Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
: ભાદરવો : ૨૪૮૩ : આત્મધર્મ : ૧૧ :
જ્ઞાનીનું અંર્ત પરિણમન
[સમયસાર ગા. ૨૧૪ ના પ્રવચનમાંથી:
વીર સં. ૨૪૮૩, જેઠ સુદ ૧૪]
આત્મામાં જે રાગ–દ્વેષાદિ પરિણામો છે તેનું બહિર્મુખપણું છે, અને આત્માનો અંતર્મુખસ્વભાવ તો જ્ઞાન
ને આનંદ છે. ધર્મીને પોતાના અંતર્મુખસ્વભાવની દ્રષ્ટિના પરિણમનમાં રાગાદિ સાથે એકતા નથી, તેને પોતાના
જ્ઞાન–આનંદ સ્વભાવમાં જ એક્તા છે. જ્ઞાન–આનંદ–સ્વભાવનું જ અંર્ત અવલંબન ધર્મીને વર્તે છે, તે સિવાય
પરદ્રવ્ય અને પરભાવોમાં સર્વત્ર તે નિરાલંબન છે; પરભાવોનું અવલંબન ધર્મીની દ્રષ્ટિમાંથી છૂટી ગયું છે તેથી
તે સર્વત્ર નિરાલંબન છે, ને અંતરમાં જ્ઞાયક ભાવનું જ અવલંબન લઈને તે નિશ્ચલ જ્ઞાયક ભાવરૂપે જ રહે છે.
પર્યાયમાં અલ્પ રાગાદિ થાય છે પણ ધર્મી તે રાગ સાથે પોતાના ઉપયોગની એકતા કરતો નથી, ઉપયોગની
એકતા ચૈતન્યભૂમિમાં જ કરે છે. તેના અભિપ્રાયમાં સ્વભાવ અને વિભાવની ભિન્નતા જ વર્તે છે. એટલે
ધર્માત્માને જ્ઞાયકભાવ સાથેની એકતાના પરિણમનમાં રાગાદિ ભાવોની નિર્જરા જ થતી જાય છે ને શુદ્ધતા
વધતી જાય છે, એનું નામ ધર્મ છે.
અંતરમાં જ્ઞાયકસ્વભાવના અવલંબને સ્થિર રહેતાં આહાર આદિની વૃત્તિ જ છૂટી જાય તેનું નામ
ઉપવાસાદિ તપ છે. આવો તપ તો આનંદ અને શાંતિદાયક છે; પણ અજ્ઞાનીને તપમાં કષ્ટ લાગે છે,
જ્ઞાનસ્વભાવના અવલંબનની તેને ખબર નથી. છહ–ઢાળામાં કહે છે કે––
“आतम हित–हेतु विरागज्ञान,
ते लखें आपकुं कष्टदान।।”
જે જ્ઞાનવૈરાગ્ય આત્માના હિતનું કારણ છે તેને અજ્ઞાની કષ્ટરૂપ માને છે; અને રાગાદિભાવો પ્રગટપણે
દુઃખરૂપ હોવા છતાં અજ્ઞાની તેમાં ચેન માનીને તેનું સેવન કરે છે. તેથી તે અજ્ઞાની બાહ્ય પદાર્થોનું અવલંબન
છોડીને અંર્તસ્વભાવનું અવલંબન કરતો નથી.
ધર્મી શું કરે છે? સર્વત્ર બાહ્ય અવલંબન છોડીને અંતરના જ્ઞાયક સ્વભાવનું અવલંબન કરીને નિર્મળ
જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવે છે અને જ્ઞાયકભાવના અવલંબનમાં લીન રહેતાં, ગમે તેવા અનુકૂળ–પ્રતિકૂળ
પ્રસંગમાં રાગ–દ્વેષની ઉત્પત્તિ જ નથી થતી, તેનું નામ પરિષહજય છે. જ્ઞાનાનંદ સ્વભાવ જ આત્માનું ઈષ્ટ છે, ને
વિભાવ તે અનીષ્ટ છે. સર્વજ્ઞભગવાને ઈષ્ટની પ્રાપ્તિ કરી છે, ને અનીષ્ટનો નાશ કર્યો છે. પરદ્રવ્ય આત્માને કંઈ
ઈષ્ટ કે અનીષ્ટ નથી.
જુઓ, આ અમૃતચંદ્રાચાર્યનાં અમૃત ઘુંટાય છે.
અમૃતપિંડ જ્ઞાયકસ્વભાવ છે, તેમાં અંતર્મુખ થઈને તેની સાથે એકતા કરીને, ધર્મી જીવ એક
જ્ઞાયકભાવપણે જ રહે છે. ભિન્નભિન્ન પર્યાયો થતી હોવા છતાં