મનુષ્ય મટીને ઝાડની છાયારૂપે થઈ જતો નથી. તેમ સંસાર પરિભ્રમણમાં આત્મા એક પછી એક શરીરો ધારણ
કરે છે ને છોડે છે, અનેક શરીરોમાંથી પસાર થવા છતાં ‘હું આ શરીરરૂપે થઈ ગયો’ એવી કલ્પના પણ જ્ઞાનીને
થતી નથી. દેવ–મનુષ્ય–હાથી–બળદ વગેરે શરીરોમાંથી પસાર થવા છતાં આત્મા તો સોંસરવટ તેને તે જ
એકસ્વરૂપે રહ્યો છે, આત્મા ચેતન મટીને જડ શરીરરૂપે થઈ ગયો નથી. ભાઈ! આમ સ્પષ્ટપણે તારું સ્વરૂપ
દેહથી અત્યંત જુદું છે, તો જુદાને જુદારૂપે માનવામાં તને શું વાંધો આવે છે!! ! જેમ સડક ઉપર જતો માણસ
ઝાડના પડછાયા ઉપરથી ચાલ્યો જાય છે, ત્યાં તે માણસનો સ્વભાવ કોઈ છાયારૂપે થતો નથી. માણસ તો બધી
છાયાને ઓળંગીને સોંસરવો નીકળી જાય છે, તેમ અનાદિથી સંસાર–સડકમાં ચાલતો આત્મા એક પછી એક
અનેક શરીરોમાંથી પસાર થયો, પણ તે કદી કોઈ શરીરરૂપે થયો નથી, સદા સળંગપણે એક સ્વરૂપે પોતામાં જ
રહ્યો છે. બધાય આત્મામાં આવી શક્તિ છે કે તે સ્વધર્મમાં જ રહે છે. આવા નિજધર્મને જે ઓળખે તેને શરીરનો
સંબંધ છૂટીને અશરીરી મુક્તદશા થયા વિના રહે નહીં.
આત્મા કરે અથવા શરીરની ક્રિયાથી આત્માને ધર્મ થાય–એમ જેણે માન્યું તેણે આત્માને ‘સ્વધર્મવ્યાપક’ ન
માન્યો પણ જડ શરીરના ધર્મોમાં વ્યાપક માન્યો. એટલે કે આત્માને જડરૂપ માન્યો, ને જડને આત્મારૂપ માન્્યું,
જીવને અજીવ માન્યો અને અજીવને જીવ માન્યો–તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ તે જ અધર્મની મહાન્ ક્રિયા છે.
આત્મા તો જ્ઞાનાદિ સ્વધર્મોમાં જ રહેલો છે, ને શરીરથી તો જુદો જ છે–એમ બંનેના ધર્મોને ભિન્ન ભિન્ન
ઓળખીને, સ્વધર્મમાં વ્યાપક આત્માની શ્રદ્ધા કરવી તે અપૂર્વ સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ થતાં આત્મા પોતાની
નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે; અને તે જ ધર્મની ક્રિયા છે.
સ્વભાવ તો મારા અનંતધર્મોમાં જ વ્યાપેલો છે, વિકારમાં કે પરમાં વ્યાપવાનો મારો સ્વભાવ નથી” –એવું
સમ્યગ્જ્ઞાન થતાં સાધક જીવ પોતાની નિર્મળ પર્યાયોમાં જ તન્મય થઈને તેમાં વ્યાપે છે, રાગાદિમાં પણ તે
તન્મય થઈને વ્યાપતો નથી; તેને રાગાદિ ટળીને અલ્પકાળમાં મુક્તદશા થઈ જાય છે.
અનાદિથી અજ્ઞાનીને તેનું ભાન નથી, તેથી પર્યાયમાં તેને નિજધર્મનો અનુભવ થતો નથી. માટે તેને કહે છે કે તું
તારા નિજધર્મને ઓળખીને તેનો અનુભવ કર, તો તને પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય.
તાદાત્મ્યરૂપે એકમેક છે, જુદો નથી, તેથી જ્ઞાનને સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ
આપવામાં આવે છે?
જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે સ્વભાવથી તો આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, પર્યાયમાં અનાદિથી
અજ્ઞાનને સેવી રહ્યો છે, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પર્યાયમાં તેનું સેવન કદી એક ક્ષણ પણ કર્યું નથી. અને
જ્યાં સુધી પર્યાયમાં જ્ઞાનસ્વભાવનું સેવન ન કરે ત્યાં સુધી તે આત્મા અજ્ઞાની છે; જ્યારે અંતર્મુખ થઈને
પર્યાયને જ્ઞાનસ્વભાવમાં એકાકાર કરીને તેનું સેવન (શ્રદ્ધા–જ્ઞાનલીનતા) કરે ત્યારે આત્મા જ્ઞાની થાય છે. એ
રીતે પર્યાયમાં જ્ઞાન નવું પ્રગટે છે. તેમ અહીં આત્માને સ્વધર્મવ્યાપક કહ્યો તેમાં પણ એ