ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૫ :
તારા અાત્મામાં માંગિળકના સાિથયા પુર!
આ તીર્થંકર ભગવાનો ટેલિફોન આવ્યો છે કે હે જીવ! તું દેહથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ છો. તારો આત્મા આનંદ સ્વભાવથી ભરેલો છે. તેનું ભાન કરતાં
અંતરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેનું નામ ધર્મ છે; માટે તું તેનું ભાન કર.
[ધંધૂકામાં પૂ. ગુરુદેવનું પ્રવચન: કારતક વદ પાંચમ]
‘આ ‘પદ્મનંદી’ અધ્યાત્મશાસ્ત્ર છે.
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને જાણીને જેઓ સર્વજ્ઞ થયા, તેમની વાણીમાં આત્માનું જે
વાસ્તવિક સ્વરૂપ કહ્યું તે સંતોએ આ અધ્યાત્મશાસ્ત્રમાં બતાવ્યું છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વગર
જીવ ચાર ગતિમાં અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. (૧)
આત્માનું વાસ્તવિક સ્વરૂપ સમજ્યા વિના જીવ ચાર ગતિમાં અનંત દુઃખ પામ્યો. તે આત્મસ્વરૂપ જેમણે
સમજાવ્યું એવા શ્રી સદ્ગુરુભગવાનને નમસ્કાર હો.
ભાઈ! જ્ઞાનીઓએ જેવો ચિદાનંદ આત્મા બતાવ્યો છે તેવો જાણ્યા વગર આ ચોરાશી લાખ જીવયોનિમાં
તું બધા અવતાર કરી ચૂક્યો, ને તેમાં તું બહુ દુઃખી થયો. જુઓ, પૈસા વગર દુઃખી થયો–એમ ન કહ્યું, પણ
આત્મજ્ઞાન વગર જ દુઃખી થયો. અજ્ઞાનને લીધે ચાર ગતિના અનંત દુઃખ ભોગવ્યા, માટે હે જીવ! હવે
સત્સમાગમે આત્માની સમજણ કર.
અહીં કહે છે કે જીવને આત્મજ્ઞાનની પ્રાપ્તિ બહુ દુર્લભ છે. કદાચિત્ શાસ્ત્રજ્ઞાન કરે છે તોપણ અંતરના
આત્મતત્ત્વને જાણ્યા વગર તે સંસારમાં જ રખડે છે. ભાઈ, લક્ષ્મી તને અનંતવાર મળી, મોટો રાજા અને દેવ
પણ તું અનંત વાર થયો, અને તેં શાસ્ત્રજ્ઞાન પણ અનંતવાર કર્યું પણ શાસ્ત્રોએ કહેલા ચૈતન્યતત્ત્વને તેં કદી
જાણ્યું નહિ.
भ्रमतोऽपि सदा शास्त्रजाले महति केचन।
न विदन्ति परं तचं दारुणीव हुताशनम्।।५।।
જેમ લાકડામાં અગ્નિ રહેલો છે તેમ દેહમાં આ ચૈતન્યતત્ત્વ રહેલું છે; પરંતુ અજ્ઞાની જીવ અનેક શાસ્ત્રો
ભણવા છતાં પોતાના ભ્રમને લીધે આવા પરમ ચૈતન્ય–તત્ત્વને જાણતો નથી.
જુઓ, આ સર્વજ્ઞદેવ–તીર્થંકર ભગવાનનો ટેલિફોન છે. બહારમાં વેપારનો ટેલિફોન આવે ત્યાં હોંસથી
દોડે છે, તો આ તીર્થંકર ભગવાનનો ટેલિફોન–સંદેશો સંતો સંભળાવે છે કે–હે જીવ! તું દેહથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ
છો, તેનું ભાન કર. આ વાતનું શ્રવણ પણ જીવને દુર્લભ છે. સમયસારમાં કહે છે કે–