ફેલાવ્યો; તે બધો ઇતિહાસ આ નાલંદા વિદ્યાપીઠમાં બનેલો, તેથી આ નાલંદા વિદ્યાપીઠના અવલોકન પ્રસંગે
ભક્તજનો અકલંક–નિકલંકના સ્મરણથી લાગણીવશ બની જતા હતા, ને હૃદય જૈનધર્મ પ્રત્યેની ભક્તિથી ભરાઈ
જતું હતું, કુંડલપુર અને નાલંદા થઈને ગુરુદેવ સંઘસહિત પાવાપુરી પધાર્યા.
પાવાપુરી ધામાં અદ્ભુત ભક્તિભરી યાત્રા
પાવાપુરીમાં ધર્મશાળામાં મહાવીરભગવાનના ૧૦ ફુટ મોટા ખડ્ગાસન પ્રતિમાજી બિરાજે છે. જે ઘણી જ
સુંદર અને ભાવવાહી છે. ત્યાં રાત્રે ભક્તિ થઈ હતી. ગુરુદેવે પણ ભક્તિમાં સ્તવનો ગવડાવ્યા હતા. ધર્મશાળામાં
બીજા પણ અનેક મંદિરો છે. તેમ જ ૨૪ ભગવંતોના ચરણકમળ અને મહાવીરપ્રભુના તથા ગૌતમગણધરના
ચરણકમળ પણ છે.
જલમંદિર પદ્મસરોવરની વચ્ચે આવેલું છે, જે ભગવાનનું નિર્વાણસ્થાન છે.
(તા. ૩) ફાગણ સુદ બીજઃ આજે સવારમાં જલમંદિરે સામૂહિક પૂજનભક્તિ ઘણા ઉલ્લાસથી થયા હતા.
પાવાપુરી જલમંદિરમાં વીરપ્રભુના તેમજ ગૌતમપ્રભુ અને સુધર્મપ્રભુના ચરણકમળ બિરાજે છે. સરોવરની
વચ્ચે જલમંદિરનું દ્રશ્ય બહુ રળિયામણું લાગે છે. ત્યાં પૂજન–ભક્તિ માટે ગુરુદેવ સાથે ભક્તજનો ગાતાં ગાતાં
ચાલ્યા...પ્રભુના ચરણ પાસે આવીને બેઠા; ભાવપૂર્વક હીરામાણેકનો અર્ઘ ચડાવ્યો...ગુરુદેવે પ્રભુચરણનો અભિષેક
પણ કર્યો...પછી ભક્તિ શરૂ કરતાં પહેલાં ગુરુદેવે કહ્યું કેઃ જુઓ ભગવાન અહીંથી મોક્ષ પધાર્યા...અહીંથી ઉપર
ભગવાન બિરાજે છે...એમ કહીને હાથ ઊંચો કરીને સિદ્ધાલય બતાવ્યું...અને પછી ભક્તિ શરૂ કરી–
આજે વીરપ્રભુજી નિર્વાણ પદને પામીયા રે.....
અહીંથી વીરપ્રભુજી નિર્વાણ પદને પામીયા રે.....
શ્રી ગૌતમગણધરજી પામ્યા કેવળજ્ઞાન.....
સુરનર આવો આવો નિર્વાણ મહોત્સવ ઉજવવા રે.
ભક્તિમાં ભગવાનના વિરહની વાત આવતાં ગુરુદેવ ગદગદ થઈ ગયા હતા.....અને એ ગદગદભરેલી
ભક્તિ ભક્તોના હૈયાંને પણ હચમચાવતી હતી.
એ ભક્તિ વખતના સ્તબ્ધ વાતાવરણમાં જાણે કે ભક્તો ગુરુદેવને પૂછી રહ્યા છે કે–હે ગુરુદેવ! ભગવાન
અહીંથી કઈ રીતે–કયા માર્ગે મુક્તિ પધાર્યા? તે અમને બતાવો. ત્યારે ગુરુદેવ ભક્તિદ્વારા બતાવે છે કે ભગવાન
અહીંથી સમશ્રેણી માંડીને સિદ્ધ થયા ને ઉપર બિરાજી રહ્યા છે.
“અહીં પાવાપુરીમાં સમશ્રેણી પ્રભુ આદરી રે.....
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત.....
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહા પડયા રે.....
વીર ભગવાનના પગલે પગલે મુક્તિમાર્ગે ચાલતાં ચાલતાં ગુરુદેવ ભક્તોને બતાવી રહ્યા છે કે–ભગવાને તો
ત્રીસ વર્ષે તપ આદર્યા ને ઉગ્ર આત્મધ્યાન કરી–કરીને કેવળજ્ઞાન પામ્યા....પછી અનેક ભક્તોને ઉગારીને અહીંથી
મોક્ષધામ સીધાવ્યાઃ–
ત્રીસ વર્ષે તપ આદર્યા.....લીધા કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારીને.....પામ્યા પદ નિર્વાણ.....
ભગવાન પાસે બાળકની જેમ ભક્તિ કરતાં હાથ જોડીને સંતો કહે છે કે “હે નાથ!–
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ
અમને કેવળના વિરહામાં મૂકી ચાલીયા રે.....
છેવટે બેધડકપણે આત્મસાક્ષીથી કહે છે કે–હે ભગવાન! આપ મુક્તિ ભલે પામ્યા...અમે પણ આપનાં બાળક
છીએ...ને અમે પણ આપના શાસનને શોભાવતા શોભાવતાં આપની પાસે ચાલ્યા આવીએ છીએ.
–આવા ભાવપૂર્વક ગુરુદેવની ભાવભીની ભક્તિ પૂરી થઈ, ને આવા તીર્થધામમાં ગુરુદેવની આવી ભક્તિ
દેખીને સૌ ભક્તજનોને ઘણો જ આનંદ થયો....
ત્યાર બાદ પૂ. બેનશ્રીબેને પણ મહાઉલ્લાસથી ભક્તિ કરાવી.
નિર્વાણ મહોત્સવ થયા અહીં.....
વીર પ્રભુ સિદ્ધ થયા છે.....
વીર પ્રભુજી સિદ્ધ થયા છે,
ગૌતમ કેવળજ્ઞાન.....વીર પ્રભુ.
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૬૧