Atmadharma magazine - Ank 167
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957).

< Previous Page   Next Page >


PDF/HTML Page 23 of 25

background image
: ૨૨ : આત્મધર્મ : ભાદરવો : ૨૪૮૩ :
આ શરીરાશ્રિત દસ પ્રાણો છે તે જડ છે; તે પ્રાણોના વિયોગને લોકોમાં મરણ કહેવાય છે, પણ જ્ઞાની તો
જાણે છે કે હું તો સત્–ચૈતન્યમય છું, મારા પ્રાણ તો ચૈતન્યમય છે, ચૈતન્યપ્રાણનો મને કદી વિયોગ થતો નથી
માટે મારું મરણ થતું નથી. પાંચ ઈન્દ્રિયો, શ્વાસ, આયુ કે મન–વચન–કાયા તે બધા જડ છે, તે મારાથી ભિન્ન છે,
તે જડ પ્રાણથી જીવનારો હું નથી. હું તો મારા ચૈતન્યપ્રાણથી જીવનારો છું. મારા ચૈતન્યપ્રાણ શાશ્વત છે–આવું
જાણતા ધર્મીને મરણનો ભય હોતો નથી. મરણ જ મારુું નથી, – પછી મરણનો ભય કેવો? જગતને મરણ તણી
બીક છે, પણ જ્ઞાની તો નિર્ભય છે, તેને મરણનો ભય હોતો નથી. મિથ્યાત્વપણામાં આત્માનું મરણ માનતો
ત્યારે મરણની બીક હતી, પણ શાશ્વત ચૈતન્યપ્રાણથી સદા જીવનાર આત્માને જાણીને જ્યાં મિથ્યાત્વનો નાશ
કર્યો ત્યાં જ્ઞાનીને મરણનો ભય હોતો નથી. જન્મ–મરણ તો શરીરના સંયોગ–વિયોગથી કહેવામાં આવે છે, પણ
આત્મા ચૈતન્યસ્વરૂપે કાયમ રહેનારો છે, તે કાંઈ જન્મતો કે મરતો નથી, જીવનશક્તિથી આત્મા સદા જીવંત છે,
તેનો કદી નાશ થતો નથી, તેથી આવા આત્મસ્વભાવની દ્રષ્ટિવંત ધર્માત્માને મરણની બીક હોતી નથી.
જુઓ, એક માણસનો છોકરો મરી ગયો; તેને કોઈએ ખબર આપ્યા કે તમારો છોકરો મરી ગયો. તે
સાંભળીને તે માણસ કહે કે “અમે ધર્મી છીએ, માટે અમારા છોકરા નાની ઉમરમાં મરે નહિ.” ––આવો જવાબ
સાંભળીને બીજો કહે કે જુઓ, એને ધર્મની કેવી દ્રઢતા છે! પણ જ્ઞાની તો કહે છે કે તે ધર્મી નથી પણ મોટો મૂઢ
છે! ધર્મી હોય માટે તેના દીકરા નાની વયમાં ન મરે–એમ કાંઈ નિયમ નથી. ધર્મનો સંબંધ કાંઈ દીકરાના
આયુષ્ય સાથે નથી. કોઈ અધર્મી હોય છતાં દીકરા ઘણું જીવે, ને કોઈ ધર્મી હોય છતાં દીકરા નાની ઉંમરમાં મરી
પણ જાય, અરે, ધર્મીને પોતાને ય કોઈવાર ઓછું આયુષ્ય હોય! પાપી લાંબું જીવે ને ધર્મીને ટૂકું આયુષ્ય હોય–
એમ પણ જગતમાં બને છે. આઠ વર્ષનું ટૂંકું આયુષ્ય હોય છતાં આત્મામાં લીન થઈને કેવળજ્ઞાન પામીને મોક્ષે
જાય, માટે લાંબા–ટૂંકા આયુષ્ય ઉપરથી ધર્મીનું માપ નથી. ધર્મીનું માપ તો આ રીતે છે કે તેણે પોતાના આત્માને
શાશ્વત ચૈતન્યપ્રાણે જીવનારો જાણ્યો છે એટલે તેને મરણનો ભય હોતો નથી; નિઃશંકપણે અને નિર્ભયપણે તે
પોતાના સહજ જ્ઞાનાનંદસ્વરૂપને જ અનુભવે છે; તેથી દેહ છૂટવાના અવસરે પણ તેને નિર્જરા જ થતી જાય છે.
(૭) પરથી ભિન્ન જ્ઞાનસ્વભાવની દ્રષ્ટિમાં જ્ઞાનીને
અકસ્માતનો ભય હોતો નથી.
આત્મા કાયમી જ્ઞાન–આનંદસ્વરૂપ વસ્તુ છે તેની જ્યાં પ્રતીત થઈ ત્યાં જ્ઞાનીને અકસ્માતનો એવો ભય
નથી હોતો કે “મારા જ્ઞાનમાં અચાનક કાંઈક અનીષ્ટ આવી પડશે તો! ” જ્ઞાની તો જાણે છે કે મારું જ્ઞાન
અનાદિ–અનંત એકરૂપે અચળ જ્ઞાનસ્વરૂપે જ રહેનારું છે, તેમાં કોઈ પર ચીજ કે પરભાવ અચાનક આવીને
જ્ઞાનને બગાડી જાય એમ બનતું નથી, માટે અકસ્માતનો ભય જ્ઞાનીને હોતો નથી, એમ હવે કહે છે:– –
एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो
यावत्तावदिदं सदैव दि भवेन्नात्र द्वितीयोदयः।
तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।१६०।।
ધર્મી જાણે છે કે મારો આત્મા જ્ઞાનસ્વરૂપ છે; હું અનાદિઅનંત જ્ઞાનસ્વરૂપ જ છું; મારું જ્ઞાન પલટીને
અચાનક જડરૂપ થઈ જાય કે રાગરૂપ થઈ જાય એવો અકસ્માત જ્ઞાનમાં કદી બનતો જ નથી, જ્ઞાન તો સદા
જ્ઞાનરૂપ જ રહે છે. આવા જ્ઞાનમાં ધર્મીને અકસ્માતનો ભય હોતો નથી. જ્ઞાનમાં જ્ઞાનનો જ ઉદય રહે છે,
જ્ઞાનમાં બીજાનો ઉદય થતો નથી, આવા જ્ઞાનને નિઃશંકપણે અનુભવતા હોવાથી ધર્મીજીવ અકસ્માત વગેરેના
ભયથી રહિત નિર્ભય હોય છે.
ધર્મી જીવનું સમ્યગ્દર્શન અંતરંગ સ્વભાવના સાધનથી થયું છે, કોઈ બાહ્ય સાધનના અવલંબનથી નથી
થયું; તેથી કોઈ બાહ્ય વસ્તુના ભયથી તે પોતાના જ્ઞાનસ્વરૂપથી ચ્યૂત થતા નથી તે જ્ઞાનસ્વરૂપના અવલંબને
સમ્યગ્દર્શન–જ્ઞાનમાં નિઃશંક અને નિર્ભયપણે વર્તે છે.