‘આત્માને જાણ્યો પણ આનંદ ન આવ્યો અથવા અનંત ભવની શંકા ન મટી’–એમ કોઈ કહે તો તેણે
આનંદ સાથે આત્માને તદ્રૂપ માન્યો જ નથી પણ આનંદથી જુદો માન્યો છે, એટલે આત્માને જાણ્યો જ નથી;
ભવસ્વભાવ વગરના મુક્તસ્વરૂપ આત્માને તેણે જાણ્યો જ નથી. અનંતગુણો સાથે તદ્રૂપ એવા આત્માને જાણતાં
તેના અનંતગુણોમાં તદ્રૂપ એટલે કે જેવો સ્વભાવ છે તેવા સ્વભાવરૂપ શુદ્ધ પરિણમન થાય છે, આનંદનું વેદન થાય
છે ને ભવની શંકા ટળી જાય છે. આવા સાધકને અલ્પ વિકાર રહે તેની મુખ્યતા નહિ હોવાથી (–તેમાં તદ્રૂપતા નહિ
હોવાથી) તે અભાવ સમાન જ છે.
આત્માની તદ્રૂપ પરિણમનરૂપ શક્તિને જાણવા છતાં પર્યાયમાં એકલા વિકારરૂપજ પરિણમન છે એમ જે
માને તેણે ખરેખર સ્વભાવ સાથે તદ્રૂપ આત્માને જાણ્યો જ નથી, તેણે તો આત્માને વિકાર સાથે જ તદ્રૂપ માન્યો
છે, આત્માના ગુણોનું વિકારથી અતદ્રૂપપણું તેણે જાણ્યો નથી. જો ખરેખર જાણે તો ગુણના પરિણમનમાં પણ
વિકારથી અતદ્રૂપતા થઈને સ્વભાવમાં તદ્રૂપતા થયા વિના રહે નહિ, કેમ કે એવો જ આત્માનો સ્વભાવ છે.
આત્મામાં જ્ઞાન–આનંદ–શ્રદ્ધા વગેરે અનંત ગુણો છે, તે અનંતગુણો સાથે તદ્રૂપ થઈને પરિણમે એવો આત્માનો
સ્વભાવ છે; જ્ઞાન તદ્રૂપ પરિણમે ને આનંદ વગેરે ન પરિણમે– એમ ન બને. અભેદ પરિણમનમાં બધા ગુણોનો અંશ
સમ્યક્ પણે પરિણમે છે–એવો આત્મસ્વભાવ છે.
– ૨૯ મી તત્ત્વશક્તિ અને ૩૦ મી અતત્ત્વશક્તિનું વર્ણન અહીં પુરું થયું.
અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને ચૂકીને બાહ્ય
ઈન્દ્રિય વિષયોમાં મૂર્છાઈ ગયેલા બહિરાત્માઓ
નિરંતર દુઃખી છે.
અને
મારું સુખ મારા આત્મામાં જ છે, બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં
મારું સુખ નથી–એવી અંર્તપ્રતીતિ કરીને,
ધર્માત્મા અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિયસુખનો
સ્વાદ લ્યે છે..........તે નિરંતર સુખી છે.
નિજ ચૈતન્ય વિષયને ચૂકીને બાહ્ય વિષયોમાં સુખદુઃખની બુદ્ધિથી
અજ્ઞાની જીવો દિનરાત બળી રહ્યા છે.
અરે જીવો! પરમ આનંદથી ભરેલા તમારા આત્માને સંભાળો ને
આત્માના શાંત રસમાં મગ્ન થાઓ.
શ્રાવણઃ ૨૪૮૩ ઃ ૧પઃ