Atmadharma magazine - Ank 162
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
ચૈત્ર : ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
કર. અનંતકાળે આત્માની સમજણનો આ અવસર આવ્યો છે, તેને બાહ્ય વિષયોમાં જે ગુમાવે છે તે તો આંધળા
જેવો મૂર્ખ છે.
એક આંધળો હતો; તેને એક ગામમાં પ્રવેશવું હતું; ગામને ફરતો ગઢ હતો ને અંદર જવાનું એક જ દ્વાર
હતું. આંધળાએ કોઈને પૂછયું કે ભાઈ!ં દરવાજો ક્યાં છે? તે ભાઈએ કહ્યું કે–જો ભાઈ! આ ગઢને હાથ
લગાડીને ચાલ્યા જાઓ, ચાલતાં ચાલતાં બારણું આવશે એટલે અંદર ચાલ્યા જાજો... આંધળાને ફરતાં ફરતાં
જ્યાં બારણું આવવાનું ટાણું થયું ત્યાં જ બરાબર ખંજવાળ આવી, ને ગઢ ઉપરનો હાથ ઉપાડીને ખંજવાળતો–
ખંજવાળતો ચાલ્યો ગયો... ને બારણું પાછળ રહી ગયું... તેથી પાછો ભટકવા લાગ્યો... તેમ અનાદિ કાળથી
સંસારમાં રખડતા આ જીવને મનુષ્ય અવતારમાં સત્ સમજીને મુક્તિપુરીમાં પ્રવેશવાનું ટાણું આવ્યું.... સંતોએ
તેને મુક્તિમાં પ્રવેશવાનું દ્વાર દેખાડયું... પણ મૂઢ અજ્ઞાની જીવ આંધળાની જેમ વિષય કષાયોની ખંજવાળમાં
જીવન વીતાવી દે છે ને મુક્તિનો આ અવસર ગુમાવી દે છે, માટે સંતો કહે છે કે–અરે ભાઈ! અનંત અનંત
અવતારના દુઃખથી છૂટવાનું આ ટાણું આવ્યું છે; તો હવે દેહાદિથી ભિન્ન એવા તારા પરમતત્ત્વને સત્સમાગમે તું
જાણ.
જેમ લાકડામાં અગ્નિ છે, પણ તે કાઈ લાકડાને કાપવાથી નથી નીકળતી, કે આંખથી નથી દેખાતી. તેને
માટે તો એક ચિનગારી જોઈએ. તેમ આ દેહમાં ચૈતન્યતત્ત્વ આનંદથી ભરેલું છે; પણ તે કાંઈ આંખથી નથી
દેખાતું, કે શરીરના કટકા કરવાથી તેમાં તે નથી દેખાતું, તે ચૈતન્યતત્ત્વ તો અંતરના જ્ઞાનદ્વારા જ ઓળખાય છે.
પરમ ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર તેના આનંદનું વેદન થાય નહિ. જગતના આનંદથી ચૈતન્યનો આનંદ જુદી
જાતનો છે. આવા ચૈતન્યતત્ત્વને સાંભળવા માટે પણ જીવે રસ લીધો નથી. જરાક પ્રતિકૂળતા આવે ત્યાં ગમતું
નથી ને તેનાથી છૂટવા માંગે છે. પણ બાપુ! જેનાથી અનંત જન્મમરણની અનંતી પ્રતિકૂળતા સહન કરવી પડે–
એવા અજ્ઞાનને તો તું સેવી રહ્યો છે, માટે જો તું ખરેખર જન્મમરણના દુઃખથી છૂટવા ચાહતો હો તો અજ્ઞાન
છોડ, ને સત્સમાગમે આત્માનું જ્ઞાન કર. આત્માનું યથાર્થ જ્ઞાન કરવું તે જ જગતમાં ઉત્તમ માંગળિક છે, તેનાથી
જ પાપનો નાશ, ને પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. આવું માંગળિક તે જ ધર્મ છે; આવા માંગળિકના સાથિયા પૂર્યા
વગર આત્માના ભવનો અંત કદી આવતો નથી, માટે સત્સમાગમે આત્માનું જ્ઞાન કરીને આત્મામાં આવા
મંગળ–સાથિયા પૂરવા, તે ભવથી છૂટવાનો ઉપાય છે.

અહો, મોક્ષમાર્ગી મુનિવરોની દશા!!
એ તો પરમેશ્વરનો માર્ગ છે.
જૈન મુનિવરો પરમેશ્વરનો ભેટો કરવા નીકળ્‌યા છે.
“–પરમેશ્વરનો ભેટો કેમ થાય? ”

મુનિવરોને અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં તો પરમેશ્વરનો ભેટો થઈ ગયો છે, ને હવે અંતરમાં લીન થઈને પૂર્ણ–
આનંદી પરમેશ્વરપદને સાધી રહ્યા છે.
ભગવાનનો ભેટો કરવા નીકળેલા મોક્ષમાર્ગી મુનિવરો આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, અંતરના
ચૈતન્ય દરીયામાં તેમને શાંતિની ભરતી આવી છે... આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે... રોમ રોમમાં સમાધિ પરિણમી
ગઈ છે. આવા મુનિ–અહો! જાણે કે ‘ચાલતા સિદ્ધ!ં’ –એવી એમની અદ્ભુત દશા છે.
મુક્તિસુંદરી કહે છે કે હું આવા શુદ્ધરત્નત્રયના સાધક મુનિવરોને જ વરું છું. આવા મોક્ષમાર્ગી મુનિવરો
જ મુક્તિસુંદરીના નાથ થાય છે. – ‘જય હો... એ મુક્તિસુંદરીના નાથનો.’