નહિ. જુઓ, આ જ્ઞાનીની નિર્ભયતા! જ્ઞાનીનાં અંતરના વેદન બહારથી ઓળખાય તેવા નથી.
નિરાકુળપણે અંતરના ચૈતન્યસ્વભાવ ઉપર નિઃશંક દ્રષ્ટિ રાખીને જ્ઞાનના સહજવેદનને નિર્ભયપણે અનુભવે છે.
અને “જેવું વર્તમાન તેવું ભવિષ્ય”–એ ન્યાયે તેને એવો પણ ભય નથી થતો કે ‘ભવિષ્યમાં રોગાદિની વેદનામાં
હું ભીંસાઈ જઈશ!’ તે નિશંક છે કે ભવિષ્યમાં પણ મારા જ્ઞાનસ્વરૂપમાંથી આવા નિરાકુળ જ્ઞાનનું જ વેદન
આવશે, મારા જ્ઞાનમાં બીજા વેદનનો અભાવ છે.–આવી નિઃશંકતાને લીધે ધર્માત્માને નિર્ભયતા છે, તેમને
વેદનાભય હોતો નથી.
સૂરજ ઉગ્યો ત્યાં તે સૂર્યનો પ્રતાપ સમસ્ત કર્મોને નષ્ટ કરી નાંખે છે; પૂર્વકર્મનો ઉદય
વર્તતો હોવા છતાં દ્રષ્ટિના જોરે સમ્યગ્દ્રષ્ટિને નવા કર્મોનો જરાપણ બંધ ફરીને થતો
નથી પણ પૂર્વકર્મ નિર્જરતું જ જાય છે. ઉદય છે માટે બંધ થાય–એ વાત ક્યાંય ઉડી
ગઈ; ઉદય વખતે ચિદાનંદસ્વભાવ તરફથી દ્રષ્ટિના જોરે આત્મા તે ઉદયને ખેરવી જ
નાંખે છે, એટલે તે ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરી જ જાય છે. જ્યાં
મિથ્યાત્વના બંધનને ઉડાડી દીધું ત્યાં અસ્થિરતાના અલ્પ બંધનની શી ગણતરી?–તે
પણ ક્રમે ક્રમે ટળતું જ જાય છે, આ રીતે જ્ઞાનીને સ્વસન્મુખ પરિણતિને લીધે કર્મની
નિર્જરા જ થાય છે, ને અલ્પકાળમાં સર્વકર્મનો નાશ કરીને તે સિદ્ધપદને પામે છે.–
આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.