પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું, તેમજ સંઘને ઉતરવા વગેરેની સુંદર વ્યવસ્થા કરી હતી.
સિંહપુરી – ચંદ્રપુરી
બપોરે પૂ. ગુરુદેવ સંઘસહિત સિંહપુરી–ચંદ્રપુરીના દર્શને પધાર્યા. સિંહપુરી શ્રેયાંસનાથ ભગવાનની
જન્મભૂમિ બનારસથી આઠ માઈલ દૂર છે; અને ચંદ્રપુરી તે ચંદ્રનાથ ભગવાનની જન્મભૂમિ બનારસથી ૧૪ માઈલ
દૂર ગંગાકિનારે આવેલું છે. ગંગાકિનારે ચંદ્રપુરી–જન્મધામનું દ્રશ્ય પ્રસન્નતા ઉપજાવે તેવું છે....ત્યાં ચંદ્રપ્રભુ
ભગવાનના પ્રતિમાજી તેમજ ચરણકમળ બિરાજે છે. ત્યાં દર્શન–પૂજન કરીને સૌ સિંહપુરી આવ્યા...શ્રેયાંસનાથ
ભગવાનના આ જન્મધામમાં પ્રવેશતાં જ હૃદયમાં શાંતિના શેરડા પડે છે. અહા! શું એ શાંતિનું ધામ!! અહીં
બૌદ્ધોના સારનાથ–સ્તંભની સામે જ શ્રેયાંસનાથ પ્રભુનું સુંદર મંદિર છે, ને શ્રેયાંસનાથ ભગવાનના શાંત ભાવવાહી
પ્રતિમાજી બિરાજે છે. ત્યાં ગુરુદેવ સાથે સૌએ અર્ઘ ચડાવીને ભક્તિ કરી.....પૂ. બેનશ્રીબેને ઘણા ઉલ્લાસથી
ભગવાનના જન્મની વધાઈ ગવડાવી હતી. ત્યાં દર્શન કરીને સાંજે પાછા બનારસ આવ્યા.
રત્નપ્રતિમા
તા. ૨૩ મી એ સવારમાં પૂ. ગુરુદેવ રત્નના પ્રતિમાજીના દર્શન કરવા પધાર્યા. પાર્શ્વનાથ પ્રભુના રત્નના
નાનકડા સુંદર પ્રતિમાજી છે તે હાથમાં લઈને ગુરુદેવે નીહાળ્યા, ને ભાવથી અર્ઘ ચડાવ્યો....ત્યારબાદ બીજા મંદિરોના
પણ દર્શન કર્યા.
પૂ. ગુરુદેવનું પ્રવચન ટાઉનહોલમાં હતું. પ્રવચનમાં તેમજ રાત્રિચર્ચામાં વિદ્વાનોએ તેમજ જનતાએ ઘણા
પ્રેમથી લાભ લીધો હતો.
પાર્શ્વનાથ જન્મધામાં
પ્રવચન બાદ, ભેલુપુરમાં પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ છે ત્યાં સૌ દર્શન કરવા ગયા. અહીં ત્રણ મંદિર
શ્રી શ્રેયાંસનાથ ભગવંતની કલ્યાણકભૂમિ સિંહપુરીતીર્થ
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૬૧