Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 25

background image
જ પરિણમી રહ્યા છે, કદી એક થયા જ નથી. તે ઉપરાંત અહીં તો અંદરના ભાવની સૂક્ષ્મ વાત છે કે ચેતન પોતાના
ચૈતન્ય સ્વભાવરૂપે જ પરિણમે અને રાગાદિરૂપે ન પરિણમે–એવું તેનું સ્વરૂપ છે.
જો તત્શક્તિ ન હોય તો આત્મા પોતાના ચેતનસ્વરૂપે રહી ન શકે, ચેતનપણાથી જુદો થઇ જાય. અને જો
અતત્શક્તિ ન હોય તો આત્મા શરીરાદિથી જુદો ન રહી શકે, જડરૂપ થઈ જાય, અથવા ક્ષણિક વિકારરૂપે જ આખો
સ્વભાવ થઈ જાય. આ રીતે આત્માની તત્–અતત્શક્તિઓને સમજતાં જડથી ને વિકારથી જુદો ચેતનસ્વભાવ
સમજાય છે, પોતાનો આત્મા ચેતનસ્વભાવમય રહે છે ને વિકારમય થતો નથી–એવું ભેદજ્ઞાન થાય છે,–તે ધર્મ છે.
પછી તે ધર્મની ભૂમિકામાં જે જે શુભ–અશુભ પરિણામો આવે તેને ધર્મી જીવ પોતાના સ્વભાવથી અતદ્રૂપે જ્ઞેયપણે
જાણે છે, એટલે સ્વભાવની જ અધિકતા તેને રહે છે ને વિકારની હીનતા જ થતી જાય છે. આવી અંર્તદશા થયા
વગર વ્રત કે ત્યાગના શુભ પરિણામ કરે તેની કિંમત કાંઈ નથી, તેનું ફળ પણ સંસાર જ છે. વર્તમાન પરિપૂર્ણ શુદ્ધ
ચિદાનંદ સ્વભાવની ઉપાદેય–બુદ્ધિ થતાં સમસ્ત પરભાવોમાં હેયબુદ્ધિ થઈ ગઈ, તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે,
અને તે જ ચારિત્ર માટેની ભૂમિકા છે. આવી ભૂમિકા વગર ધર્મમાં આત્માનો પ્રવેશ થઈ શકતો નથી.
અજ્ઞાનીઓ મૂળ વસ્તુસ્વરૂપ સમજ્યા પહેલાં વ્રત અને ત્યાગની વાતો કરે છે અને કહે છે કે “સમજ્યા પછી
પણ એ જ કરવાનું છે ને! માટે આપણે તે કરવા માંડો, તે કરતાં કરતાં સમજણ થઈ જશે.”–પણ તેની બધી વાત
ખોટી છે. સમજ્યા પછી પણ તારા માનેલા વ્રતાદિ નહિ આવે, શુદ્ધતા વગરના એકલા રાગને તે વ્રતાદિ માન્યા છે
પણ એવું વ્રતનું સ્વરૂપ છે જ નહિ. અને તારા માનેલા એકલા શુભ રાગરૂપ વ્રતાદિ અનંત કાળ કર તો પણ તેનાથી
આત્માની સમજણ થાય નહિ. ભાઈ, રાગના રસ્તા જુદા છે ને ધર્મની સમજણના રસ્તા જુદા છે. રાગને ધર્મનો
રસ્તો તેં માની લીધો, તેમાં તો ઊંધી સમજણનું પોષણ થાય છે.
આત્મા પર સાથે તદ્રૂપ કદી થયો જ નથી, એટલે પરનો ત્યાગ કરવાનું તો આત્મામાં નથી. અને રાગ
પોતાની પર્યાયમાં થાય છે તે રાગનો ત્યાગ પણ “આ રાગને છોડું” એવા લક્ષે થતો નથી, પણ રાગરહિત શુદ્ધ
ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા થતાં જ સહેજે રાગરહિત પરિણતિ થઈ જાય છે ને વિકાર છૂટી જાય છે,–તેનું નામ
વિકારનો ત્યાગ છે; માટે પહેલાં આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરી હોય તો જ તેમાં એકાગ્રતાવડે વિકારનો
ત્યાગ થઈ શકે. આ સિવાયજડનો ત્યાગ કરવાનું માને તે તો આત્માને જડ સાથે એકમેક માને છે, એટલે તેણે જડથી
ભિન્ન આત્માને ઓળખ્યો નથી. જેમ–વાણીયાને કોઈ કહે કે તું માંસ છોડ, તો તેણે વાણીયાને ઓળખ્યો નથી કેમકે
વાણીયાનો સ્વભાવ માંસના ત્યાગરૂપ જ છે, વાણીયાએ મોઢામાં માંસ પકડયું જ નથી, તો છોડે શું? તેમ જે અજ્ઞાની
પરને છોડવાનું માને છે તેણે પરથી ભિન્ન આત્માને ઓળખ્યો જ નથી, આત્માનો સ્વભાવ પરના તો ત્યાગરૂપ જ છે.
આત્માએ પરવસ્તુને પકડી જ નથી તો છોડે કોને? અહીં તો સ્વભાવદ્રષ્ટિ માં વિકારને છોડું” એવો પણ વિકલ્પ
નથી કેમકે સ્વભાવમાં વિકારનું ગ્રહણ થયું જ નથી. આવા સ્વભાવમાં જે પર્યાય અભેદ થઈ તે પર્યાય પણ સ્વયમેવ
વિકારના અભાવરૂપ જ છે; સ્વભાવમાં તે તદ્રૂપ છે ને વિકારમાં અતદ્રૂપ છે. આત્મા જડથી અતદ્રૂપ છે, એટલે જડના
સંગ વગરના એકલા આત્માને લક્ષમાં લેતાં તે શુદ્ધ જ છે, તેનામાં વિકાર નથી.
આત્મામાં તદ્રૂપ પરિણમવાની શક્તિ છે એટલે જેવો શુદ્ધસ્વભાવ છે તેવારૂપે પરિણમવાની શક્તિ છે, અને
આ શક્તિ આત્માની હોવાથી તેના બધાય ગુણોમાં પણ તદ્રૂપ–પરિણમનસ્વભાવ છે, એટલે જ્ઞાનનું જ્ઞાનપણે
પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ અજ્ઞાનરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય; એ જ રીતે શ્રદ્ધાનું
સમ્યક્શ્રદ્ધારૂપે પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ મિથ્યાત્વરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય;
આનંદનું આનંદરૂપે પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ આકુળતારૂપે પરિણમન થાય તેને તદ્રૂપ ન
કહેવાય. ચારિત્રનું સ્વરૂપમાં લીનતારૂપ વીતરાગી પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ રાગરૂપ પરિણમન
થાય તે તદ્રૂપ ન કહેવાય, એમ બધા ગુણોનો તદ્રૂપ–પરિણમન સ્વભાવ છે, ને વિકાર સાથે અતદ્રૂપ રહેવાનો
સ્વભાવ છે. આવા સ્વભાવને નહિ જાણનાર અજ્ઞાની રાગમાં
ઃ ૧૪ B આત્મધર્મઃ ૧૬૬