છે. તેમાં બે દિ. મંદિર છે; અને ત્રીજું મંદિર શ્વે. દિ. નું ભેગું છે, તેમાં બંનેના પ્રતિમાજી અલગ અલગ બિરાજે છે.
અહીં પાર્શ્વનાથ ભગવાનની ભક્તિ તથા ધૂન થઈ હતી.
ગંગાકિનારે સુપાર્શ્વ જન્મધામાં – અને – સ્યાદ્વાદ મહાવિદ્યાલયમાં
કાશીમાં ગંગા કિનારે દિ. જૈન સ્યાદ્વાદ મહાવિદ્યાલય આવેલું છે. ત્યાંના આમંત્રણથી પૂ. ગુરુદેવ બપોરે
સંઘસહિત ત્યાં પધાર્યા; અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ પ્રેમભર્યું સ્વાગત કર્યું અને ગુરુદેવની છાયામાં વિદ્યાલયનું
વાર્ષિક સંમેલન થયું......અહીં બે જિનમંદિરો છે. ને સુપાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ પણ અહીં છે. આ સ્થાન
ગંગાકિનારે જ છે, ને ગંગાના પાણી જાણે કે ભગવાનનો અભિષેક કરતા હોય તેમ તેને ઘસાઈને જ વહી રહ્યા છે.
અહીંનું દ્રશ્ય બહુ રમણીય છે. અહીં ઘણી ઉમંગભરી ભક્તિ થઈ. ભગવાનના જન્મધામનું ખાસ સ્તવન પૂ.
બેનશ્રીબેને બનાવેલું તે અહીં ગવડાવ્યું. ભક્તિ પ્રસંગે ગુરુદેવ પણ વિશેષ આનંદિત હતા....સંતોની સાથે આ
જન્મધામના દર્શનથી સૌ ભક્તોને ઘણો આનંદ થયો. સ્યાદ્વાદ વિદ્યાલયમાં પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન થયું...
ગંગાકિનારે ગુરુદેવે અધ્યાત્મગંગાનો પ્રવાહ વહેવડાવ્યો.
સન્મતિ – નિકેતનમાં
ત્યારબાદ ગુરુદેવ ‘સન્મતિ–નિકેતન’ (વિદ્યાલય) માં પધાર્યા. ત્યાં પ્રો. ખુશાલચંદ્રજી વગેરેએ તથા
વિદ્યાર્થીઓએ સ્નેહભર્યું સન્માન કર્યું. ત્યાં મંગલ–પ્રવચન સંભળાવીને બાજુમાં હુકમીચંદજી શેઠના જિનમંદિરે દર્શન
કર્યા. આ મંદિરમાં મહાવીર ભગવાનના મોટા ભાવવાહી પ્રતિમાજી બિરાજે છે.
ડાલમીઆ નગરમાં ભવ્ય સન્માન
તા. ૨૪મીએ બપોરે સંઘસહિત પૂ. ગુરુદેવ બનારસથી ડાલમીઆ–નગર તરફ પધાર્યા....યાત્રાના પ્રવાસ
દરમીયાન વચ્ચે વચ્ચે રસ્તામાં વનજંગલમાં ગુરુદેવની સાથે થઈ જતા ત્યારે ભક્તજનોને વિશેષ હર્ષ થતો.
લગભગ ચાર વાગે ડાલમિયાનગર પહોંચ્યા....અહીં ગુરુદેવની અને સંઘની બધી વ્યવસ્થા શેઠશ્રી
શાંતિપ્રસાદજી શાહુએ ઘણા પ્રેમપૂર્વક કરી હતી. અહીં એક જિનમંદિર છે તેમાં મહાવીર ભગવાનના ભાવવાહી
પ્રતિમાજી બિરાજે છે ત્યાં રાત્રે ભક્તિ થઈ હતી. ભક્તિ ઘણા ઉલ્લાસપૂર્વક થઈ હતી.
તા. ૨પ મીએ સવારે ગુરુદેવના સન્માનનો સમારંભ થયો હતો. તેમાં અનેક વિદ્વાનોએ ભાષણ અને કાવ્યો
દ્વારા ગુરુદેવને અભિનંદન આપ્યા હતા. પં. અયોધ્યાપ્રસાદજી ગોયલીયના હાથે ગુરુદેવને સન્માનપત્ર અર્પણ
કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રીમતી રમાદેવી શેઠાણીએ તથા શેઠ શાંતિપ્રસાદજી શાહુએ ભક્તિપૂર્વક શ્રદ્ધાંજલિ
અર્પણ કરી હતી. આ પ્રસંગે શેઠજીએ કહ્યું હતું કે–“અમારું પરમ સૌભાગ્ય છે કે પૂ. સ્વામીજી અમારા આંગણે
સંઘસહિત પધાર્યા છે ને અમને તેમના સ્વાગતનું સૌભાગ્ય મળ્યું છે. હું આ શ્રદ્ધાંજલિ અર્પણ કરીને પૂ. સ્વામીજીનું
અને સંઘનું સ્વાગત–સન્માન કરું છું.” ત્યારબાદ ડાલમીઆ નગરની જૈન સમાજ તેમજ સારી જનતા તરફથી એક
શ્રદ્ધાંજલિ ભેટ કરવામાં આવી હતી; તેમજ શ્લોકવાર્તિક વગેરે શાસ્ત્રો ગુરુદેવને ભેટ આપ્યા હતા.
પ્રવચન બાદ, અહીં વિશાળ પાયા ઉપર શેઠના ઔદ્યોગિક કારખાનાઓ (સીમેન્ટ ફેકટરી, સ્યુગર ફેકટરી,
પેપર મીલ્સ વગેરે) ચાલે છે તે બતાવવા માટે શેઠજી સૌને તેડી ગયા હતા. સંઘના ભોજનાદિની પણ સુંદર વ્યવસ્થા
શેઠ શાંતિપ્રસાદજી શાહુ તરફથી કરવામાં આવી હતી. ગુરુદેવ પ્રત્યે તેમણે ઘણો પ્રેમ અને ભક્તિભાવ દર્શાવ્યો હતો.
સંઘ બપોરે અહીંથી રવાના થઈને રાત્રે આરા પહોંચી ગયો.
આરા (જૈનપુરી) માં જિનેન્દ્ર દર્શન
પૂ. ગુરુદેવ તા. ૨૬ ના રોજ સવારે આરા શહેર પધાર્યા. સંઘે અને આરાના દિ. જૈન સમાજે ઉલ્લાસથી
ગુરુદેવનું સ્વાગત કર્યું. આરાને જૈનપુરી કહેવામાં આવે છે. અહીં લગભગ ૪૦ જિનમંદિરો છે. માંગલિક સંભળાવ્યા
બાદ ગુરુદેવ જિનમંદિરોના દર્શન કરવા પધાર્યા....ભક્તજનો પણ આનંદથી ભક્તિની ધૂન ગાતાં ગાતાં
ફાગણઃ ૨૪૮૩
ઃ ૭ઃ