઉપર ભગવાન મહાવીર પ્રભુની પહેલવહેલી દેશના થઈ હતી, ગૌતમસ્વામી અહીં જ ગણધરપદ
પામ્યા હતા અને અહીં જ બારઅંગની રચના કરી હતી. તે ઉપરાંત અહીં રાજગૃહીમાં ૨૩ તીર્થંકરોના સમવસરણ
થયા હતા. શ્રેણિકરાજાની આ રાજધાની હતી; તેમજ મુનિસુવ્રતપ્રભુના ચાર કલ્યાણક અહીં થયા હતા. આવા પાવન
ધામમાં ભગવાનના સમવસરણનું સ્મરણ કરતાં કરતાં ને ભક્તિગાન ગાતાં ગાતાં ગુરુદેવની સાથે સાથે ભક્તજનો
વિપુલાચલ પર્વત ઉપર જતા હતા...જાણે કે ગુરુદેવ સાથે ભગવાનના સમવસરણમાં જતા હોઈએ એવા ભાવો સૌ
ભક્તજનોને ઉલ્લસતા હતા.
વિપુલાચલ ઉપર ત્રણ મંદિરો છે; તેમાં મહાવીર પ્રભુ વગેરેના પ્રતિમાજી તથા ચરણકમળ બિરાજે છે ગુરુદેવ
સહિત સૌ ભક્તોએ અર્ઘ ચડાવ્યો. ત્યારબાદ ભક્તિ થઈ.....
(૧) “વીર સભામાં અહીં ગૌતમ પધાર્યા.........
અમૃત વરસ્યા મેહ રે....વીરજીની વાણી
છૂટી રે.....”
(૨) પ્રભુની વાણી જોર રસાળ....
મનડું સાંભળવા તલસે........
એ સ્તવનો ગુરુદેવે ઘણા ભાવથી ગવડાવ્યાં હતા. તે વખતે જાણે કે વિપુલાચલ ઉપર ભગવાનના
સમવસરણની સભા ભરાણી હોય ને ભક્તો દિવ્ય ધ્વનિ માટે ભગવાનને વિનવતા હોય–એવું ભાવભર્યું વાતાવરણ
હતું. ત્યાં ઘણા ઉલ્લાસથી ભક્તિ કર્યા બાદ બીજા અને ત્રીજા પર્વતની યાત્રા કરી.
યાત્રા બાદ ત્રીજા પર્વતની તળેટીમાં ભાતું આપવામાં આવે છે, ત્યાં સૌએ ભાતું ખાધું ને વિશ્રામ કર્યો.
એ રીતે ત્રણ પર્વતની યાત્રા કરીને ગુરુદેવ નીચે પધાર્યા..કેટલાક ભક્તજનોએ ચોથા પહાડની પણ યાત્રા કરી.
બપોરે જિનમંદિરના ચોકમાં ગુરુદેવનું સુંદર પ્રવચન થયું. પ્રવચન બાદ ગયા અને પટનાના જૈન સમાજ
તરફથી ગુરુદેવ પ્રત્યે એક અભિનંદન પત્ર વાંચવામાં આવ્યો હતો અને રાત્રે જિનમંદિરમાં અદ્ભુત ભક્તિ થઈ હતી.
(તા. ૧–૩–પ૭) મહા વદ અમાસની સવારમાં બાકી રહેલી બે ટૂંકની યાત્રાએ ગુરુદેવ સંઘસહિત પધાર્યા
હતા. પહેલાં પાંચમા પર્વત ઉપર ગયા હતા. અહીં ચોવીસ ભગવંતોના પ્રતિમાજી કોતરેલા છે. ત્યાં દર્શન કરીને અર્ઘ
ચડાવ્યો, ત્યારબાદ ઘણી મહાન ભક્તિ થઈ. પહેલાં ગુરુદેવે બે સ્તવનો ગવડાવ્યાં હતા.
આશ ધરીને અમે આવીયા રે......
અમને ઉતારો ભવોદધિ પાર રે....
જિનરાજ લગન લાગી રે
ઇત્યાદિ સ્વતનો ગુરુદેવે ગવડાવ્યા હતા......વિધવિધ તીર્થોની યાત્રામાં ગુરુદેવને ઉલ્લાસ થતાં વારંવાર
ભાવભીની ભક્તિ કરાવતા હતા...ને તેથી ભક્તોને ઘણો આનંદ થતો હતો. પંચપહાડી ઉપર પૂ. ગુરુદેવની ભક્તિ
બાદ પૂ. બેનશ્રીબેને પણ ઘણા ઉમંગપૂર્વક–
“આજ તો વધાઈ મારે સમોસરણ દરબારજી......એ સ્તવન ગવડાવીને જોરદાર ભક્તિ કરાવી હતી. અહીં
ભક્તિ બાદ, આ પાંચમી ટૂંક ઉપર નીકળેલા પુરાણા જિનમંદિરના અવશેષો તેમજ બે હજાર વર્ષો જૂના અનેક
દિગંબર જિનપ્રતિમાઓનું ગુરુદેવ સહિત સૌએ અવલોકન કર્યુ હતું. બે હજાર વર્ષો જૂના જિનવૈભવને જોતાં
ગુરુદેવના મુખમાંથી અનેક વાર ઉદ્ગારો નીકળતા કે જુઓ, ઈતિહાસ પણ દિગંબર જૈનધર્મની સાક્ષી પૂરે છે.
પંચમપહાડીની યાત્રા બાદ ગુરુદેવ ચોથી પહાડી તરફ પધાર્યા. ત્યાં જતા વચ્ચે પુરાણી ગુફાઓ આવે છે તેનું
અવલોકન કર્યું. આ ગુફાની દિવાલો ઉપર જિનપ્રતિમાની આકૃતિ કોતરેલી છે. ગુફાના પ્રવેશદ્વારમાં ચાર જિનપ્રતિમા
કોતરેલ એક સ્તંભ છે. આ વિશાળ અને શાંત ગુફામાં પ્રવેશતાં જ એમ થાય છે કે અહીં પૂર્વે અનેક સંતમુનિઓ
વસ્યા હશે ને આત્મધ્યાન કર્યાં હશે.
ચોથી પહાડીનું નામ ‘શ્રમણગીરી’ છે; અહીં ૭૦૦ મુનિઓ વસતા હતા ને આત્મધ્યાન કરતા હતા. તેમના
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૬૧