ભગવાન મહાવીરની નિર્વાણભૂમિઃ શ્રી પાવાપુરી
સ્મરણથી ગુરુદેવને પણ ઘણી ભાવનાઓ જાગતી હતી. આ પહાડી ઉપર ગુરુદેવે ઘણા ભાવપૂર્વક મુનિવરોની ભક્તિ
ગવડાવી હતી–
મારા પરમ દિગંબર મુનિવર આયા,
સબ મિલ દર્શન કર લો,
હાં સબ મિલ દર્શન કર લો.....
બાર બાર આના મુશકીલ હૈ,
ભાવભક્તિ ઉર ધર લો.....
હાં ભાવભક્તિ ઉર ધર લો.....
ગુરુદેવની ભાવભીની ભક્તિ સાંભળીને સૌ ભક્તો પ્રસન્ન થયા હતા...પહાડી ઉપરથી ઉતરતાં ઉતરતાં પણ
ગુરુદેવ ધીમે ધીમે મુનિવરોની ભક્તિ બોલતા હતા......
–આમ આનંદપૂર્વક પંચ પહાડી તીર્થધામની યાત્રા પૂર્ણ થઈ.
પંચ પહાડી તીર્થધામ કી જય...
પંચ પહાડી તીર્થધામમાં વિચરેલા તીર્થંકરો–સંતોને નમસ્કાર.
જિનવાણી–પાવનધામને નમસ્કાર.
પૂ. ગુરુદેવ સાથે પવિત્ર તીર્થધામની યાત્રા થઈ તેની ખુશાલીમાં આજે રાત્રે જિનમંદિરમાં અદ્ભુત ભક્તિ
થઈ હતી.
તા. ૨–૩–પ૭ (ફા. સુદ ૧) ના રોજ સવારમાં શ્રી જિનેન્દ્ર ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળી હતી.
રથયાત્રા બાદ શ્રી જિનેન્દ્રદેવનો મહાઅભિષેક થયો હતો. અને રાજગૃહીના જૈન સમાજ તરફથી ગુરુદેવને
સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.
કુંડલપુર – નાલંદા
બપોરે રાજગીરીથી પાવાપુર તરફ જતાં વચ્ચે કુંડલપુર તથા નાલંદા પણ ગયા હતા. કુંડલપુરમાં
મહાવીરપ્રભુનું જે જન્મસ્થાન ગણાય છે ત્યાં જિનમંદિરમાં ગુરુદેવે ભક્તિ કરાવી હતી અને પછી બેનશ્રીબેને
જન્મકલ્યાણકની વધાઈની ધૂન ગવડાવી હતી. નાલંદામાં બૌદ્ધોની જૂની વિદ્યાપીઠ ખોદકામ કરતાં નીકળેલી છે, જેમાં
શ્રી અકલંક–નિકલંક ગુપ્ત વેષે ભણતા હતા ને પકડાઈ જતાં તેમને કેદ કર્યા હતા....ત્યાંથી છટકીને જતાં, પાછળથી
પકડાઈ ગયા ને નિકલંકનું બલિદાન દેવાયું. પછી તો અકલંક સ્વામીએ બૌદ્ધોને હરાવીને જૈનધર્મનો જોરદાર પ્રભાવ
ફાગણઃ ૨૪૮૩ ઃ ૧૧ઃ