Atmadharma magazine - Ank 166
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 25

background image
તદ્રૂપ–એકાકાર થઈને પરિણમે છે, ને જ્ઞાની તો સ્વભાવમાં જ તદ્રૂપપણે પરિણમે છે. આ રીતે નિર્મળ પરિણમન
સહિત શક્તિઓ તે જ આત્મા છે. આત્મામાં શુદ્ધતારૂપ થવાની શક્તિ તો ત્રિકાળ છે; ને અશુદ્ધતારૂપ થવાની તો
માત્ર એક સમયની પર્યાયની યોગ્યતા છે, તેને ખરેખર આત્મા નથી કહેતા, કેમકે તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી.
*
પ્રશ્નઃ– આ વાત સમજવાથી સમાજને શું લાભ?
ઉત્તરઃ– જેનાથી એક જીવને લાભ તેનાથી બધા જીવોને લાભ! સમાજ એ કોઈ જુદી વસ્તુ નથી પણ
વ્યક્તિઓનો સમૂહ તે સમાજ છે. એટલે વ્યક્તિ તે પણ સમાજનો એક ભાગ છે. જેનાથી એક વ્યક્તિને લાભ થાય
તેનાથી બધાને લાભ થાય, માટે જે વ્યક્તિનાહિતનો માર્ગ છે તે જ સમાજના હિતનો માર્ગ છે. વ્યક્તિના હિતનો
માર્ગ એક ને સમાજના હિતનો માર્ગ તેનાથી બીજો–એમ નથી.
માટે, આ સમજીને પોતે પોતાનું હિત સાધી લેવું. હિતનો આ એક જ માર્ગ છે અને સમાજમાંથી પણ જે જે
જીવો આ માર્ગ સમજશે તેઓ જ કલ્યાણ પામશે.
પરપદાર્થમાં આત્મા કાંઈ કરી શકતો નથી. કાં તો પૈસા મારા પરમેશ્વર ને હું પૈસાનો દાસ’ એમ ત્રીવ મમતા
કરે, અથવા મમતા ઘટાડીને દાનાદિના ભાવ કરે, પણ તેમાંય ક્યાંય ધર્મ નથી. હું તો સર્વથી ભિન્ન ચિદાનંદસ્વરૂપ છું
એમ સ્વરૂપનું ભાન કરીને પરની મમતાનો અભાવ કરવો ને સ્વરૂપમાં ઠરવું તેનું નામ ધર્મ છે, આ સિવાય બીજા
લાખ–કરોડ ઉપાયે પણ ધર્મ નથી.
પ્રશ્નઃ– આ વાત તો મોટા મોટા આચાર્યોને પણ કઠણ પડે તેવી છે!
ઉત્તરઃ– ભાઈ, મોટા કહેવા કોને? શું મોટા શરીરવાળાને મોટા કહેવા? તો તો માછલું પણ મોટું હજાર
જોજનનું થાય છે, શું તેને મોટા કહેશો? નહિ! તો પૈસાથી મોટાને મોટા કહેવા? પદવીથી મોટાને મોટા કહેવા? તો
તો માંસ ખાનારા પાપી જીવો પણ પૈસામાં ને પદવીમાં મોટા હોય છે. શું તેને મોટા ગણશો?–નહિ. શરીરથી,
લક્ષ્મીથી કે પુણ્યથી કાંઈ ધર્મમાં મોટાપણું ગણાતું નથી. ધર્મમાં તો ધર્મથી મોટાપણું ગણાય છે જેને ધર્મનું ભાન પણ
ન હોય તે ભલે લોકોમાં આચાર્ય તરીકે પૂજાતો હોય તો પણ ધર્મમાં તેને મોટા ગણતા નથી. સમયસારની ચોથી
ગાથામાં કહે છે કે પરથી ભિન્ન એકત્વસ્વરૂપ આત્માના ભાન વિના સમસ્ત અજ્ઞાની જીવો પરસ્પર આચાર્યપણું કરે
છે. સાચા તત્ત્વથી વિરુધ્ધ પ્રરૂપણા કરીને અજ્ઞાનીઓ એક–બીજાના અજ્ઞાનને પોષણ આપે છે, તે તો ઊંધુંં
આચાર્યપણું છે. જગતના જીવો માને કે ન માને તેનું અહીં કામ નથી, સંસાર તો એમ ને એમ ચાલ્યા જ કરશે, અહીં
તો પોતે સત્ય સમજીને પોતાનું હિત કરી લેવાની વાત છે.
ભાઈ, અનંતવાર તું મનુષ્ય થયો, મોટા મોટા હોદા ને રાજપદ પણ અનંતવાર મળ્‌યા, પણ આ ચૈતન્યરાજા
પોતે કોણ છે તેની વાત પણ તેં પોતાની કરીને પે્રમથી કદી સાંભળી નથી. પરમાં તારું પદ નથી, વિકાર પણ તારું ખરું
પદ નથી, તે તો બધા અપદ છે....અપદ છે, માટે તેનાથી પાછો ફર, ને આ અનંત શક્તિસંપન્ન શુદ્ધચૈતન્યપદમાં
આવ! એક વાર તારા નિજ પદની અનંત ઋદ્ધિનું નિરીક્ષણ કર, તો બહારની ઋધ્ધિનો મહિમા ઊડી જાય.
સર્વજ્ઞભગવાન જેવી તારી ચૈતન્યઋદ્ધિ છે. સર્વ શાસ્ત્રો તારા ચૈતન્યપદનો મહિમા ગાય છે. સાંભળ–
“જિનપદ નિજપદ એકતા ભેદભાવ નહિ કાંઈ,
લક્ષ થવાને તેહનો કહ્યાં શાસ્ત્ર સુખદાઈ”
ભગવાન સર્વજ્ઞ જિનદેવ અને તારો આત્મા પરમાર્થે સરખા છે, ‘જિન’ અને ‘નિજ’ બંને સ્વભાવે સરખા
છે, સ્વભાવમાં જરાય ફેર નથી. આવા સ્વભાવનું લક્ષ કરાવવા જ સર્વ શાસ્ત્રો કહ્યાં છે. સર્વે શાસ્ત્રોનો સાર
અંતર્મુખ થઈને આવ ચૈતન્યપદને લક્ષમાં લેવું તે જ છે. આવા ચૈતન્યપદને લક્ષમાં જેણે ન લીધું તેણે શાસ્ત્રોનું
તાત્પર્ય જાણ્યું નથી.
આત્માના જ્ઞાનસ્વભાવમાંથી જ ભગવાન સર્વજ્ઞપદ પામ્યા, અને વાણીમાં તે સર્વજ્ઞસ્વભાવ બતાવ્યો. જેણે
તેે સર્વજ્ઞસ્વભાવને લક્ષમાં લીધો તે ભગવાનના માર્ગમાં
શ્રાવણઃ ૨૪૮૩ઃ ૧૪ C