[
ચૈતન્યરત્નને મેં કદી ન ઓળખ્યું. તેથી મારે માટે આ જગતમાં હીરા–રત્નો વગેરે કોઈ પદાર્થ અપૂર્વ નથી, પણ
મારો આત્મા જ મારે માટે અપૂર્વ પદાર્થ છે. આમ વિચારીને જિજ્ઞાસુ આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યરત્નની
પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે.
ઝવેરીઓ પાસે આ રત્નની કિંમત કરાવો. રાજાએ ઝવેરીઓને આજ્ઞા કરી, પણ કોઈ તેની કિંમત કરી ન શક્યા.
છેવટે રાજાએ પેલા વૃદ્ધ ઝવેરીને બોલાવ્યો ને તેણે બરાબર કિંમત કરી તેથી રાજાએ ખુશી થઈને તે ઝવેરીને
ઈનામ આપવા માટે દીવાનને આજ્ઞા કરી. દીવાનજીએ કહ્યું કે: બીજે દિવસે ઈનામની જાહેરાત કરશું. રાત્રે
ઝવેરીને બોલાવીને પૂછયું: ઝવેરીજી! તમે આ રત્નની પરીક્ષા કરતાં તો શીખ્યા પણ આ દેહથી ભિન્ન
ચૈતન્યરત્નને જાણ્યું છે ખરું? ઝવેરી કહે: ના, ચૈતન્યરત્નની પરખ કરતાં તો મને નથી આવડતી. દીવાનજી કહે:
અરે ઝવેરી! તમને ૮૦–૮૦ વર્ષ થયા, મરણનાં ટાણાં આવ્યા, ને આવા મનુષ્ય અવતારમાં આત્માના હિતને
માટે તમે કાંઈ ન કર્યું! માણેક–મોતી ને રત્નોના પારખાં કર્યા પણ ચૈતન્યરત્નને ન પારખ્યું તો આ અવતાર પૂરો
થતાં આત્માના ક્યાં ઉતારા થશે!! એમ શિખામણ આપીને ત્યારે તો ઝવેરીને વિદાય કર્યા, ને બીજે દિવસે
કચેરીમાં આવવાનું કહ્યું.
સાત ખાસડા મારવાનું ઈનામ આપવાનું હું જાહેર કરું છું. દીવાનજીની વાત સાંભળતાં જ રાજા અને આખી
સભા આશ્ચર્યમાં પડી ગયા...ત્યાં તો ઝવેરી પોતે ઊભો થઈને, હાથ જોડીને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ!
આ દીવાનજી કહે છે તે સાચું છે, અરે! મને સાત નહિ પણ ચૌદ ખાસડા મારવા જોઈએ.. ઝવેરીની વાત
સાંભળીને તો વળી બધાયને વિશેષ અચંબો થયો. છેવટે ઝવેરીએ ખુલાસો કર્યો કે : હે રાજન્! આ દીવાનજીએ
કહ્યું તેમ મને ખાસડાં જ મારવા જેવું છે; કેમકે મેં મારું જીવન આત્માના ભાન વગર એમ ને એમ વ્યર્થ ગુમાવ્યું.
મેં આ જડ હીરાને પારખવામાં જિંદગી વીતાવી, પણ મારા ચૈતન્યરત્નને મેં કદી પારખ્યું નહિ. આ ભવ પૂરો
થતાં મારા આત્માનું શું થશે? એનો મેં કદી વિચાર કર્યો નથી. આ દીવાનજીએ મને સાત ખાસડાનું ઈનામ
આપવાનું કહીને મને આત્મહિત માટે જાગૃત કર્યો છે, તેથી તે તો મારે ગુરુસમાન છે.