Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
સમયપૂરતી પર્યાયની યોગ્યતા છે, પણ તે વિકારની યોગ્યતાથી ઓળખતાં આત્મતત્ત્વ ઓળખાતું નથી. આત્માના
ત્રિકાળી સ્વભાવમાં કે અનંતી શક્તિઓમાં વિકારની યોગ્યતા પણ નથી, જેવો સ્વભાવ છે તેવી પર્યાય થાય તેને જ
આત્મતત્ત્વ કહે છે. ધર્મ કરનારે ક્યાં દ્રષ્ટિ કરવી?–કે જેમાંથી ધર્મ આવે ત્યાં દ્રષ્ટિ કરવી. દેહમાંથી કે વિકારમાંથી ધર્મ
આવતો નથી; એક સમયની વિકારની લાયકાતનો જ આશ્રય કરીને શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ છે. મારો આત્મા તો
ત્રિકાળ જ્ઞાન–સુખ ને શ્રદ્ધારૂપે થવાની તાકાતવાળો છે, વિકારરૂપે કે પરરૂપે ન થાય એવો મારો સ્વભાવ છે,–આમ
શુદ્ધસ્વભાવના આશ્રયે શ્રધ્ધા કરવાથી સમ્યક્ત્વ થાય છે.
પરરૂપે કે કર્મરૂપે થવાની શક્તિ તો એક સમય પણ આત્મામાં દ્રવ્યમાં–ગુણમાં કે પર્યાયમાં નથી, તેનાથી તો
સર્વથા અતદ્રૂપે જ આત્મા પરિણમે છે.
પર્યાયમાં જે વિકાર છે તે–રૂપે થવાની શક્તિ પણ આત્માના દ્રવ્યમાં કે ગુણમાં નથી, માત્ર તે સમયપૂરતી
પર્યાયની જ તે લાયકાત છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણ તે વિકાર સાથે તદ્રૂપ–એકાકાર થઈ ગયા નથી.
ત્રિકાળી દ્રવ્યગુણ તરફ વળીને તેની સાથે જ્યાં પર્યાય એકાકાર–તદ્રૂપ થઈ ત્યાં તે પર્યાયમાં વિકારરૂપ
પરિણમન પણ ન રહ્યું, વિકાર સાથે અતદ્રૂપે તે પર્યાય પરિણમી ગઈ. આ રીત સ્વશક્તિના અવલંબને પર્યાય શુદ્ધરૂપે
પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપ ન એવી અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિઓ તે સ્વભાવ છે ને
આત્મા સ્વભાવી છે. આત્મા પોતે આવા સ્વભાવવાળો છે કે પોતાના સ્વભાવમાં (–દ્રવ્ય, ગુણ ને શુદ્ધ પર્યાયમાં)
તદ્રૂપ–એકાકાર થઈને પરિણમે અને વિકારરૂપે કે પરરૂપે અતદ્રૂપ રહે એટલે કે તે–રૂપે ન પરિણમે. અહો! વિકારરૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ જ નથી તો પછી કર્મ તેને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? જેને કર્મ ઉપર ને
વિકાર ઉપર દ્રષ્ટિ છે તેને આત્માના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ નથી; વિકારપૂરતો જ આત્માને અનુભવે છે તે મિથ્યાદ્રષ્ટિ
છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે ભાઈ! વિકારરૂપે પરિણમવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો
શુદ્ધચૈતન્યસ્વરૂપે થવાનો જ છે. તે સ્વભાવ તરફ જઈને તેની સમ્યક્શ્રધ્ધા–જ્ઞાન કરવા અને તેમાં લીનતા કરવી તે
જ મોક્ષનો માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. વચ્ચે શુભભાવ હોય પણ તે મોક્ષમાર્ગ નથી અને તે–રૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. જો તે શુભને મોક્ષમાર્ગ માને તો તે જીવે શુભવિકારરૂપે નહિ પરિણમવારૂપ
આત્મસ્વભાવને જાણ્યો નથી એટલે તે મોક્ષમાર્ગથી ભષ્ટ છે.
જેમ કોઈને ભૂત વગેરેનો ભય લાગે ત્યારે મકાનનાં બારણાં બંધ કરી દે છે; તેમ જેને વિકારનો ને ભવનો
ભય લાગ્યો છે એવો જીવ અતત્ત્વશક્તિની પ્રતીતવડે આત્માના બારણાં બંધ કરી દે છે કે વિકારનો મારા સ્વભાવમાં
પ્રવેશ જ નથી, મારો આત્મા વિકાર સાથે અતદ્રૂપ છે એટલે વિકારને માટે મારા આત્માનાં બારણાં બંધ છે.
મકાનના બારણાં બંધ કરી દે છતાં તેમાં તો ભૂતડું પેસી પણ જાય, પણ આ ચૈતન્યમૂર્તિ આત્મા એવો છે કે તેના
સ્વભાવઘરમાં જઈને મિથ્યાત્વરૂપી બારણું બંધ કરી દે પછી તેમાં રાગ–દ્વેષ–મોહરૂપી ભૂતડાં પેસી શકતા નથી;
જ્ઞાનીને તે રાગાદિ પોતાના સ્વભાવપણે જરા પર ભાસતા નથી.
જ્ઞાનીને કોઈ પરભાવો સ્વભાવમાં તદ્રૂપપણે નથી ભાસતા પણ અતદ્રૂપપણે જ ભાસે છે, એટલે જ્ઞાની
રાગાદિમાં તદ્રૂપ થઈને–એકાકાર થઈને પરિણમતા જ નથી. રાગાદિમાં તદ્રૂપ થઈને જે પરિણમે છે તેને આત્મા ની
અતત્ત્વશક્તિની પ્રતીત નથી. અહો, એક પણ શક્તિથી આત્માનું સ્વરૂપ બરાબર સમજે તો તેમાં અનંતશક્તિની
પ્રતીત ભેગી આવી જાય છે.
ચૈતન્યનું ચૈતન્યરૂપે જ થવું તે તત્ત્વશક્તિ છે, અને ચૈતન્યનું જડરૂપે ન થવું તે અતત્ત્વશક્તિ છે.
“જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતનરૂપ;
કોઈ કોઈ પલટે નહિ, છોડી આપસ્વરૂપ.”
ચેતન ત્રણે કાળ ચેતનરૂપે રહીને પરિણમે છે, ને જડ ત્રણે કાળ જડરૂપે રહીને પરિણમે છે. જડ પલટીને કદી
ચેતનરૂપ થતું નથી ને ચેતન પલટીને કદી જડરૂપ થતું નથી.–આવો જ વસ્તુનો સ્વભાવ છે. આત્મા ચેતન, અને
શરીર જડ, બંને ત્રણે કાળે જુદેજુદા
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૧૪ A