: ૧૦ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
• • • વદન • • •
પ્રશ્ન:– પશુપણું હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી કોણ છે?
ઉત્તર:– “पशुत्वेऽपि नरायन्ते सम्यक्त्वव्यक्तचेतना” ––અને સમ્યકત્વદ્વારા જેની ચૈતન્ય સંપત્તિ વ્યક્ત
થઈ ગઈ છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ, પશુપણું (તિર્યંચ દેહ) હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી–હિત અહિતના
વિચારવાળું–આચરણ કરતો હોવાથી મનુષ્ય છે.–જુઓ, સમ્યક્ત્વનો પ્રભાવ!! (–સાગારધર્મામૃત–૪)
પ્રશ્ન:– એક સેકંડમાં અનંત ભવનો નાશ કરી નાંખવાની તાકાત કોનામાં છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન એવી ચીજ છે કે જો જીવ એક સેકંડમાત્ર પણ તે પ્રગટાવે તો તેના ભવભ્રમણનો
નાશ થઈ જાય. એક ક્ષણમાં અનંત ભવનો નાશ કરી નાંખવાની તાકાત સમ્યગ્દર્શનમાં છે.
(પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– જે પોતાનું કલ્યાણ ચાહતા હોય તેણે પહેલાંં શું કરવું?
ઉત્તર:– હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કરો. જ્ઞાનીઓ
સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ કહે છે, માટે હે કલ્યાણના કામી જીવો! તમે સર્વપ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો
અભ્યાસ કરો. (પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:– સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શ્રી ગુરુ પાસેથી આત્મસ્વભાવનું સીધું શ્રવણ કરીને, અચિંત્ય
ચૈતન્યશક્તિસંપન્ન અને સ્વત: પરિપૂર્ણ એવા પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવની રુચિ કરો... પ્રીતિ કરો...નિર્ણય
કરો...લક્ષ કરો...આશ્રય કરો...આ પ્રમાણે શુદ્ધ આત્માની લગની તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
પહેલાંં ‘હું જ્ઞાન છું’ એમ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, પછી અંતરમાં દ્રઢ પ્રયત્નથી વારંવાર
તેનો અભ્યાસ કરીને મતિ–શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરતા શુદ્ધ આત્મામી નિર્વિકલ્પ આનંદ સહિત સ્વાનુભૂતિ થાય
છે, આ જ સમ્યગ્દર્શન થવાની રીત છે. (–પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– માનવદેહ કરતાં પણ અનંતગણું દુર્લભ શું છે?
ઉત્તર:– સંસારમાં મનુષ્યપણું દુર્લભ છે, મનુષ્યપણું અનંત કાળે મળે છે, પરંતુ સમ્યગ્દર્શન તો એનાથી યે
અનંતું દુર્લભ છે. મનુષ્યપણું અનંતવાર મળ્યું છે પણ સમ્યગ્દર્શન પૂર્વે કદી પ્રાપ્ત કર્યું નથી; માટે આ મનુષ્યપણું
પામીને તે જ મહાન કર્તવ્ય છે. (–પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– આ કાળે ભરતક્ષેત્રમાં સમ્યગ્દર્શન–ધારક મહાત્માઓ છે ખરા?
ઉત્તર:– હા; જો કે આ કાળે આ ભરતક્ષેત્રમાં એવા સમ્યગ્દર્શનધારક મહાત્માઓની ઘણી જ વિરલતા છે,
તો પણ, ખારા પાણીના સમુદ્રમાં મીઠા પાણીની વીરડી માફક અત્યારે પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા આ ભૂમિમાં
વિચરે છે. જગતમાં સમ્યગ્દ્રષ્ટિ જીવોની ત્રણે કાળે વિરલતા જ હોય છે.
પ્રશ્ન:– સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત કોણ છે?
ઉત્તર:– “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.” (–શ્રીમદ્
રાજચંદ્ર)
પ્રશ્ન:– સંસારમાં અનંતાનંત જીવો અનંતું દુઃખ કેમ ભોગવે છે?
ઉત્તર:– આ અનાદિ સંસારમાં અનંત–અનંત જીવો સમ્યગ્દર્શનના આશ્રય વિના અનંત–અનંત દુઃખ
અનુભવે છે.