Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: ૮ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે.
બાહ્ય શરીરાદિ પદાર્થોને જ જે આત્મા માને છે તે બહિરાત્મા છે.
અંતરમાં દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું જેને ભાન છે તે અંતરાત્મા છે.
અને ચૈતન્ય શક્તિ ખોલીને જેણે પરમ સર્વજ્ઞપદ પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે.
આવા ત્રણ પ્રકારમાંથી સર્વજ્ઞતા ને પરિપૂર્ણ આનંદરૂપ એવું પરમાત્મપણું પરમ ઉપાદેય છે.
અંતરાત્માપણું તે તેનો ઉપાય છે અને બહિરાત્માપણું છોડવા જેવું છે. પરમાત્મા થવાનું સાધન શું? કે
અંતરાત્માપણું તે પરમાત્મા થવાનું સાધન છે. અંતરમાં પરમાત્મશક્તિ ભરી છે, તેની પ્રતીત કરીને તેમાંથી જ
પરમાત્મદશા પ્રગટે છે, એ સિવાય બહારમાં બીજું કોઈ તેનું સાધન છે જ નહિ. આત્માના અંતર અવલોકનમાં
કોઈ બહારની ચીજ સહાયક પણ નથી ને વિઘ્નકારી પણ નથી. આવા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરે તો
અંતરાત્મપણું થાય ને બાહ્યમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મપણું છૂટી જાય. અને જે અંતરાત્મા થયો તે હવે
અંર્તશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. આ રીતે હેયરૂપ એવા બહિરાત્મપણાને છોડવાનો તથા
ઉપાદેયરૂપ એવું પરમાત્મપણું પ્રગટ કરવાનો ઉપાય અંતરાત્મપણું છે. અને તે અંતરાત્મપણું કર્માદિથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવાથી જ થાય છે, માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે.
અરિહંત અને સિદ્ધ ભગવાન સાક્ષાત્ પરમાત્મા થઈ ગયા. તે પરમાત્માને પણ પરમાત્મદશા પ્રગટ્યા
પહેલાંં બહિરાત્મપણું હતું, તે છોડીને અંતરાત્મા થયા ને તે ઉપાયથી પરમાત્મપણું પ્રગટ કર્યું.
વર્તમાનમાં જે ધર્મી–અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાનદશામાં બહિરાત્મપણું હતું ને હવે અલ્પકાળમાં
પરમાત્મપણું પ્રગટ થશે.
જે જીવ અજ્ઞાની–બહિરાત્મા છે તેને પણ આત્મામાં પરમાત્મા અને અંતરાત્મા થવાની તાકાત છે.
આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમાત્મશક્તિ છે; જો શક્તિપણે કેવળજ્ઞાનાદિ શક્તિ ન હોય તો તેને રોકવામાં
નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણીય કર્મ કેમ હોય? બહિરાત્માને કેવળજ્ઞાનાવરણ છે તે એમ સૂચવે છે કે તેનામાં પણ
શક્તિપણે કેવળજ્ઞાન છે.
આ રીતે આત્માની બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એવી ત્રણ અવસ્થા છે; તેમાંથી ચૈતન્યશક્તિની
પ્રતીતવડે બહિરાત્મપણું છોડવા જેવું છે ને પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે.
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૬: સમવસરણપ્રતિષ્ઠા–વાર્ષિકોત્સવ]
આત્માનું સ્વરૂપ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે; તેની ત્રણ પ્રકારની અવસ્થાઓ છે. જે
પોતાના ચિદાનંદસ્વરૂપને ચૂકીને બહારમાં શરીરાદિ તે જ હું–એમ માને છે તે બહિરાત્મા છે; તે અધર્મી છે,
એકલા વિભાવને જ સાધે છે. અને જેણે દેહથી ભિન્ન રાગથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વભાવથી પરિપૂર્ણ
આત્માને અંતરમાં જાણી લીધો છે તે અંતરાત્મા છે, તે ધર્માત્મા છે, તે પરમાત્મદશાના સાધક છે. અને
ચિદાનંદસ્વભાવમાં લીન થઈને કેવળજ્ઞાન–અનંતઆનંદ વગેરે જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે.
આ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ દશામાંથી એક વખતે એક દશા વ્યક્ત હોય છે.
બહિરાત્મદશા વખતે અંતરાત્મપણું કે પરમાત્મપણું વ્યક્ત ન હોય ; અંતરાત્મદશા વખતે પરમાત્મપણું કે
બહિરાત્મપણું ન હોય; અને પરમાત્મદશા વખતે બહિરાત્મપણું કે અંતરાત્મપણું ન હોય. અરહંત અને
સિદ્ધભગવાન તે પરમાત્મા છે; ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક જીવો તે બધાય
અંતરાત્મા છે અને મિથ્યાદ્રષ્ટિ જીવો બહિરાત્મા છે.
બહિરાત્મદશા વખતે પણ આત્માની શક્તિમાં પરમાત્મા થવાની તાકાત પડી છે. ભગવાને સમવસરણમાં
એથી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા આત્મામાં પરમાત્મ શક્તિ ભરેલી છે, તે શક્તિનો વિશ્વાસ
કરો. જે જીવો પોતાની પરમાત્મ