શું? મારા જ્ઞાનમાં અરક્ષાપણું જરાપણ નથી. આવી નિઃશંકતામાં ધર્મીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? તે તો
નિઃશંક અને નિર્ભય વર્તતો થકો પોતાના સ્વતઃરક્ષિત જ્ઞાનને અનુભવે છે.
અણુબોમ કે રોગમાં એવી તાકાત નથી કે તારા જ્ઞાનસ્વરૂપનો નાશ કરે, માટે જ્ઞાનસ્વરૂપની પ્રતીત કર, તો
અરક્ષાનો ભય ટળે. ધર્મી જાણે છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાનસ્વરૂપ સ્વયમેવ સત્ હોવાથી પોતે પોતાથી
રક્ષિત જ છે; માટે કોઈ બીજો આવીને મારા જ્ઞાનને બગાડી નાખશે–એવો ભય ધર્માત્માને હોતો નથી. આ દેહ
તો સંયોગી અને નાશવાન જ છે, તેની રક્ષાના લાખ ઉપાય કરે તો પણ તેની રક્ષા થઈ શકતી જ નથી; ત્યારે
આત્મા તો ચૈતન્યસ્વરૂપ અસંયોગી સ્વતઃસિદ્ધ સત્ છે, તેનો નાશ કોઈથી થઈ શકતો જ નથી. આવા
ચૈતન્યસ્વરૂપને જે નિરંતર અનુભવે છે એવા જ્ઞાનીને પોતાની અરક્ષાનો ભય ક્યાંથી હોય? –તે તો નિઃશંકપણે
સહજ જ્ઞાનસ્વરૂપને જ સદા અનુભવે છે.
સ્વતઃસિદ્ધ અવિનાશી છે, તેનો નાશ કદી થતો જ નથી. –આવા આત્માને જાણતા હોવાથી જ્ઞાનીને પોતાની
અરક્ષાનો ભય કદી હોતો નથી.
લોક જ પોતાનો છે અને બીજા કોઈ વડે તે બગાડી શકાતો નથી, ને ચૈતન્યસ્વરૂપને છોડીને આત્મા ક્યાંય બીજે
જતો નથી, એમ જાણતા હોવાથી જ્ઞાનીને આ લોક કે પરલોક સંબંધી ભય હોતા નથી. (૩) આત્મા તો
ચૈતન્યવેદનનો વેદનાર છે, તેમાં બહારની બીજી કોઈ વેદના હોતી નથી, તેથી જ્ઞાનીને વેદનાનો ભય હોતો નથી;
(૪) વળી આત્માનું સત્ ચૈતન્યસ્વરૂપ પોતે પોતાથી જ રક્ષિત સ્વયંસિદ્ધ હોવાથી તેનો કદી કોઈથી નાશ થતો
નથી, માટે અરક્ષાનો ભય જ્ઞાનીને હોતો નથી. એ રીતે ચાર ભયનો અભાવ કહ્યો. હવે પાંચમો અગુપ્તિ ભય
પણ જ્ઞાનીને નથી એમ કહે છે––
च्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः।
अस्यागुप्तिग्तो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निःश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।१५८।।
જ્ઞાનસ્વરૂપ પોતે પોતાથી જ ગુપ્ત છે. –આવા પોતાના જ્ઞાનસ્વરૂપને જાણતા ધર્મીને અગુપ્તિનો ભય હોતો નથી.
મારા સ્વરૂપમાં બીજું કોઈ આવી જ શકતું નથી, તો કોઈ ચોર વગેરે મારામાં આવીને મારા સ્વરૂપને ચોરી જાય
કે બગાડી જાય–એ વાત ક્યાં રહી?
તો સ્વભાવથી જ એવો ગુપ્ત છે કે તેમાં કદી બીજું કોઈ પ્રવેશી જ શકતું નથી. મારા જ્ઞાનસ્વરૂપમાં