Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 25

background image
વગેરે રોગોનો પ્રવેશ જ નથી, ત્યાં મને વેદનાનો ભય ક્યાંથી હોય?
વેદ્ય–વેદક બંને અભેદ હોય છે એટલે કે આત્મા વેદક થઈને પોતાના ભાવને વેદે, પણ શરીરને ન વેદે.
પોતાથી ભિન્ન વસ્તુની વેદના પોતાને કેમ હોય? ધર્મીનો આત્મા તો પોતાથી અભિન્ન એવા જ્ઞાનનું જ વેદન કરે છે;
તે જ્ઞાનવેદનમાં બહારની કોઈ વેદનાનો પ્રવેશ જ નથી, તો પછી જ્ઞાનીને વેદનાનો ભય કેમ હોય? આ દેહ છેદાય કે
ભેદાય, તેમાં રોગ થાય કે વીંછી કરડે–તેની વેદનાનું વેદન ધર્મીને નથી–નબળાઈથી જરાક અણગમો કે દ્વેષ થઈ જાય
તોપણ તે દ્વેષને પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે એકપણે તેઓ વેદતા નથી, દ્વેષથી ભિન્ન જ્ઞાનભાવને જ પોતામાં
એકત્વપણે વેદે છે; માટે જ્ઞાનવેદનમાં નિઃશંકપણે વર્તતા ધર્માત્માને બીજી કોઈ બાહ્યવેદનાનો ભય હોતો નથી.
‘વેદના’ માં અનુકૂળ અને પ્રતિકૂળ બંને વેદના લેવી. જેમ ગમે તેવી પ્રતિકૂળતાની વેદનામાં પણ ભીંસાઈને
ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધા છોડતા નથી; તેમ ગમે તેવી અનુકૂળતાના ગંજ હોય તો પણ ધર્માત્મા તેની
વેદનામાં–સંયોગના ભોગવટામાં–સુખબુદ્ધિથી એકાગ્ર થઈને પોતાના સ્વરૂપની શ્રદ્ધાને કદી છોડતા નથી. હર્ષ–
શોકરૂપ વિકારનું જે ક્ષણિક વેદન છે તેનાથી પણ ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણ્યું છે ને આત્માના અતીન્દ્રિય
આનંદના અંશનું વેદન થયું છે, ત્યાં બાહ્ય રોગાદિની વેદનાનો ભય ધર્માત્માને હોતો નથી. અમે તો આત્માના
અતીન્દ્રિય આનંદને વેદનારા છીએ, હર્ષ–શોકનું વેદન થાય તે પણ ખરેખર અમારું વેદન નથી, તે વિકારી વેદનાનો
મારા જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશ નથી; અને બહારમાં રોગાદિ થાય તે તો મારાથી બહાર જ છે, તેની વેદના મને નથી.–
આવા ભેદજ્ઞાનમાં ધર્માત્માને કદી વેદનાનો ભય હોતો નથી.
જેમાં જે ભર્યું હોય તેમાં તેનું વેદન થાય. ધર્મી જાણે છે કે મારા આત્મામાં તો આનંદ અને શાંતિ જ ભર્યાં છે,
તેથી આત્મસન્મુખ દ્રષ્ટિમાં મને મારા આનંદ અને શાંતિનું જ વેદન છે. આવું જાણતાં ધર્મી ક્ષણિક હર્ષશોક જેટલા
વેદનમાં એકાકાર થતા નથી. મારા જ્ઞાનમાં બીજી કોઈ ચીજનો પ્રવેશ જ નથી. તો તેનું વેદન મને કેમ હોય? અજ્ઞાની
તો હર્ષ–શોકના ક્ષણિકવેદનમાં એવો એકાકાર થઈ જાય છે કે જ્ઞાનઆનંદસ્વરૂપને સાવ ભૂલી જ જાય છે, હર્ષશોકથી
જુદું કોઈ વેદન તેને ભાસતું જ નથી; તેથી હર્ષ–શોકના જ વેદનમાં એકાકારપણે વર્તતો તે કર્મોથી બંધાય જ છે. ને
જ્ઞાની ધર્માત્માએ હર્ષ–શોકથી પાર ચૈતન્ય આનંદના વેદનને જાણ્યું છે, તેથી તે હર્ષ–શોકના વેદન વખતે પણ તેમાં
એકાકારરૂપે પરિણમતા જ નથી, તેનાથી ભિન્નપણે રહીને, જ્ઞાનમાં જ એકતા કરીને જ્ઞાનને વેદે છે, તેથી તે
જ્ઞાનવેદનની મુખ્યતામાં ધર્મીને નિર્જરા જ થતી જાય છે. ધર્મીને જ્ઞાનની મુખ્યતાનું વેદન હોવાથી તેનું જ એક વેદન
ગણ્યું, ને હર્ષ–શોકનું અલ્પ વેદન હોવા છતાં તે ગૌણ હોવાથી, તેનો અભાવ ગણ્યો. આ રીતે ધર્મીને એક
જ્ઞાનવેદનામાં બીજી વેદનાનો અભાવ જ છે, તેથી તેને વેદનાને ભય હોતો નથી.
શ્રેણિકરાજા વગેરે સમકિતી જીવો નરકમાં છે તેમને પણ અંતરમાં ચૈતન્યદ્રષ્ટિથી જ્ઞાનવેદનની જ મુખ્યતા છે,
શોકનું વેદન મુખ્ય નથી, કેમકે દ્રષ્ટિ તો અંતરના ચૈતન્યસ્વભાવ ઉપર જ છે. હર્ષ–શોકની વેદના તે તો ઉપરના ભાવો
છે, તે ઉપરના ભાવો વડે અંતરમાં જવાતું નથી. તે ઉપરના ભાવોને ઓળંગીને ધર્માત્માએ અંતરમાં પ્રવેશ કર્યો છે,–
અંતર્મુખ થઈને તે પોતાના આત્મિક જ્ઞાન–આનંદના શાંતરસને વેદે છે.
જેનું વર્ણન સાંભળતાં પણ સાધારણ પ્રાણીને કંપારી છૂટે એવી નરકની વેદનામાં પડયો હોય, ત્યાં અજ્ઞાની
તો તે વેદનામાં ભીંસાઈ જાય છે ને એનાથી ભિન્ન મારું ચૈતન્યતત્ત્વ છે, એવી ચૈતન્યની વેદના તે ભૂલી જાય છે. અને
ત્યાં જ્ઞાની તો તે નરકની વેદનાથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના વેદનને વેદે છે. જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિની
મુખ્યતામાં શોકના વેદનનો તેને અભાવ છે. પણ આ વાત અંતરની છે, લોકોને બહારથી સમજવું કઠણ પડે તેવું છે.
જુઓ, પં. બનારસીદાસજી જ્યારે અંતિમ દશામાં હતા ત્યારે તે તો પોતાની જ્ઞાનદશામાં હતા, પણ પાસેના
લોકોને એવી શંકા પડી કે–આનો જીવ છૂટતાં વાર લાગે છે તેથી જરૂર તેનો જીવ ક્યાંક કોઈ
ઃ ૧૨ઃ
આત્મધર્મઃ ૧૬૬