વાસ્તવિક આત્મા પ્રાપ્ત નહિ થાય. પણ ‘જ્ઞાન’ તે આત્માનો અસાધારણ સ્વભાવ છે, તે જ્ઞાનવડે શોધતાં, પરથી
ને વિકારથી જુદા તથા પોતાના અનંતધર્મો સાથે એકમેક એવા આત્માની પ્રાપ્તિ થાય છે. વિકાર તે આત્મા–એમ
પ્રતીત કરતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થતું નથી, પણ જ્ઞાનસ્વરૂપ આત્મા–એમ પ્રતીત કરતાં આત્માનું
વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એકેક શક્તિને જુદી લક્ષમાં લઈને શ્રદ્ધા કરતાં આખો આત્મા શ્રદ્ધામાં નથી
આવતો, પણ શક્તિવડે શક્તિમાન એવા અખંડ દ્રવ્યને શ્રદ્ધામાં લેતાં આખો આત્મા અનુભવમાં આવે છે, તે
સમ્યગ્દર્શનની રીત છે.
એ રીતે બંનેના સમાન અસ્તિત્વને ન માનતાં, બંનેની એકતા માનીને એકના અસ્તિત્વનો લોપ કરે છે (–
શ્રદ્ધામાં ઈન્કાર કરે છે). વળી, આત્મા અને શરીરની એકતા માની એટલે તેણે આત્માના અસમાન ધર્મને પણ
ન માન્યો; શરીર તો રૂપી જડ અને આત્મા ચૈતન્યસ્વરૂપ–એમ અસાધારણધર્મથી બંનેના સ્વભાવ જુદા છે તેથી
બંને જુદા છે,–એમ તે માનતો નથી.
ખરેખર માનતો નથી, એટલે આત્માના સમાન, અસમાન ધર્મોને તે જાણતો નથી. સમાન, અસમાન, તથા
સમાન–અસમાન એવા ત્રિવિધ ધર્મોનો ધારક આત્મા છે,–એવા આત્માને જો ઓળખે તો પરથી ને વિકારથી
ભેદજ્ઞાન થઈને શુદ્ધ આત્માનો અનુભવ થયા વિના રહે નહિ.
આત્માના અંર્ત અવલોકન વિના ભવનો અંત આવતો નથી. મોક્ષદશા આત્મામાંથી
આવે છે માટે આત્માનું જ શરણ કરો. રાગમાંથી મોક્ષદશા નથી આવતી માટે રાગનું
શરણ છોડો. રાગનું શરણ છોડીને અંતરમાં ચૈતન્યતત્ત્વના શરણે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર કરવા તે ધર્મ છે, ને તેનાથી જ ભવનો અંત આવે છે.