Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
જુઓ, અહીં ઘણા બોલથી એક આત્માને જ સર્વ પ્રકારે ઉપાદેય કહ્યો છે.
જગતના જીવોને–જેને સુખ જોઈતું હોય તેણે–આ પરથી ભિન્ન શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય છે, તેને
જાણ્યા વિના સુખ કદી થાય નહિ. ચૈતન્યસ્વરૂપ આત્માની સન્મુખ થવું તે જ સુખનો ઉપાય છે, ને તે માટે જ
શાસ્ત્રોમાં સંતોનો ઉપદેશ છે. સર્વ ઉપદેશનું રહસ્ય શું? કે શુદ્ધ આત્માની સન્મુખ થઈને તેને જાણવો. તે જ સર્વ
શાસ્ત્રોનો સાર છે. આ સિવાય બહારના બીજા ઉપાયથી સુખ થવાનું જે કહેતા હોય તે ઉપદેશક પણ સાચા નથી,
ને તેનો ઉપદેશ તે હિતોપદેશ નથી. હિતોપદેશ તો આ છે કે તું તારા શુદ્ધ આત્માને જાણીને તેની સન્મુખ થા.
આગમથી, અનુમાનથી ને અનુભવથી શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણીને મારી શક્તિથી હું તે કહીશ; જેને
શુદ્ધાત્માની જિજ્ઞાસા છે–આત્માના આનંદની જિજ્ઞાસા છે–એવા ભવ્યજીવો આ શુદ્ધાત્માને જાણો. મને મારું સુખ
કેમ થાય, મારા આત્મામાં શાંતિનું વેદન કેમ થાય–એવી જેના અંતરની ઊંડી અભિલાષા છે તે જીવને અહીં શુદ્ધ
આત્માનું સ્વરૂપ સંભળાવે છે.
આગમમાં શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું બતાવ્યું છે?
‘एको मे सासदो अप्पा णाणदंसणलक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।’
મારો સુશાશ્વત એક દર્શનજ્ઞાનલક્ષણ જીવ છે;
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
મારો આત્મા એક શાશ્વત જ્ઞાનદર્શનલક્ષણરૂપ છે, ને
બાકીના સર્વે સંયોગલક્ષણરૂપ ભાવો મારાથી બાહ્ય છે.
આ રીતે કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતોએ, નિયમસાર, સમયસારાદિ પરમ આગમોમાં શુદ્ધાત્માનું સ્વરૂપ જે
પ્રમાણે કહ્યું છે, તે પ્રમાણે જાણીને તેના અનુસાર હું શુદ્ધઆત્માનું સ્વરૂપ કહીશ.
વળી કહે છે કે હું લિંગ એટલે કે યુક્તિ અને અનુમાનવડે દેહાદિથી ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. તે આ
પ્રમાણે: શરીરાદિથી આત્મા ભિન્ન છે કેમકે તે ભિન્ન લક્ષણથી લક્ષિત છે; જેઓ ભિન્ન લક્ષણવડે લક્ષિત થાય છે
તેઓ ભિન્ન હોય છે, –જેમકે જળ અને અગ્નિના લક્ષણ (શીત અને ઉષ્ણ) ભિન્ન ભિન્ન હોવાથી તેઓ પ્રસિદ્ધપણે
જુદા છે. આત્મા ઉપયોગસ્વરૂપથી લક્ષિત છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ એવા અનુપયોગ–જડ સ્વરૂપે લક્ષિત
છે, તેથી તેને જુદાપણું છે. એ જ પ્રમાણે રાગાદિ ભાવોથી પણ જ્ઞાનની ભિન્નતા છે, કેમકે બંનેના લક્ષણ જુદા છે.
–ઈત્યાદિ પ્રકારે યુક્તિ તથા અનુમાનથી પણ હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. –કોને? કે જે જીવ કેવળ
અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને.
[વર સ. ૨૪૮૨, વશખ વદ પચમ]

જે જીવ આત્માના અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને માટે હું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ–એમ
પૂજ્યપાદસ્વામી આ ત્રીજી ગાથામાં પ્રતિજ્ઞા કરે છે. કઈ રીતે કહીશ? કે આગમથી, યુક્તિથી–અનુમાનથી અને
મારા અંતરના અનુભવથી મારી આત્મશક્તિ અનુસાર હું શુદ્ધ આત્માનું કર્માદિથી ભિન્ન સ્વરૂપ કહીશ. કોને માટે
કહીશ? કે જેને આત્માના સુખની અભિલાષા છે તેને માટે કહીશ.
મારો આત્મા અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે, મને મારો આનંદ કેમ પ્રાપ્ત થાય–એમ જેને ધગશ જાગી હોય
એવા જીવને સંબોધીને આત્માનું સ્વરૂપ હું કહીશ. જેને સંસારની કે પુણ્યની અભિલાષા છે એવા જીવોને તો
ભિન્ન આત્માનું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જ નથી, એટલે એવા જીવોને શ્રોતા તરીકે લીધા જ નથી.
મારે તો આત્માનો આનંદ જોઈએ છે, કર્મના સંબંધ વગરનો–ઈન્દ્રિયના વિષયોના સંબંધ વગરનો, કેવળ
આત્માનો અતીન્દ્રિય આનંદ મારે જોઈએ છે, –આવી જેને ઝંખના થઈ છે તેને માટે કર્માદિથી ભિન્ન આત્માનું
સ્વરૂપ બતાવે છે, કેમ કે એવા આત્માનું સ્વરૂપ જાણવાથી જ અતીન્દ્રિય સુખ થાય છે; માટે આગમથી, યુક્તિથી
ને અનુભવથી આવા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે.